પુલ્હાશ્રમ - FLYER

Submitted by swaminarayanworld on Sun, 09/01/2011 - 11:53am

પુલહાશ્રમ - Pulhashram - Muktinath - Nepal

નીલકંઠવર્ણી (સ્વામિનારાયણ ભગવાન)એ અહીં વનવિચરણ દરમ્યાન તપ કર્યું હતું.
નેપાળ
હિંદુ સંત ‘ને ’મુનીના નામ ઊપરથી નેપાલ નામ પડ્યું છે. ( પાલ એટલે રક્ષિત). ‘ ને ’મુનીથી રક્ષાયેલું નેપાળ

પુલહાશ્રમ
પુલહાશ્રમ કઈ રીતે પહોંચી શકાય?
વિમાન રસ્તે - દિલ્હી, કાનપુર, કલકત્તાથી અથવા કાઠમંડુ જતાં કોઈપણ વિમાનમાં કાઠમંડુ પહોંચવું. પોખરા કે જોમસોમ ઈંટરનેશનલ ફલાઈટો જતી નથી. માટે નાના સ્થાનિક વિમાનમાં પોખરા અને ત્યાંથી જોમસોમ જવાય છે.
કાઠમંડુ થી પોખરા જવા માટે દરરોજ સવારના 7-30 થી લગભગ સાંજના 4-00 સુધીમાં ઘણી ફ્લાઇટો જાય છે જે 30 મિનિટમાં પહોંચાડે છે. નેપાલની વિમાનની સેવાઓ માટે આ વેબ સાઇટો જુઓ: Yeti airlinesAgni AirBuddha Air 
રોડ મારફતે- કોઈ પણ રસ્તે ગોરખપુર પહોંચવું. ત્યાંથી ઊત્તરમાં ૮૦ કીમી. દુર નૌતનવા-સૌનાલી બોર્ડર આવે છે. નેપાલમાં ટ્રેન નથી. ભારતની સરહદ વટાવી નેપાલમાં દાખલ થતાં જ ભૈરવાથી પોખરા કે કાઠમંડુ જવા માટે પ્રાઈવેટ ટેક્ષી કે સરકારી બસ મળે છે. બોર્ડરથી પોખરા વાયા તાનસેન ૧૮૦ કીમી. થાય છે. અને વાયા નારાયણઘાટ-મુગલી થઈ ૨૬૪ કીમી. થાય છે. કાઠમંડુથી પોખરા ૨૦૦ કીમી. થાય છે. રસ્તા પહાડી હોવાથી ૧૦-૧૨ કલાક રનીંગ ટાઈમ થાય છે. 
પોખરામાં એરોડ્રામથી નજીક (દક્ષિણમાં આશરે ૨ કીમી. દુર) શ્રી સ્વામિનારાયણ (રામ) મંદિર છે. ( સરનામું- પારદી વિરૌટા, પોખરા. સંપર્ક - શ્રી શ્રીજી સ્વામી ફોન નં. ૦૦૯૭૭-૬૧-૪૬૦૩૩૪. મો. ૦૦૯૭૭-૯૮૪૬૦૫૦૫૩૪). મંદિરમાં ઊતારાની અને જાતે રાંધવાની સગવડ છે.
પોખરાથી જોમસોમ - વિમાન મારફતે - (૧૨૫ કીમી.) જવા માટે સવારના ૬-૦૦ થી ૧૦-૦૦ સુધી જ નાના ( આશરે ૧૬ સીટના) વિમાન વીસેક મીનીટમાં જોમસોમ પહોંચાડે છે. જતાં આવતાની ટીકીટ આશરે રુપિયા ૫૦૦૦ થાય છે. હવામાન સારું હોય તો જ વિમાન જાય છે. 
જોમસોમમાં એરોડ્રામથી દક્ષિણ દિશામાં સીધા રસ્તે એકાદ કીમી. દુર શ્રી સ્વામિનારાયણ મંદિર (નદીના પટમાં ) છે. ત્યાં રહેવાની અને જાતે રાંધવાની સગવડ છે. અહીં શ્રી સંત સ્વામી વ્યવસ્થા સંભાળે છે. તેમનો મો. નં. - ૦૦૯૭૭- ૯૮૫૭૬૫૦૦૬૧ છે. 
પોખરાથી જોમસોમ - જીપકાર રસ્તે- પ્રાઈવેટ જીપો ચાલે છે. વચ્ચે નદીઓ આવતી હોવાથી ત્રણ - ચાર વાર જીપો બદલવી પડે છે. આ રસ્તે જતાં આખો દિવસ પસાર થઈ જાય છે. જતાં આવતાં કુલ ભાડું આશરે રુપિયા ૩૦૦૦ થાય છે. હાલમાં નદીઓ ઊપર પુલ બાંધકામ ચાલુ છે. થોડા મહિનાઓ બાદ એક જીપમાં સળંગ જોમસોમ જઈ શકાશે. રસ્તામાં બેની (ત્યાં સુધી પાકો રસ્તો છે), ટાટોપાની, ઘાસા, ધામ્પુ, લારગંજ, કોબાંગ, તુકુચે, મારફા, શ્યાંગ વગેરે ગામો આવે છે. પોખરાથી બેની ૮૩ કીમી. અને બેનીથી જોમસોમ ૭૩ કીમી. થાય છે. 
જોમસોમથી પુલહાશ્રમ- (૧૮ કીમી. ) પગપાળા ચાલતાં છએક કલાક થાય છે. ત્યાં સ્થાનિક જીપકાર આશોશીએશનની જીપથી ૨ કલાકમાં પુલહાશ્રમ પહોંચાય છે. જવાનું ભાડુ આશરે રુપિયા ૩૦૦ છે. હવા પાતળી હોવાથી ચાલવામાં તકલીફ પડે છે. ( કપુરની ગોટી સુંઘવાથી શ્વાસમાં રાહત રહે છે) પુલહાશ્રમમાં જયાં જીપ સ્ટેન્ડ છે ત્યાંથી નજીકમાં જ રાનીપૌઆમાં રોડ ઊપર જ રાનીપૌઆ ધર્મશાળા છે. રાત રહેવા માટે ત્યાં સગવડ છે. જોમસોમ શ્રી સ્વામિનારાયણ મંદિરની એક મોટી રુમ આ ધર્મશાળામાં છે જેમાં પાગરણ અને રાંધવાની સગવડ છે. આ રુમની ચાવી જોમસોમમાં શ્રી સંત સ્વામી પાસે રહે છે. રાનીપૌઆથી મુકિતનાથ મંદિર ચાલતાં વીસેક મીનીટમાં પહાચી શકાય છે. અહીંથી ચાલવામાં અશકિતમાન વ્યકિતને મોટરસાયકલવાળા રુપિયા ૧૦૦ માં ત્રણેક મિનિટમાં મુકિતનાથના મુખ્ય દરવાજે પહોંચાડે છે. જીપમાં પુલહાશ્રમ સવારે જઈ સાંજે પરત આવી શકાય છે. વળતાં જોમસોમમાં રાતવાસો કરવો પડે છે. અહીં પણ જોમસોમથી પોખરા જવા માટે સવારના ૬-૦૦ થી ૧૦-૦૦ સુધી જ વિમાની સેવા ચાલે છે. 
રસ્તામાં થોડી સાઈડમાં કાગબેની તીર્થ આવે છે. જીપ છેક નદીના સંગમ સુધી જાય છે. જીપના ડ્રાઈવરને સમજાવીને થોડું વધારે ભાડું આપીને કાગબેની દર્શન કરવા જેવા છે. જોમસોમથી કાગબેની ૬ કીમી અને ત્યાંથી પુલહાશ્રમ ૧૫ કીમી. થાય છે. પુલહાશ્રમની યાત્રા હાલના સમયમાં જરા પણ કઠીન રહી નથી.

આ માહિતી તા.2-10-2009ના રોજ લખેલ છે.

પુજ્ય શ્રી સંત સ્વામી અને બીજા સંતો પુલ્હાશ્રમ અને ત્યાં જતા આવતા દરેક સ્થળ ઉપર મંદિર અથવા તો ધર્મશાળા બંધાવાનું કામ ચાલુ કરેલ છે. અહીં પુલ્હાશ્રમ વિષે માહીતિ આપતું Flyer મુકેલ છે.

નકશામાં પુલહાશ્રમ જોવા માટે અહીં ક્લીક કરો

નકશામાં જોમસોમથી કાગબેની અને પુલહાશ્રમ જોવા માટે અહીં ક્લીક કરો

Facebook Comments