રાગ - માઢ
પદ - ૧
પધારોને સહજાનંદજી હો ગુના કરીને માફ. ગુના૦૧
પ્રણામ છે ધર્મતાતને ભક્તિમાતને પ્રણામ,
પ્રણામ છે જયેષ્ઠ ભરાતને ઈચ્છારામને પ્રણામ. ગુના૦૨
પતિ મેલ્યા પિયુ તમ કારણે મેલી કુળ મરજાદ,
માત પિતા મેલ્યાં છે સ્વામી એક તમારે કાજ. ગુના૦૩
ગરુડ તજીને પાળા પધાર્યા ગજ સારુ મહારાજ,
એવી રીતે તમો આવો દયાળુ કરવા અમારાં કાજ. ગુના૦૪
અમ જેવા તમને ઘણા પણ તમો અમારે એક,
પ્રેમસખી વિનંતિ કરે છે રાખો અમારી ટેક. ગુના૦૫
Disqus