highlights banner
🎶♫🎧 આરતી, સ્તોત્ર, થાળ, નિત્યનિયમ, ગોડી, ધૂન્ય, માનસી પૂજા 🎶♫🎧
આઠ સતશાસ્ત્ર
ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં ઈષ્ટ કરેલા આઠ સતશાસ્ત્ર --
ને ચાર વેદ તથા વ્યાસસુત્ર તથા શ્રીમદ્ ભાગવત્ નામે પુરાણ તથા મહાભારતને વિષે આવેલું શ્રીવિષ્ણુસહસ્ત્રનામ (૯૩)તથા શ્રીમદ્ ભગવદ્ ગીતા તથા વિદુરજીએ કહેલી જે નીતિ તથા સ્કંદપુરાણનો જે વિષ્ણુખંડ તેને વિષે રહ્યું એવું જે શ્રીવાસુદેવમાહાત્મ્ય (૯૪) અને ધર્મશાસ્ત્રના મધ્યમાં રહી એવી જે યાજ્ઞવલ્કય ઋષિની સ્મૃતિ. એ જે આઠ સચ્છાસ્ત્ર તે અમને ઇષ્ટ છે. (૯પ)
અને પોતાના હિતને ઇચ્છતા એવા જે અમારા સર્વે શિષ્ય તેમણે એ આઠ સચ્છાસ્ત્ર જેતે સાંભળવાં અને અમારા આશ્રિત જે દ્વિજ તેમણે એ સચ્છાસ્ત્ર જેતે ભણવાં તથા ભણાવવાં તથા એમની કથા કરવી. (૯૬)
અને તે આઠ સચ્છાસ્ત્રમાંથી આચાર, વ્યવહાર અને પ્રાયશ્ર્ચિત એ ત્રણનો જે નિર્ણય કરવો તેને વિષે તો મિતાક્ષરા ટીકાએ યુકત એવી જે યાજ્ઞવલ્કય ઋષિની સ્મૃતિ તેનું ગ્રહણ કરવું (૯૭)
અને વળી એ આઠ સચ્છાસ્ત્રને વિષે જે શ્રીમદભાગવતપુરાણ તેના દશમને પંચમ નામે જે બે સ્કંધ તે જેતે શ્રીકૃષ્ણભગવાનનું માહાત્મ્ય જાણવાને અર્થે સર્વથી અધિકપણે જાણવાં (૯૮)
અને દશમસ્કંધ તથા પંચમસ્કંધ તથા યાજ્ઞવલ્કયની સ્મૃતિ એ જે ત્રણ તે અનુક્રમે કરીને અમારું ભકિતશાસ્ત્ર, યોગશાસ્ત્ર અને ધર્મશાસ્ત્ર છે, કહેતા દશમસ્કંધ તે ભકિતશાસ્ત્ર છે અને પંચમસ્કંધ તે યોગશાસ્ત્ર છે અને યાજ્ઞવલ્કયની સ્મૃતિ તે ધર્મશાસ્ત્ર છે એમ જાણવું (૯૯)
અને શ્રીરામાનુજાચાર્યે કર્યું એવુ જે વ્યાસસૂત્રનું શ્રીભાષ્ય તથા શ્રીભગવતગીતાનું ભાષ્ય એ જે બે તે અમારું અધ્યાત્મશાસ્ત્ર છે એમ જાણવું (૧૦૦)
અને એ સર્વે સચ્છાસ્ત્રને વિષે જે વચન તે જેતે શ્રીકૃષ્ણભગવાનનું સ્વરુપ તથા ધર્મ તથા ભકિત તથા વૈરાગ્ય અને ચારના અતિ ઉત્કર્ષપણાને કહેતાં હોય (૧૦૧)
તે વચન જેતે બીજા વચન કરતાં પ્રધાનપણે માનવાં અને શ્રીકૃષ્ણભગવાનની ભકિત તે જેતે ધર્મે સહિત જ કરવી, એવી રીતે તે સર્વે સચ્છાસ્ત્રનું રહસ્ય છે (૧૦૨)