રક્ષાબંધન - શ્રાવણી પૂર્ણિમા

Submitted by swaminarayanworld on Mon, 19/08/2024 - 9:41am

શ્રાવણી પૂર્ણિમા એટલે ત્રણ તહેવારોનો સંગમ. ભાઇ-બહેનના પ્રેમના પ્રતિકનો ભક્તિપ્રધાન ઉત્સવ, જ્ઞાનનિષ્ઠ બ્રાહ્મણોને જનોઇ બદલવાનો ઉત્સવ અને કર્મવીર વેપારીઓનો સમુદ્રપૂજનનો ઉત્સવ. 

આ ત્રણ ઉત્સવોમાં રક્ષાબંધન પર્વ લોકહૈયાને વિશેષ સ્પર્શો છે.

આ પર્વની કથા બળીરાજા સાથે જોડાયેલી હોવાથી ‘બળેવ' પણ કહેવામાં આવે છે.

કમલાવર ઉઠો તો કાજુ, નિરખું વદન તમારું રે (૪) swaminarayanworld Wed, 24/10/2012 - 10:43pm

 

રાગ : ભૈરવ

પદ - ૧

કમલાવર ઉઠો તો કાજુ, નિરખું વદન તમારું રે;

મહા મનોહર નૌતમ મૂરતિ, લઇ અંતરમાં ધારું રે. કામ૦ ૧

કંચન કેરી ઝારી માંહી, નીર ભર્યું અતિ સારું રે;

દાતણ કરો હરો સર્વે દુઃખડાં, આપો સુખ જગન્યારું રે. કામ૦ ૨

હરિજન કેરું જુથ હરખ કરી, આવી ઉભું બારું રે;

જાગો તો જગજીવન જુગતે, આરતડી ઉતારું રે. કામ૦ ૩

જાગો ગિરિધારી જાઉં, વદન ઉપર વારી (૪) swaminarayanworld Wed, 24/10/2012 - 10:42pm

 

રાગ : પ્રભાતી

પદ - ૧

જાગો ગિરિધારી જાઉં, વદન ઉપર વારી;

પ્રાતઃ ભયો પ્રાણનાથ, જાગો ગિરિધારી. ટેક.૦૦૦

જન સમાજ દર્શ કાજ, ઠાઢે સબ દ્વારી;

ઉઠો મહારાજ બાજ, કીજે અસવારી. પ્રાત. ૧

સુખનિવાસ ખડે દાસ, દર્શ આશ ભારી;

ગગન ભાસ રવિ ઉજાસ, તમર ત્રાસ ટારી. પ્રાત. ૨

હો રંગીલે શ્યામરે રે, મેં તેરી નિજ દાસી (૪) swaminarayanworld Wed, 24/10/2012 - 10:40pm

 

રાગ : રામકલી

પદ - ૧

હો રંગીલે શ્યામરે રે, મેં તેરી નિજ દાસી.

મેં હું ચેરી મેહરમ તેરી, ચરનકમળકી નિવાસી. હો૦ ૧

નિમખ ન ભૂલું નાથ નિરંતર, અંતર ચરન ઉપાસી;

અહોનિસ હરખ ભરી મેરિ અખિયાં, પ્રિતમ તેરી પ્યાસી. હો૦ ૨

સુંદર વદન મનોહર સુરત, નટવર છબી અબિનાશી;

બ્રહ્માનંદ નિરખહે તોય મુખ, તબ મોય સબ દુઃખ જાસી. હો૦ ૩

આજ ઉજાગરો નેણ દીસે હરિ, પ્રાતઃ સુધી કેની સાથે જાગ્યા (૪) swaminarayanworld Wed, 24/10/2012 - 10:39pm

 

રાગ : પ્રભાતી પદ - ૧

આજ ઉજાગરો નેણ દીસે હરિ, પ્રાતઃ સુધી કેની સાથે જાગ્યા;

પાઘના પેચ ચઉ દીશ છૂટી રહ્યા, વદન કાજળ તણા દાગ લાગ્યા. આ. ૧

આળસ અંગમાં થાક લાગ્યો અતિ, અધર તંબોળની રેખ રાતી;

ફુલ ગળે માળ તે અતિ ચોળાઇ ગઈ, માલ મોતી તણાં ચેન છાતી. આ. ૨

કપટ મેલો હવે નાથ સાચું કહો, આજ કેને તમે હાથ આવ્યા;

આવો મારા હૈડા કેરા હાર, વાલમ વારણે જાઉં રે (૪) swaminarayanworld Wed, 24/10/2012 - 10:38pm

 

રાગ : ભૈરવી પ્રભાતી  પદ - ૧

આવો મારા હૈડા કેરા હાર, વાલમ વારણે જાઉં રે; આવો૦ ટેક.

મોહન મુખડું નિરખું સુંદર શ્યામળિયા શિરદાર;

તન મન પ્રાણ લેઇને વારું, વારણે વાર હજાર. વાલમ૦ ૧

રૂપાળા છો રાજીવ લોચન, નટવર નંદકુમાર;

નેણાં મારાં ત્રપત નથી થાતાં, નિરખી પ્રાણ આધાર. વાલમ૦ ૨

મનડું મારૂં મોહી રહ્યું છે, સુંદર જોઇ શણગાર;

પ્રાતઃ સમે શ્રીસહજાનંદની, મૂરતિ મનમાં ધારું રે (૪) swaminarayanworld Wed, 24/10/2012 - 10:35pm

 

રાગ : ભૈરવી પ્રભાતી પદ - ૧

પ્રાતઃ સમે શ્રીસહજાનંદની, મૂરતિ મનમાં ધારું રે. પ્રાત૦ ટેક૦

નખશિખ નિરખી રૂપ અનુપમ, અંતરમાં ઉતારું રે. પ્રાત૦ ૧

રૂપાળા બહુ રાજીવ લોચન, આવી વસ્યા મન મોરે રે;

પુષ્ટ તરુણ તન ભીને વાને, હંસગતિ ચિત્ત ચોરેરે. પ્રાત૦ ૨

અંગોઅંગ અનુપમ ઝીણાં, શ્વેત વસ્ત્ર બહુ શોભે રે;

પુષ્પતણાં આભૂષણ જોઇ જોઇ, ભક્તતણાં મન લોભેરે. પ્રાત૦ ૩

મારૂં મન મોહ્યુંરે મા મોરલીના નાદે (૪) swaminarayanworld Wed, 24/10/2012 - 10:32pm

 

રાગ : રામકલી પ્રભાતી  

પદ - ૧

મારૂં મન મોહ્યુંરે મા મોરલીના નાદે; મારૂં૦ ટેક.

ગમતું નથી ગોવિંદ વિના મુજને, મનડું વિંધાણું મીઠે સાદે; મારૂં. ૧

સાંભળતાં સંતોષ ન થાયે, જીવન જોવાને જાવા દે; મારૂં. ૨

જાઇશ જોવા હું તો નૈ રઉં અટકી, લોક લાજ મરજાદે; મારૂં. ૩

પ્રેમાનંદના નાથને મળતાં, થઇ ચાવી જગ બાદે; મારૂં. ૪

આવોજી આવોજી અલબેલા મારી આંખડલિમાં, જતન કરીને તમને રાખું રે (૪)

Submitted by swaminarayanworld on Wed, 24/10/2012 - 10:31pm

 

રાગ : ખટ

પદ - ૧

આવોજી આવોજી અલબેલા મારી આંખડલિમાં, જતન કરીને તમને રાખું રે.

સુંદર મુખના મરકલડા પર પ્રાણ, વારી વારી નાખું ર. આવોજી૦ ૧

જીવન તમને જોવા સારૂં તો, વિશ્વ આવ્યું છે આખું રે;

શુક સનકાદિક નારદ સરખા, મુનિવર મળિયા છે લાખું રે. આવોજી૦ ૨

આરે સમે શોભો છો મારા વા’લા, શી ઉપમા કહી દાખું રે;

લગી રટના ઘનશ્યામદી નામદી, લગી ધર્મકુંવર સુખધામદી નામદી (૪)

Submitted by swaminarayanworld on Wed, 24/10/2012 - 10:30pm

 

રાગ : ભૈરવી

તાલ :  ચંપક

પદ - ૧

લગી રટના ઘનશ્યામદી નામદી, લગી ધર્મકુંવર સુખધામદી નામદી; લગી૦ ટેક.

લગી રટના રેન દીન ઘટ ભીતર, પ્રીતમ પૂરન કામદીનામદી; લગી૦ ૧

બીસરત નાહીં માધુરી મુરત, કૃષ્ણ દ્રગન બીસરામકી નામદી; લગી૦ ૨

તરસતહું સુંદર છબી દેખન, લાલન લલિત લલામદી નામદી; લગી૦ ૩