આવો પ્રાણથી પ્યારા ધર્મ દુલારા, મહેર કરી મહારાજ (૧)

Submitted by swaminarayanworld on Fri, 08/04/2016 - 4:57pm

રાગ - માઢ

 

આવો પ્રાણથી પ્યારા ધર્મ દુલારા, મહેર કરી મહારાજ;

સેવું ચરણ  તમારા, સુખ દેનારા સ્વામી અમારા, મહેર. ટેક.

જોઈ તમારી મૂર્તિ જીવન, અંતર ટાઢું થાય;

અંગો અંગ જોઈ શોભા અલૌકિક, કેમ કરી વર્ણવાયરે. આવો૦

પાઘ પેચાળી શીરપર શોભે, સુંદર છોગાં સહિત;

ફુલના તોરાની ફોરમાં વાલા, ભ્રમર ભમે અગણિત રે.આવો૦

વદન તમારું જોઈ રવિ શશી, આપે ગયા આકાશ;

પ્યારા  તમારા પાશથી પોતે, પામ્યા જાણીને પ્રકાશ રે. આવો૦

ગંભીર રાગ  તમારો સુંણીને, મધુર બોલે મોર;

મનમાં જાણે મેઘ ગાજે છે,  તેથી નાચે હારા નોર રે. આવો૦

ભુજ  તમારા અભય દેનારા, જોઈને  તેને જરુર;

હસ્તી પોતાની સૂઢ સંતાડે, ચિત્તમાં ચેતી ચતુર રે. આવો૦

ઊદરમાં જે ત્રીવળી પડે છે, ત્રિવેણીને  તુલ્ય;

ધ્યાન ધરે તેનું અંતર  તો, મળે અક્ષરધામ અમુલ્ય રે. આવો૦

જોઈ કટીલંકને જગજીવન, કેસરી પામ્યો લાજ;

પોતે ફરે નિજ કેડ સંતાડી, ઝાડી વિષે વનરાજ રે. આવો૦

કોમળ ચરણ  તમારાં નિરખી, કમળ જુવો કરમાય;

તપ કરે છે જળમાં જઈને, પુરી રીતે પસ્તાય રે. આવો૦

ગતિ  તમારી નિરખી ગોવિંદ,  હંસ અને ગજરાજ;

જન્મધરે જઈને મહાવનમાં, પૂરણ પામીને લાજ રે. આવો૦

વસ્ત્ર અને આભૂષણ શોભે, અંગો અંગ અનુપ;

તે જોઈ સોનું વિજળી લાજે, સંતાડે નિજ સ્વરૂપ રે. આવો૦

માઈક ઊપમાં હું કેમ આપું, આપને પ્રાણ આધાર;

આપ અમાયિક છો અવિનાશી, ધારું શ્રીધર્મકુમાર રે. આવો૦

ચાખડીયો ચારુ પહેરી ચરણમાં, ચટક્તી ચાલતા ચાલ;

દાસના દિલમાં સુખ દેવા આવો, વિશ્વવિહારીજીલાલ રે. આવો૦

Facebook Comments