શ્રી શંકરની આરતી
જય શિવ ઓંકારા હરશિવ ઓંકારા,
બ્રહ્મા વિષ્ણુ સદાશિવ અર્ધાંગી ધારા. જય ૦૧
એકાનન ચતુરાનન પંચાનન રાજે,
હંસાસન ગરૂડાસન વૃષવાહન સાજે. જય ૦૨
દો ભુજ ચાર ચતુર્ભુજ તે સોહે,
તીનો રૂપ નિરખતા ત્રિભુવન મન મોહે. જય ૦૩
અક્ષયમાલા વનમાલા મુંડમાલા ધારી,
ચંદ્રવદન સોહે મૃગમદ ભાલે, શશિધારી. જય ૦૪
શ્વેતાંબર પીતાંબર વાઘાંબર અંગે,
બ્રહ્માદિક સનકાદિક પ્રેતાદિક સંગે. જય ૦૫
કરકે બીચ કમંડલ ચક્ર ત્રિશૂલધર્તા,
જગકર્તા સંહર્તા જગપાલન કર્તા. જય ૦૬
બ્રહ્મા વિષ્ણુ સદા શિવ જાનત અવિવેકા,
પ્રણવાક્ષર કે મધ્ય તીનો હી એકા. જય ૦૭
શંકરજીકી આરતી જો કોઈ ગાવે,
કહત શિવાનંદ સ્વામી સુખ સંપત્ત પાવે. જય ૦૮
Disqus
Facebook Comments