સ્નેહગીતા કડવું - ૨૪ નાવ્યો સંદેશો નાથનો (૨) જી રે; જુવતી જોતાં જો વાટ (ર) પદ-૬

Submitted by swaminarayanworld on Wed, 21/06/2017 - 8:24pm

છબીલોજીદઈ ગયા બાઈ છેહજી, જાણી જન અજ્ઞ આપણે અતિ સેહજી ।
મૂઢમતિ જોઈ અબળાનોદેહજી, શિયા ગુણ જોઈ રાખે આપણશું નેહજી ।।૧।।

ઢાળ –

શિયો ગુણ જાણી શ્યામળો, અલબેલો આપણશું આચરે ।
જોઈ જોઈને જોયું અંતે, સાર નવદીઠું સરે ।।૨।।

બાઈ અસન અતિ જડમતિ, તેતો શું સમઝિયે સ્નેહને ।
જાડાબોલી પાલવખોલી, તેણે કરી ન ગમી તેહને ।।૩।।

વાટે ઘાટે વનમાં વિચરૂં, વળી છુટે છેડે ફરીએ ।
એવા ગુણ જાણી આપણા, બાઈ હેત તોડ્યુંછે હરિએ ।।૪।।

સરવે જાતમાં જડ જંગલી, વળી તેથી જડ તેની જુવતી ।
બાઈ એવા કુળમાં ઊપન્યાં, તેહ ન સમજું સ્નેહ રતિ ।।૫।।

રૂપ રંગ અંગે નહિ આપણે, વળી પ્રિતમાંહિ પ્રીછું નહિ ।
એવાં કઠોર નઠોર નગણાં જાણી, નંદલાડીલે તજયાં લહિ ।।૬।।

બાઈ વનચરિયો નિર્લજજ ફરિયો, વળી વ્યભિચાર ભાવે એને ભજી ।  
એવા ગુણ જાણી આપણા, બાઈ તેહ સારૂં તેણે તજી ।।૭।।

કયાં પારસ ને કયાં પથરો, કયાં કાચ ને કયાં કંચન ।  
એહ આગળ બાઈ એમ આપણે, તેણે માન્યું નહિ એનું મન ।।૮।।

દૈવ જોગેદોયજદહાડા, પ્રકટ્યો હતો થર સુખનો ।
પલટિ પળ ને પ્રિયે પરહર્યો ં,દઈ ગયા દિવસદુઃખનો ।।૯।।

વળી અવગુણ જોયા આપણા, ના’વ્યો સંદેશો નવ લહી સારને ।
નિષ્કુલાનંદને નાથે સજની, વિસારી બાઈ વ્રજનારને ।।૧૦।। કડવું ।।૨૪।।

પદ-૬
(રાગ : આશા ધોળ)
‘નવલ સનેહી નાથજી જીરે પ્રેમીજનના’ એ ઢાળ.
નાવ્યો સંદેશો નાથનો (૨) જી રે; જુવતી જોતાં જો વાટ (ર)
આ શું થયું રે આપણે, આ શું થયું જો આપણેજીરે,
પ્રાણ રહે છે શા માટ (ર).. નાવ્યો૦ ।। ૧ ।।
બાઈ મીન મરે જળ મૂકતાં (૨) જી રે, ધન્ય એ પ્રીત પરમાણ (ર)
પિયુ વિયોગે પ્રમદા, પિયુ વિયોગે પ્રમદા જીરે,
પાપી રહ્યા કેમ પ્રાણ (ર).. નાવ્યો૦ ।। ૨ ।।
કુંજતણાં બાઈ બાળકાં (૨) જી રે, જુવે વાટ ષટ માસ (ર)
અવધે ન આવે જો જનની, અવધે ન આવે જો જનની જીરે,
તજે તન થઈ નિરાશ (ર).. નાવ્યો૦ ।। ૩ ।।
જીવન વિના જે જીવવું (૨) જી રે, એ તો અણઘટતી વાત (ર)
નિષ્કુળાનંદના નાથ વિના, નિષ્કુળાનંદના નાથ વિના જીરે,
પંડડુ નવ થયું પાત (ર).. નાવ્યો૦ ।। ૪ ।।