સારસિદ્ધિ કડવું - ૧૦

Submitted by swaminarayanworld on Sat, 13/02/2021 - 3:38pm

રાગ :- ધન્યાશ્રી

 

વળી વૈરાગ્યવંતને જાઉ  વારણેજી, તનસુખ ત્યાગ્યાં હરિ રાજી કર્યા કારણેજી ।

દેહપર્યંત રહ્યા એક ધારણેજી, અહંતા મમતા કાઢી જેણે બારણેજી ।।૧।।

 

રાગ :- ઢાળ

 

બારણે કાઢી જેણે દેહબુદ્ધિ, સુધિ વાતને સમઝ્યા સહી ।

આપે મનાણું આતમા, કહ્યું કલેવર હું કેદિ નહિ ।।૨।।

જડ ચૈતન્ય જાણ્યાં જુજવાં, ચૈતન્ય આપે ચોકસ કર્યું ।

તેહ વિના ત્રિગુણે રચિત, તેપરથી મન ઉતર્યું ।।૩।।

તેહ દેશે પ્રદેશે પરવરે, કરે ઘર પરનું કામ ।

ભૂલ્યે પણ ભાખે નહિ, જે હું નહિ આતમારામ ।।૪।।

જેમ પોતપોતાની જાત્યને, જન જાણે છે મનમાંય ।

તે સુતાં બેઠાં જાગતાં, ભૂલ્યેપણ બીજું ન મનાય ।।૫।।

નારી નર નપુંસકપણું, વળી વિસરે નહિ કોઇ વિધ ।

તેમ આતમા રૂપ જાણ્યું આપણું, પ્રગટપણું પ્રસિદ્ધ ।।૬।।

એવી વિગતિ થૈ વૈરાગ્યથી, તે ટાળી પણ ટળે નહિ ।

રાત દિવસની રીતિયે, સત્ય તે અસત્યમાં ભળે નહિ ।।૭।।

સત્ય નિત્ય એક આત્મા, અસત્ય દેહાદિક આદ ।

તેમાં નાનાં મોટાં કેને કહિયે, એતો સર્વે સરખી ઉંટ લાદ ।।૮।।

એમ વૈરાગ્યવાનને વરતે, અખંડ એવો વિચાર ।

કેને વખાણે કેને વગોવે, દેખે માયિક સુખ એક હાર ।।૯।।

વખાણે તો વખાણે વળી, વિશેષે વૈરાગ્યવંતને ।

નિષ્કુળાનંદ તનસુખ તજી, જે ભજેછે ભગવંતને ।।૧૦।। કડવું ।।૧૦।।