સારસિદ્ધિ કડવું - ૩૩

Submitted by swaminarayanworld on Sun, 07/03/2021 - 5:33pm

સિદ્ધાંત વાત સંત સાચે જાણીજી, મન કર્મ વચને પૂરી પ્રમાણીજી

સુખરૂપ સમજીને ઉરમાંયે આણીજી, એવા સંતની કહું એધાંણીજી ।।૧।।

 ઢાળ - 

એંધાણી કહું એવા સંતની, જેને માયિક સુખ થયાં ઝેર ।।

કામ ક્રોધ લોભ કડવા થયા, થયું વિષય સુખશું વેર ।। ર ।।

જકતનાં સુખ જોઈને, જેને અંતરે થયાં છે અળખામણાં ।।

રૂડાં જાણી નથી રીઝતા, છે અવલ પણ ઇંદ્રામણાં ।। ૩ ।।

તે થોડે ખાધે થોડું દુઃખ છે, ઘણું ખાધે દુઃખ થાય ઘણું ।।

જેમ ચિરોડી ચુનાની ચપટિયે, ગયું ભૂખ દુઃખ તે કિયાતણું ।। ૪ ।।

જેમ શોખે રાખે કોઈ સિંહને, પાળતાં પૂરણ પાપ છે ।।

એમ ભવ સુખને ભોગવતાં, મહા મોટો સંતાપ છે ।। પ ।।

એવું થયું છે અળખામણું, હરિ વિના બીજું હરામ ।।

મુકત આદિ નથી માગતા, એવા સંત છે નિષ્કામ ।। ૬ ।।

વૈરાગ્યે ચિત્ત વાસિત છે, ભકત ભાવે ભર્યું છે ભીતર ।।

ધર્મમાં પણ દઢ મતિ છે, છે જ્ઞાનનું પણ ઘર ।। ૭ ।।

શુભ ગુણ કૈ’યે જે સંતના, તેહ આવી વસ્યા છે ઉરમાં ।।

તેણે કરી જન તને મને, સૂધા વરતે છે સુરમાં ।। ૮ ।।

તેની દષ્ટે તન અભિમાની, ગીડર નર ગમતા નથી ।।

જોઈ સ્વભાવ એ જીવનો, અભાવ રહે છે ઉરથી ।। ૯ ।।

તેશું મન મેળવતાં મળે નહિ, ભેળું ભળતાં પણ ન ભળાય ।।

નિષ્કુળાનંદ તે નોખા રહે, તોય તેલને ન્યાય ।। ૧૦ ।।કડવું ।।૩૩।।