નાના ગ્રાસ લેવત મન ગમતાં

Submitted by swaminarayanworld on Sat, 23/01/2016 - 12:19am

રાગ : કાફી

નાના ગ્રાસ લેવત મન ગમતાં,

નેણાં ભરી જોયા રે હરિ જમતાં - નેણાં૦

ઓઢી ઉપરણી રાખી કાન ઉઘાડા,

શોભાનિધિ ઘણું ગમતા - નેણાં૦

વારે વારે જળ પાન કરત હે,

રમુજ કરીને ઘણું રમતા - નેણાં૦

એ છબી જોવા સારૂ ભવ બ્રહ્માદિક,

ભાવ સહિત કેડે ભમતા - નેણાં૦

દેવાનંદ કહે જન્મ સુફળ કરી,

નિત્ય ચરણોમાં જઇ નમતાં - નેણાં૦

Facebook Comments