ભજ ગોવિંદમ્ भज गोविन्दम् BhajGovindam

Submitted by swaminarayanworld on Sun, 14/02/2010 - 1:53pm

રચયિતા-પરમપૂજ્ય જગદગુરુ શ્રી આદિ શંકરાચાર્યજી

ભજગોવિન્દં ભજગોવિન્દં ગોવિન્દં ભજમૂઢમતે |
સંપ્રાપ્તે સન્નિહિતે કાલે નહિ નહિ રક્ષતિ ડુકૃઞ્કરણે || (૧)
भजगोविन्दं भजगोविन्दं गोविन्दं भजमूढमते |
संप्राप्ते सन्निहिते काले नहि नहि रक्षति डुकृञ्करणे || (१)
bhajagovindaṁ bhajagovindaṁ govindaṁ bhajamūḍhamate |
samprāpte sannihite kāle nahi nahi rakśati ḍukṛñkaraṇe || 1 ||
ઓ મૂર્ખ ! ગોવિન્દને ભજ, ગોવિન્દને જ ભજ ગોવિન્દને જ ભજ. નિર્ધારિત કાળ (મૃત્યુ) આવશે ત્યારે ‘ડુકૃઞ્કરણે’ જેવાં વ્યાકરણનાં સૂત્ર (તારી) રક્ષા કરશે નહિ. ।।૧।।

મૂઢ જહીહિ ધનાગમતૃષ્ણાં કુરુ સદ્બુદ્ધિં મનસિ વિતૃષ્ણામ્ |
યલ્લભસે નિજકર્મોપાત્તં વિત્તં તેન વિનોદય ચિત્તમ્ || (૨)
मूढ जहीहि धनागमतृष्णां कुरु सद्बुद्धिं मनसि वितृष्णाम् |
यल्लभसे निजकर्मोपात्तं वित्तं तेन विनोदय चित्तम्  || (२)
  mūḍha jahīhi dhanāgamatṛṣṇāṁ kuru sadbuddhiṁ manasi vitṛṣṇām |
yallabhase nijakarmopāttaṁ vittaṁ tena vinodaya cittam || 2 ||
હે મૂઢ ! ધનસંચયની લાલસા છોડી દે. તૃષ્ણારહિત થઈને મનમાં સદ્‌બુદ્ધિ (ધારણ) કર, પોતાનાં કર્મ અનુસાર જે કાંઈ મળે છે તેનાથી તારા ચિત્તને પ્રસન્ન રાખ. ।।૨।।

નારીસ્તનભર નાભીદેશં દૃષ્ટ્વા માગામોહાવેશમ્ |
એતન્માંસાવસાદિ વિકારં મનસિ વિચિન્તય વારં વારમ્ || (૩)
नारीस्तनभर नाभीदेशं दृष्ट्वा मागामोहावेशम् |
एतन्मांसावसादि विकारं मनसि विचिन्तय वारं वारम् || (३)
nārīstanabhara nābhīdeśaṁ dṛṣṭvā māgāmohāveśam |
etanmāṁsāvasādi vikāraṁ manasi vicintaya vāraṁ vāram || 3 ||
નારીનાં મદભર વક્ષઃસ્થળ તથા નાભિપ્રદેશ જોઈને મોહના આવેશમાં ન આવી જા. આ (તો) માંસ, ચરબી આદિનો વિકાર (માત્ર છે એમ) મનમાં વારંવાર વિચાર કર. ।।૩।।

નલિનીદલગત જલમતિતરલં તદ્વજ્જીવિતમતિશયચપલમ્ |
વિદ્ધિ વ્યાધ્યભિમાનગ્રસ્તં લોકં શોકહતં ચ સમસ્તમ્ || (૪)
नलिनीदलगत जलमतितरलं तद्वज्जीवितमतिशयचपलम् |
विद्धि व्याध्यभिमानग्रस्तं लोकं शोकहतं च समस्तम् || (४)
nalinīdalagata jalamatitaralaṁ tadvajjīvitamatiśayacapalam |
viddhi vyādhyabhimānagrastaṁ lokaṁ śokahataṁ ca samastam || 4 ||
કમળપત્ર પર રમતું જળબિંદુ જેમ અત્યંત ચંચળ (હોય છે) તેમ જીવન (પણ) અતિશય અસ્થિર છે. રોગ અને અભિમાનથી ઘેરાયેલ (આ) સમસ્ત સંસાર શોકગ્રસ્ત છે (તે તું) જાણ.।।૪।।

યાવદ્વિત્તોપાર્જન સક્તઃ સ્તાવન્નિજ પરિવારો રક્તઃ|
પશ્ચાજ્જીવતિ જર્જર દેહે વાર્તાં કોઽપિ ન પૃચ્છતિ ગેહે || (૫)
यावद्वित्तोपार्जन सक्तः स्तावन्निज परिवारो रक्तः .
पश्चाज्जीवति जर्जर देहे वार्तां कोऽपि न पृच्छति गेहे || (५)
  yāvadvittopārjana saktaḥ stāvannija parivāro raktaḥ |
paścājjīvati jarjara dehe vārtāṁ ko'pi na pṛcchati gehe || 5 ||
માનવી જ્યાં સુધી ધન કમાવામાં લાગેલો છે (કમાવાની શક્તિ છે) ત્યાં સુધી તેનો પરિવાર તેને વળગેલો (આસક્ત રહે છે.) પછીથી જ્યારે દેહ જીર્ણ થાય છે ત્યારે ઘરમાં કોઈ તેનો ભાવ પૂછતું નથી. ।।૫।।

યાવત્પવનો નિવસતિ દેહે તાવત્પૃચ્છતિ કુશલં ગેહે |
ગતવતિ વાયૌ દેહાપાયે ભાર્યા બિભ્યતિ તસ્મિન્કાયે || (૬)
यावत्पवनो निवसति देहे तावत्पृच्छति कुशलं गेहे |
गतवति वायौ देहापाये भार्या बिभ्यति तस्मिन्काये || (६)
yāvatpavano nivasati dehe tāvatpṛcchati kuśalaṁ gehe |
gatavati vāyau dehāpāye bhāryā bibhyati tasminkāye || 6 ||
જ્યાં સુધી શરીરમાં પ્રાણ રહે છે ત્યાં સુધી (જ) ઘરમાં (સૌ) કુશળતા પૂછે છે. જ્યારે (શરીરમાંથી) પ્રાણ ચાલ્યા જાય છે અને શરીર વિકૃત થાય છે (ત્યારે) પત્ની (પણ) તે શરીરથી ડરે છે. ।।૬।।

બાલસ્તાવત્ક્રીડાસક્તઃ તરુણસ્તાવત્તરુણીસક્તઃ |
વૃદ્ધસ્તાવચ્ચિન્તાસક્તઃ પરે બ્રહ્મણિ કોઽપિ ન સક્તઃ || (૭)
बालस्तावत्क्रीडासक्तः तरुणस्तावत्तरुणीसक्तः |
वृद्धस्तावच्चिन्तासक्तः परे ब्रह्मणि कोऽपि न सक्तः || (७)
bālastāvatkrīḍāsaktaḥ taruṇastāvattaruṇīsaktaḥ |
vṛddhastāvaccintāsaktaḥ pare brahmaṇi ko'pi na saktaḥ || 7  ||
બાળક (હોય) ત્યાં સુધી (મનુષ્ય) રમતમાં આસક્ત (રહે છે), યુવાન (હોય) ત્યારે યુવતીમાં આસક્ત (હોય છે) (અને) વૃદ્ધ (થાય) ત્યારે ચિંતામગ્ન રહે છે. (પરંતુ) પરબ્રહ્મમાં કોઈ પણ આસક્ત થતું નથી. ।।૭।।

કાતે કાન્તા કસ્તે પુત્રઃ સંસારોઽયમતીવ વિચિત્રઃ |
કસ્ય ત્વં કઃ કુત આયાતઃ તત્ત્વં ચિન્તય તદિહ ભ્રાતઃ || (૮)
काते कान्ता कस्ते पुत्रः संसारोऽयमतीव विचित्रः |
कस्य त्वं कः कुत आयातः तत्त्वं चिन्तय तदिह भ्रातः || (८)
kāte kāntā kaste putraḥ saṁsāro'yamatīva vicitraḥ |
kasya tvaṁ kaḥ kuta āyātaḥ tattvaṁ cintaya tadiha bhrātaḥ || 8 ||
કોણ તારી પત્ની છે ? કોણ તારો પુત્ર છે ? આ સંસાર ઘણો જ વિચિત્ર છે. તુ કોનો છે ? ક્યાંથી આવ્યો છે ? હે ભાઈ ! તે તત્ત્વનો અહીં (આ જન્મમાં) વિચાર કર. ।।૮।।

સત્સઙ્ગત્વે નિસ્સ્ઙ્ગત્વં નિસ્સઙ્ગત્વે નિર્મોહત્વમ્ |
નિર્મોહત્વે નિશ્ચલતત્ત્વં નિશ્ચલતત્ત્વે જીવન્મુક્તિઃ || (૯)
सत्सङ्गत्वे निस्स्ङ्गत्वं निस्सङ्गत्वे निर्मोहत्वम् |
निर्मोहत्वे निश्चलतत्त्वं निश्चलतत्त्वे जीवन्मुक्तिः || (९)
satsaṇgatve nissṇgatvaṁ nissaṇgatve nirmohatvam |
nirmohatve niścalatattvaṁ niścalatattve jīvanmuktiḥ || 9 ||
સત્સંગથી નિઃસંગતા, નિઃસંગતાથી નિર્મોહતા, નિર્મોહતાથી નીશ્ચળ સત્ય (અને) નિશ્ચળ સત્ય (ના જ્ઞાન) થી જીવનમુક્તિ (પ્રાપ્ત થાય છે). ।।૯।।

વયસિગતે કઃ કામવિકારઃ શુષ્કે નીરે કઃ કાસારઃ |.
ક્ષીણેવિત્તે કઃ પરિવારઃ જ્ઞાતે તત્ત્વે કઃ સંસારઃ || (૧૦)
वयसिगते कः कामविकारः शुष्के नीरे कः कासारः |.
क्षीणेवित्ते कः परिवारः ज्ञाते तत्त्वे कः संसारः || (१०)
vayasigate kaḥ kāmavikāraḥ śuṣke nīre kaḥ kāsāraḥ |
kśīṇevitte kaḥ parivāraḥ jñāte tattve kaḥ saṁsāraḥ || 10  ||
યુવાની જતી રહેતાં કામવિકાર કેવો ? જળ સુકાઈ જાય પછી જળાશય કેવું ? ધન ઓછું થતાં પરિવાર કેવો ? તત્ત્વનું જ્ઞાન થયા પછી સંસાર કેવો ? (અર્થાત્‌ તત્ત્વનું જ્ઞાન થયા પછી સંસાર ટકી શકે નહિ.) ।।૧૦।।

મા કુરુ ધન જન યૌવન ગર્વં હરતિ નિમેષાત્કાલઃ સર્વમ્ |
માયામયમિદમખિલં હિત્વા બ્રહ્મપદં ત્વં પ્રવિશ વિદિત્વા || (૧૧)
मा कुरु धन जन यौवन गर्वं हरति निमेषात्कालः सर्वम् |
मायामयमिदमखिलं हित्वा ब्रह्मपदं त्वं प्रविश विदित्वा || (११)
mā kuru dhana jana yauvana garvaṁ harati nimeṣātkālaḥ sarvam |
māyāmayamidamakhilaṁ hitvā brahmapadaṁ tvaṁ praviśa viditvā || 11 ||
ધન, સ્વજન, (કે) યુવાનીનો ગર્વ ન કર. (કારણ કે) કાળ ક્ષણમાં એ બધાંને હરી લે છે. આ સઘળું માયામય છે એમ જાણ અને બ્રહ્મને જાણીને બ્રહ્મપદ (બ્રાહ્મીસ્થિતિ) પ્રાપ્ત કર. ।।૧૧।।

દિનયામિન્યૌ સાયં પ્રાતઃ શિશિરવસન્તૌ પુનરાયાતઃ |
કાલઃ ક્રીડતિ ગચ્છત્યાયુઃ તદપિ ન મુઞ્ચત્યાશાવાયુઃ || (૧૨)
दिनयामिन्यौ सायं प्रातः शिशिरवसन्तौ पुनरायातः |
कालः क्रीडति गच्छत्यायुः तदपि न मुञ्चत्याशावायुः || (१२)
dinayāminyau sāyaṁ prātaḥ śiśiravasantau punarāyātaḥ |
kālaḥ krīḍati gacchatyāyuḥ tadapi na muñcatyāśāvāyuḥ || 12  ||
દિવસ અને રાત્રિ, સાંજ અને સવાર, શિશિર અને વસંત ફરી ફરીને આવે છે (અને જાય છે). કાળ ક્રીડા કરે છે (અને) આયુષ્ય ક્ષીણ થતું જાય છે તો પણ આશારૂપી વાયુ (મનુષ્યને) છોડતો નથી. ।।૧૨।।

દ્વાદશમઞ્જરિકાભિરશેષઃ કથિતો વૈયાકરણસ્યૈષઃ |
ઉપદેશો ભૂદ્વિદ્યાનિપુણૈઃ શ્રીમચ્છન્કરભગવચ્છરણૈઃ || (૧૨ અ.)
द्वादशमञ्जरिकाभिरशेषः कथितो वैयाकरणस्यैषः |
उपदेशो भूद्विद्यानिपुणैः श्रीमच्छन्करभगवच्छरणैः || (१२ अ.)
dvādaśamañjarikābhiraśeṣaḥ kathito vaiyākaraṇasyaiṣaḥ |
upadeśo bhūdvidyānipuṇaiḥ śrīmacchankarabhagavaccharaṇariḥ || 12 a ||

કાતે કાન્તા ધન ગતચિન્તા વાતુલ કિં તવ નાસ્તિ નિયન્તા |
ત્રિજગતિ સજ્જનસં ગતિરૈકા ભવતિ ભવાર્ણવતરણે નૌકા || (૧૩)
काते कान्ता धन गतचिन्ता वातुल किं तव नास्ति नियन्ता |
त्रिजगति सज्जनसं गतिरैका भवति भवार्णवतरणे नौका || (१३)
kāte kāntā dhana gatacintā vātula kiṁ tava nāsti niyantā |
trijagati sajjanasaṁ gatiraikā bhavati bhavārṇavataraṇe naukā || 13  ||
હે વ્યાકુળ મનુષ્ય ! તારી પત્ની, ધન (વગેરે) માટે ચિંતા શા માટે (કરે છે) ? શું તારો (કોઈ) નિયંતા નથી ? ત્રણે લોકમાં સત્સંગ (જ) ભવસાગર તરવા માટેની એક (માત્ર) નૌકા છે. ।।૧૩।।

જટિલો મુણ્ડી લુઞ્છિતકેશઃ કાષાયામ્બરબહુકૃતવેષઃ |
પશ્યન્નપિ ચન પશ્યતિ મૂઢઃ ઉદરનિમિત્તં બહુકૃતવેષઃ || (૧૪)
जटिलो मुण्डी लुञ्छितकेशः काषायाम्बरबहुकृतवेषः |
पश्यन्नपि चन पश्यति मूढः उदरनिमित्तं बहुकृतवेषः || (१४)
jaṭilo muṇḍī luñchitakeśaḥ kāṣāyāmbarabahukṛtaveṣaḥ |
paśyannapi cana paśyati mūḍhaḥ udaranimittaṁ bahukṛtaveṣaḥ || 14 ||
(કોઈ સાધુ) જટાધારી, (કોઈ) માથું મુંડાવેલો, (કોઈ) ચૂંટીને માથાના વાળ જેણે કાઢી નાખ્યા છે તેવો (તો વળી કોઈ) ભગવાં વસ્ત્રધારી-પેટને ખાતર (દરેકે) અવનવા વેશ ધારણ કરેલ છે. (એ) મૂઢ (સત્યને) જોતો હોવા છતાં પણ જોતો નથી. ।।૧૪।।

અઙ્ગં ગલિતં પલિતં મુણ્ડં દશનવિહીનં જતં તુણ્ડમ્ |
વૃદ્ધો યાતિ ગૃહીત્વા દણ્ડં તદપિ ન મુઞ્ચત્યાશાપિણ્ડમ્ || (૧૫)
अङ्गं गलितं पलितं मुण्डं दशनविहीनं जतं तुण्डम् |
वृद्धो याति गृहीत्वा दण्डं तदपि न मुञ्चत्याशापिण्डम् || (१५)
aṇgaṁ galitaṁ palitaṁ muṇḍaṁ daśanavihīnaṁ jataṁ tuṇḍam |
vṛiddho yāti gṛihītvā daṇḍaṁ tadapi na muñcatyāśāpiṇḍam || 15 ||
(જેનું) શરીર ગળી ગયેલું છે, માથે પળિયાં આવી ગયાં છે, (અને) મોઢું બોખું થઈ ગયું છે (તેવો) વૃદ્ધ લાકડી લઈને હરેફરે છે, તો પણ આશાઓના સમૂહને તે છોડતો નથી. ।।૧૫।।

અગ્રે વહ્નિઃ પૃષ્ઠેભાનુઃ રાત્રૌ ચુબુકસમર્પિતજાનુઃ |
કરતલભિક્ષસ્તરુતલવાસઃ તદપિ ન મુઞ્ચત્યાશાપાશઃ || (૧૬)
अग्रे वह्निः पृष्ठेभानुः रात्रौ चुबुकसमर्पितजानुः |
करतलभिक्षस्तरुतलवासः तदपि न मुञ्चत्याशापाशः || (१६)
agre vahniḥ pṛṣṭhebhānuḥ rātrau cubukasamarpitajānuḥ |
karatalabhikśastarutalavāsaḥ tadapi na muñcatyāśāpāśaḥ || 16 ||
(રાત્રે) આગળ અગ્નિ છે (અને) (દિવસે) પાછળ સૂર્ય છે, (તથા) રાત્રે ટૂંટિયું વાળે છે, હથેળીમાં ભિક્ષા ગ્રહણ કરે છે, વૃક્ષ હેઠળ વાસ છે (તેમ) છતાં પણ આશાપાશ તેને છોડતો નથી. ।।૧૬।।

કુરુતે ગઙ્ગાસાગરગમનં વ્રતપરિપાલનમથવા દાનમ્ |
જ્ઞાનવિહિનઃ સર્વમતેન મુક્તિં ન ભજતિ જન્મશતેન || (૧૭)
कुरुते गङ्गासागरगमनं व्रतपरिपालनमथवा दानम् |
ज्ञानविहिनः सर्वमतेन मुक्तिं न भजति जन्मशतेन || (१७)
  kurute gaṅgāsāgaragamanaṁ vrataparipālanamathavā dānam |
jñānavihinaḥ sarvamatena muktiṁ na bhajati janmaśatena || 17 ||
(કોઈ) ગંગાસાગરની યાત્રા કરે છે, (કોઈ) વ્રતોનું પાલન, (તો કોઈ વળી) દાન (કરે છે). (પરંતુ) આત્મજ્ઞાન વગર સો જન્મમાં પણ મુક્તિ મળતી નથી એવો સર્વ (આચાર્યોનો) મત છે. ।।૧૭।।

સુર મંદિર તરુ મૂલ નિવાસઃ શય્યા ભૂતલ મજિનં વાસઃ |
સર્વ પરિગ્રહ ભોગ ત્યાગઃ કસ્ય સુખં ન કરોતિ વિરાગઃ || (૧૮)
सुर मंदिर तरु मूल निवासः शय्या भूतल मजिनं वासः |
सर्व परिग्रह भोग त्यागः कस्य सुखं न करोति विरागः || (१८)
sura mandira taru mūla nivāsaḥ śayyā bhūtala majinaṁ vāsaḥ |
sarva parigraha bhoga tyāgaḥ kasya sukhaṁ na karoti virāgaḥ || 18 ||
મંદિરમાં કોઈ વૃક્ષ નીચે નિવાસ, ખુલ્લી જમીન ઉપર પથારી, (મૃગ) ચર્મનું વસ્ત્ર (અને આ રીતે) સર્વ સંગ્રહ અને ભોગનો ત્યાગ; (આવો) વૈરાગ્ય કોને સુખ આપતો નથી ? ।।૧૮।।

યોગરતો વાભોગરતો વા સઙ્ગરતો વા સઙ્ગવિહીનઃ |
યસ્ય બ્રહ્મણિ રમતે ચિત્તં નન્દતિ નન્દતિ નન્દત્યેવ || (૧૯)
योगरतो वाभोगरतो वा सङ्गरतो वा सङ्गविहीनः |
यस्य ब्रह्मणि रमते चित्तं नन्दति नन्दति नन्दत्येव || (१९)
yogarato vābhogaratovā saṇgarato vā saṇgavīhinaḥ |
yasya brahmaṇi ramate cittaṁ nandati nandati nandatyeva || 19 ||
(જ્ઞાની પુરુષ) યોગમાં રત (હોય) અથવા ભોગમાં રાચતો (હોય), (કોઈનો) સંગને માણતો (હોય) કે પછી એકાંતમાં (હોય); જેનું ચિત્ત બ્રહ્મમાં રાચે છે તે આનંદ માણે છે, તે આનંદ માણે છે; (ખરેખર) તેજ આનંદ માણે છે. ।।૧૯।।

ભગવદ્ ગીતા કિઞ્ચિદધીતા ગઙ્ગા જલલવ કણિકાપીતા |
સકૃદપિ યેન મુરારિ સમર્ચા ક્રિયતે તસ્ય યમેન ન ચર્ચા || (૨૦)
भगवद् गीता किञ्चिदधीता गङ्गा जललव कणिकापीता |
सकृदपि येन मुरारि समर्चा क्रियते तस्य यमेन न चर्चा || (२०)
bhagavad gītā kiñcidadhītā gaṇgā jalalava kaṇikāpītā |
sakṛdapi yena murāri samarcā kriyate tasya yamena na carcā || 20 ||
(જેણે) ભગવદ્‌ગીતાનો સહેજ પણ અભ્યાસ કર્યો છે, (જેણે) ગંગાજળનું એક ટીપું પણ પીધું છે, જેણે ભગવાનની અર્ચના એકવાર પણ કરી છે તેનું યમરાજા (કદી) નામ લેતા નથી. ।।૨૦।।

પુનરપિ જનનં પુનરપિ મરણં પુનરપિ જનની જઠરે શયનમ્ |
ઇહ સંસારે બહુદુસ્તારે કૃપયાઽપારે પાહિ મુરારે || (૨૧)
पुनरपि जननं पुनरपि मरणं पुनरपि जननी जठरे शयनम् |
इह संसारे बहुदुस्तारे कृपयाऽपारे पाहि मुरारे || (२१)
  punarapi jananaṁ punarapi maraṇaṁ punarapi jananī jaṭhare śayanam |
iha saṁsāre bahudustāre kṛpayā'pāre pāhi murāre ||21 ||
ફરીથી જન્મ, ફરીથી મરણ (અને) ફરીથી પાછું માતાના ઉદરમાં શયન આ અત્યંત દુસ્તર, અપાર સંસારમાં હે મુરારિ ! કૃપા કરી (આપ) મારું રક્ષણ કરો. ।।૨૧।।

રથ્યા ચર્પટ વિરચિત કન્થઃ પુણ્યાપુણ્ય વિવર્જિત પન્થઃ |
યોગી યોગનિયોજિત ચિત્તો રમતે બાલોન્મત્તવદેવ || (૨૨)
रथ्या चर्पट विरचित कन्थः पुण्यापुण्य विवर्जित पन्थः |
योगी योगनियोजित चित्तो रमते बालोन्मत्तवदेव || (२२)
rathyā carpaṭa viracita kanthaḥ puṇyāpuṇya vivarjita panthaḥ |
yogī yoganiyojita citto ramate bālonmattavadeva || 22 ||
જેણે શેરીમાં પડેલા ચીંથરાની બનાવેલી ગોદડી પહેરી છે, પુણ્ય અને પાપની પરવા વગર જે જીવે છે, યોગમાં જેનું ચિત્ત સંપૂર્ણપણે જોડાયેલું છે (તે) બાળક અથવા (કોઈ) પાગલની જેમ ક્રીડા કરે છે. ।।૨૨।।

કસ્ત્વં કોઽહં કુત આયાતઃ કા મે જનની કો મે તાતઃ |
ઇતિ પરિભાવય સર્વમસારમ્ વિશ્વં ત્યક્ત્વા સ્વપ્ન વિચારમ્ || (૨૩)
कस्त्वं कोऽहं कुत आयातः का मे जननी को मे तातः |
इति परिभावय सर्वमसारम् विश्वं त्यक्त्वा स्वप्न विचारम्  || (२३)
kastvaṁ ko'haṁ kuta āyātaḥ kā me jananī ko me tātaḥ |
iti paribhāvaya sarvamasāram viśvaṁ tyaktvā svapna vicāram || 23 ||
તું કોણ (છે) ? હું કોણ (છું) ? (હું) ક્યાંથી આવ્યો ? મારી માતા કોણ ? મારા પિતા કોણ ? સમસ્ત અસાર, કલ્પનાજન્ય જગતને છોડીને આ પ્રમાણે વિચાર કર. ।।૨૩।।

ત્વયિ મયિ ચાન્યત્રૈકો વિષ્ણુઃ વ્યર્થં કુપ્યસિ મય્યસહિષ્ણુઃ |
ભવ સમચિત્તઃ સર્વત્ર ત્વં વાઞ્છસ્યચિરાદ્યદિ વિષ્ણુત્વમ્ || (૨૪)
त्वयि मयि चान्यत्रैको विष्णुः व्यर्थं कुप्यसि मय्यसहिष्णुः |
भव समचित्तः सर्वत्र त्वं वाञ्छस्यचिराद्यदि विष्णुत्वम् || (२४)
 tvayi mayi cānyatraiko viṣṇuḥ vyarthaṁ kupyasi mayyasahiṣṇuḥ |
bhava samacittaḥ sarvatra tvaṁ vāñchasyacirādyadi viṣṇutvam || 24 ||
તારામાં, મારામાં અને બીજે બધે (પણ) એક જ ઈશ્વર (છે.) અસહિષ્ણુ (એવો તું) નકામો મારી સાથે ગુસ્સે થાય છે. જો (તું) તુરંત વિષ્ણુત્વ ઈચ્છતો હોય તો સર્વ સંજોગોમાં સમતાવાળો થા. ।।૨૪।।

શત્રૌ મિત્રે પુત્રે બન્ધૌ મા કુરુ યત્નં વિગ્રહસન્ધૌ |
સર્વસ્મિન્નપિ પશ્યાત્માનં સર્વત્રોત્સૃજ ભેદાજ્ઞાનમ્ || (૨૫)
शत्रौ मित्रे पुत्रे बन्धौ मा कुरु यत्नं विग्रहसन्धौ |
सर्वस्मिन्नपि पश्यात्मानं सर्वत्रोत्सृज भेदाज्ञानम् || (२५)
śatrau mitre putre bandhau mā kuru yatnaṁ vigrahasandhau |
sarvasminnapi paśyātmānaṁ sarvatrotsṛja bhedājñānam || 25 ||
શત્રુ, મિત્ર, પુત્ર કે બંધુમાં ઝઘડો કે મૈત્રી (કરાવવા) માટે પ્રયત્ન ન કર. સર્વમાં આત્માનું દર્શન કર. સર્વત્ર ભેદદર્શનરૂપી અજ્ઞાનનો ત્યાગ કર. ।।૨૫।।

કામં ક્રોધં લોભં મોહં ત્યક્ત્વાઽત્માનં ભાવય કોઽહમ્ |
આત્મજ્ઞાન વિહીના મૂઢાઃ તે પચ્યન્તે નરકનિગૂઢાઃ || (૨૬)
कामं क्रोधं लोभं मोहं त्यक्त्वाऽत्मानं भावय कोऽहम् |
आत्मज्ञान विहीना मूढाः ते पच्यन्ते नरकनिगूढाः || (२६)
kāmaṁ krodhaṁ lobhaṁ mohaṁ tyaktvā'tmānaṁ bhāvaya ko'ham |
ātmajñāna vihīnā mūḍhāḥ te pacyante narakanigūḍhāḥ || 26 ||
કામ, ક્રોધ, લોભ, મોહ ત્યાગીને (સાધક) આત્માને ‘હું તે છું’ એમ જુએ છે. (જેમને) આ પ્રમાણે આત્મજ્ઞાન થયું નથી તે મૂઢ લોકો નરકમાં ડૂબીને ત્રાસ સહન કરે છે. ।।૨૬।।

ગેયં ગીતા નામ સહસ્રં ધ્યેયં શ્રીપતિ રૂપમજસ્રમ્ |
નેયં સજ્જન સઙ્ગે ચિત્તં દેયં દીનજનાય ચ વિત્તમ્ || (૨૭)
गेयं गीता नाम सहस्रं ध्येयं श्रीपति रूपमजस्रम् |
नेयं सज्जन सङ्गे चित्तं देयं दीनजनाय च वित्तम् || (२७)
geyaṁ gītā nāma sahasraṁ dhyeyaṁ śrīpati rūpamajasram |
neyaṁ sajjana saṇge cittaṁ deyaṁ dīnajanāya ca vittam || 27 ||
ગીતા અને સહસ્રનામનો (પાઠ) કરવો જોઈએ, લક્ષ્મીપતિનું ધ્યાન કરવું જોઈએ, (મનને) સજ્જનોના સંગમાં દોરવું જોઈએ અને ગરીબોને ધન આપવું જોઈએ. ।।૨૭।।

સુખતઃ ક્રિયતે રામાભોગઃ પશ્ચાદ્ધન્ત શરીરે રોગઃ |
યદ્યપિ લોકે મરણં શરણં તદપિ ન મુઞ્ચતિ પાપાચરણમ્ || (૨૮)
सुखतः क्रियते रामाभोगः पश्चाद्धन्त शरीरे रोगः |
यद्यपि लोके मरणं शरणं तदपि न मुञ्चति पापाचरणम् || (२८)
sukhataḥ kriyate rāmābhogaḥ paścāddhanta śarīre rogaḥ |
yadyapi loke maraṇaṁ śaraṇaṁ tadapi na muñcati pāpācaraṇam || 28 ||
(મનુષ્ય) સુખેથી સ્ત્રીસંગ કરે છે (પણ) અરે રે! પછીથી શરીરમાં રોગ થાય છે. જો કે જગતમાં મરણ (એજ) (જીવનનો) અંત છે છતાં પણ (તે) પાપાચારને છોડતો નથી. ।।૨૮।।

અર્થમનર્થં ભાવય નિત્યં નાસ્તિતતઃ સુખલેશઃ સત્યમ્ |
પુત્રાદપિ ધન ભાજાં ભીતિઃ સર્વત્રૈષા વિહિઆ રીતિઃ || (૨૯)
अर्थमनर्थं भावय नित्यं नास्तिततः सुखलेशः सत्यम् |
पुत्रादपि धन भाजां भीतिः सर्वत्रैषा विहिआ रीतिः || (२९)
arthamanarthaṁ bhāvaya nityaṁ nāstitataḥ sukhaleśaḥ satyam |
putrādapi dhana bhājāṁ bhītiḥ sarvatraiṣā vihiā rītiḥ || 29 ||
ધન અનર્થકારી છે, (એમ) હંમેશા વિચાર કર. ખરું જોતાં તેમાંથી જરા પણ સુખ (મળતું) નથી. ધનવાન લોકોને (પોતાના) પુત્રથી પણ ભય (રહે છે) આ રીત સર્વત્ર જાણીતી છે. ।।૨૯।।

પ્રાણાયામં પ્રત્યાહારં નિત્યાનિત્ય વિવેકવિચારમ્ |
જાપ્યસમેત સમાધિવિધાનં કુર્વવધાનં મહદવધાનમ્ || (૩૦)
प्राणायामं प्रत्याहारं नित्यानित्य विवेकविचारम् |
जाप्यसमेत समाधिविधानं कुर्ववधानं महदवधानम् || (३०)
prāṇāyāmaṁ pratyāhāraṁ nityānitya vivekavicāram |
jāpyasameta samādhividhānaṁ kurvavadhānaṁ mahadavadhānam || 30 ||
પ્રાણાયામ, પ્રત્યાહાર, નિત્ય અને અનિત્ય વસ્તુ વિશે વિવેકરૂપી વિચાર, જપ અને (વળી) સમાધિ; (આ બધુ) કાળજીપૂર્વક કર, ખૂબ કાળજીપૂર્વક (કર.)।।૩૦।।

ગુરુચરણામ્બુજ નિર્ભર ભકતઃ સંસારાદચિરાદ્ભવ મુક્તઃ |
સેન્દ્રિયમાનસ નિયમાદેવં દ્રક્ષ્યસિ નિજ હૃદયસ્થં દેવમ્ || (૩૧)
गुरुचरणाम्बुज निर्भर भकतः संसारादचिराद्भव मुक्तः |
सेन्द्रियमानस नियमादेवं द्रक्ष्यसि निज हृदयस्थं देवम् || (३१)
gurucaraṇāmbuja nirbhara bhakataḥ saṁsārādacirādbhava muktaḥ |
sendriyamānasa niyamādevaṁ drakśyasi nija hṛdayasthaṁ devam || 31 ||
ગુરુદેવનાં ચરણારવિંદનો આશ્રિત ભક્ત (થઈને) સંસારમાંથી તત્ક્ષણ મુક્ત થા. આ રીતે ઈન્દ્રિયો અને મનના સંયમ દ્વારા (તું) પોતાના હૃદયમાં બિરાજતા (આત્મ) દેવનાં દર્શન કરીશ. ।।૩૧।।

 મૂઢઃ કશ્ચન વૈયાકરણો ડુકૃઞ્કરણાધ્યયન ધુરિણઃ |
શ્રીમચ્છમ્કર ભગવચ્છિષ્યૈ બોધિત આસિચ્છોધિતકરણઃ || (૩૨)
मूढः कश्चन वैयाकरणो डुकृञ्करणाध्ययन धुरिणः |
श्रीमच्छम्कर भगवच्छिष्यै बोधित आसिच्छोधितकरणः || (३२)
mūḍhaḥ kaścana vaiyākaraṇo ḍukṛñkaraṇādhyayana dhuriṇaḥ |
śrīmacchamkara bhagavacchiṣyai bodhita āsicchodhitakaraṇaḥ || 32 ||

ભજગોવિન્દં ભજગોવિન્દં ગોવિન્દં ભજમૂઢમતે |
નામસ્મરણાદન્યમુપાયં નહિ પશ્યામો ભવતરણે || (૩૩)
भजगोविन्दं भजगोविन्दं गोविन्दं भजमूढमते |
नामस्मरणादन्यमुपायं नहि पश्यामो भवतरणे || (३३)
bhajagovindaṁ bhajagovindaṁ govindaṁ bhajamūḍhamate |
nāmasmaraṇādanyamupāyaṁ nahi paśyāmo bhavataraṇe || 33 ||

ઓ મૂર્ખ ! ગોવિન્દને ભજ, ગોવિન્દને જ ભજ ગોવિન્દને જ ભજ. ભગવાનનાં નામ સ્મરાણ સિવાય જન્મ મરણ રૂપી ભવસાગર તરવાની બીજી કોઈ રીતે નથી. ।।૩૩।।

Facebook Comments