મંત્ર (૮૫) ૐ શ્રી ષડુર્મિવિજયક્ષમાય નમઃ

Submitted by swaminarayanworld on Wed, 02/03/2016 - 9:21pm

મંત્ર (૮૫) ૐ શ્રી ષડુર્મિવિજયક્ષમાય નમઃ

શતાનંદસ્વામી કહે છે, “હે પ્રભુ ! તમે છ ઉર્મીને જીતનારા છો. છ ઉર્મી એટલે શું ! સુખ-દુઃખ, ભુખ-તરસ, માન-અપમાન આ છ ઉર્મીને જીતનારા છો. રાગ દ્વેષથી પર છો, ભગવાન સર્વકાળે સર્વસ્થળે સદાય સુખી જ છે, અદંરથી સુખ જ મળે છે, ગમે તેવી પરિસ્થિતિ થાય છતાં પ્રભુને દ્વંદ્વ નડતાં નથી.

ગમે તેવી પરિસ્થિતિ પ્રતિકૂળ આવે તો પણ પ્રભુને દુઃખ કે શોક થતો નથી. ભગવાન શ્રીકૃષ્ણના દેખતાં છપ્પન કરોડ યાદવો અરસ-પરસ લડીને મૃત્યુ પામ્યા, છતાંય જરાય દુઃખ કે શોક ન થયો. એવા ભગવાન છ ઉર્મી રહિત છે. ભુખ તરસને પણ જીતનારા છે, વનમાં નીલકંઠ વર્ણીને અન્ન જળ મળતું નહિ, છતાંય દુઃખ એને ચલાયમાન કરી શક્યાં નહિ. ગમે તેવી વિપત્તિ કે આપત્તિ આવે, અપમાન થાય છતાંય ભગવાનના મુખ પર સદાય આનંદ જ હોય, અમદાવાદના પેશ્વાએ કેટલું અપમાન કર્યું ! અસુરોએ આણંદમાં કેટલો ઉપદ્રવ કર્યો છતાંય પ્રભુની એ જ સ્થિતિ, જરાય શોક નહિં. દુ:ખમાં ખેદ થતો નથી, સુખમાં હર્ષ થતો નથી, સદાય સંતુષ્ટ અને સદાય આનંદચિત્તમાં પ્રસન્ન રહે છે.

-: આત્મામાંથી આનંદ પ્રગટે છે :-

જેને અંદરથી સુખ મળે તે ભગવાન અને જેને બહારથી સુખ મેળવવાનું હોય તે જીવ. આનંદ આત્મામાંથી પ્રગટે છે, કોઈ ભૌતિક વિપત્તિ આવે, કોઈ માનસિક વિપત્તિ આવે, ગમે તેવી વિકટ પરિસ્થિતિ આવે છતાંય પ્રભુનું ચિત્ત પ્રસન્ન જ હોય, જરાય ક્ષોભ નહિ ઉધ્વેગ નહિ. ભગવાન એવા વ્યક્તિત્વ છે, રાજ્ય અભિષેકની તૈયારી થાય છે, દુંદુભિ નગારાનો ઘોષ થાય છે, અયોધ્યા આખું ધજા પતાકાથી શણગાર્યું છે.

બ્રાહ્મણો મંત્રોચ્ચારની તૈયારીઓ કરે છે, રાજ્ય અભિષેકની તૈયારી થાય ત્યારે, આવા સમયે કૈકેયીએ વનવાસ જવાની વાત કરી, છતાં ભગવાનને કાંઈ ન થયું. રાજ્ય અભિષેકની તૈયારીમાં ભગવાનના મુખની આકૃત્તિ જેવી પ્રસન્ન છે તેવી ને તેવી વનવાસની તૈયારી વખતે પ્રસન્ન અને આનંદ છે. પ્રભુ જાણે કે સંસાર છે તે પરિવર્તનશીલ છે. જીવન સરકતું જાય એનું નામ સંસાર. જીવને ઉત્પન્ન કરવામાં મોહ નહિ, પાવન કરવામાં અહકં સાર નહિ અને વિનાશમાં વિષાદ નહિ. શ્રીકૃષ્ણ ભગવાનના જીવનમાં જુવો આખો યદુવંશ, છપ્પન કરોડ યાદવો પ્રભુનો પરિવાર છે એ યદવુશં ઝૂમતું ઝૂમતું લડતું લડતું વિદાય થાય છે, ત્યારે ભગવાનને જરાય ક્ષોભ નહિ. સોનાની દ્વારિકામાં હતા જેવા આનંદથી રહેતા તેવી ને તેવી જ મુખાકૃતિ યદુવંશના નાશને સમયે છે, જરાય ક્ષોભ નથી કારણકે પ્રભુ જાણે છે.

જો દિખાતા હૈ વો સદા ટીકતા નહિ, મોહ સકલ વ્યાધિ કર મુલા, તાતે ઉપજે પુનિ ભવ સુલા

મોહ-માયની જાળ બહુ ગૂંચાયેલી છે, શ્રીકૃષ્ણ ભગવાનના જીવનમાં, શ્રી રામચંદ્રજીના જીવનમાં, ભગવાન સ્વામિનારાયણના જીવનમાં, ભગવાન બુધ્ધના જીવનમાં, જ્ઞાનવાન, બ્રહ્મવેતા, સંતના જીવનમાં જુવો તો ઉત્પત્તિમાં મોહ નહિ, પાલનમાં અહંકાર નહિ, વિનાશમાં વિષાદ નહિ.

નેનપુરના દેવજી ભગતના એકના એક દીકરાનું મૃત્યુ થયું છતાં તેમાં કોઈ વિષાદ નહિ, મોહ નહિ, હર્ષ કે શોક નહિ, રાજા જનકના દીકરાનું મૃત્યુ થયું, પર્વતભાઈના દીકરાનું મૃત્યુ થયું, છતાં કોઈ ક્ષોભ નહિ, દુઃખ નહિ, શું આ બધા ભકતોને પુત્ર પ્રત્યે વાત્સલ્ય ભાવ નથી, શું પથ્થર જેવું હૈયું છે ! ના..... ના..... એવું કાંઈ નથી, એ સમજે છે કે જે થવાનું છે તે થશે જ. ભગવાન જે કરે છે તે સારું જ કરે છે. સદાય પ્રસન્ન રહે અને દુઃખ ડગાવી ન શકે.

ભગવાન સ્વામિનારાયણ વડોદરામાં રામનવમીને દિવસે સભામાં બિરાજમાન છે. ત્યાં લાખોની મેદની ભેગી થયેલી છે, પૂજા અને ભેટ અર્પણ કરવા માટે તલપી રહ્યા છે. તેવામાં રાજાના કારભારી બાપુ સાહેબ ત્યાં આવ્યા, ભગવાન સ્વામિનારાયણથી સદાય દ્વેષ કરે, વેર-ઝેરથી ભરેલા બાપુ સાહેબ સત્તાના અભિમાનથી હાથ લાંબો કરી ક્રોધથી બોલ્યા. ‘‘જો લોગ સ્વામિનારાયણ કહતે હૈ વો હી આપ હો ? આ બધા બેઠા છે તેના ગુરુ તમે છો ?’’ ત્યારે ભગવાન બળથી બોલ્યા ‘‘હાં સબ હી હમ હૈં.’’

બાપુ સાહેબે કહ્યું તુમ બડે પાખંડી હો, સબ દુનિયાકો તંદ્રજાલમેં ફસા દેતે હો. પાખંડ કરને કા ક્યા મતલબ હૈ? તમે ગમે ત્યારે ચાલ્યા જાઓ, આ ગાયકવાડ સરકારમાં રહેવાની મનાત છે, જો રહેવું હોય તો પાખંડ છોડી દો, નહિંતર જેલમાં પૂરી દેશું. “ભગવાન હસતા હસતા બોલ્યા  તમે અમને શું પકડશો, હું તમને પકડીને કેદ કરીશ, કોઈ છોડાવી પણ નહિ શકે. બાપુ સાહેબ ગુસ્સેથી બોલ્યા, ‘તુમારી રીત સબ દુનિયાસે ઉલટ નજર આતી હૈ, તમે બધા સાધુ સંતના ગુરુ છો, તો રેશમી વસ્ત્રો ભારે ભારે કપડા કેમ પહેરો છો ? પાછું તમારું નામ જગતથી જૂદું... એવું નામ અમે આજ સુધી ક્યાંય સાંભળ્યું નથી, ભગવાન થઈને બેઠા છો, આ દુનિયામાં ભગવાન આવતા જ નથી, ખોટું ધતીંગ કરો છો, સમાધિ કરાવી તમારામાં ખેંચો છો, સમાધિ  સત્યયુગમાં નહોતી થતી તો કલીયુગમાં કઈ રીતે થાય ! યહ ગલત બાત હૈ, આપકી યહ બાતો કુ હમ કભી સચ્ચી નહિ માનતે.’’ શ્રીજીમહારાજે કહ્યું “અમે કયાં કહીએ છીએ કે, સાચું માનો, જેવી તમારી તચ્છા ?’’ બાપુ સાહેબ લાલ પીળા થઈ ગયા. અતિ ક્રોધથી બોલ્યા, “સહજાનંદ આપ સીતાપતિ ઔર રાધાપતિ ઔર લક્ષ્મીપતિ ભી હો ?’’ ત્યારે ભગવાન સ્વામિનારાયણે છાતી પર હાથ મૂકી બળથી કહ્યું ! એ બધાનો પતિ હું છું.’’ બાપુ સાહેબે કહ્યું ‘‘યહ સબ બાત ગલત હૈ, ઐસા જુઠ બોલને સે બહુત પાપ લગેગા, એક દિવસ દુનિયા છોડીને ચાલ્યું જવાનું છે માટે ધર્મના રાહસે ચલો ઢોંગ છોડકર સત્ય કી રાહ પર ચલો !’’ ત્યારે શ્રીજીએ કહ્યું,

-: હમ કબહું જુઠ નહિ બોલતે :-

ઔર પાપ તો હમારે નામસે ભસ્મ હો જાતે હૈ, હમ સબ જગત કે નાથ હૈ, હમ જીસ કો પકડતે ઉનકો કબહું નહિ છોડતે, માયાકી કેદસે ભી હમ છોડાતે હૈ.

ગુસ્સે થઈ બાપુ સાહેબે કહ્યું, ઐસે જુઠે ભગવાન બનકર ક્યા ફલ પાઓગે કુચ્છ પરમાત્મા કા તો ડર રખો ! આમ ખૂબ ભગવાન સામે ચડ્યા, ભગવાને સમાધિ કરાવી દીધી. સમાધિમાં ભગવાનનાં દર્શન થયાં, પછી ખાત્રી થઈ કે, આ પાખંડી નથી પણ પરમેશ્વર છે. ભગવાનને શરણે આવી ગદ્‌ ગદ્‌ કંઠે પ્રાર્થના કરી, દંડવત કર્યાં, ‘‘પ્રભુ ! મને માફ કરો.’’ ત્યારે પ્રભુએ બે હાથ ઝાલી ઉઠાડીને હૃદયે ભીડીને બાથમાં લઈને મળ્યા, બાપુ સાહેબ ! તમે તો અમારા જ છો, પૂર્વના મહા મુક્ત છો, મહા સમર્થ છો. તમને અસત દેશકાળનો સંગ થવાથી માયાનું આવરણ થઈ ગયું હતું તે હવે ટળી ગયું છે. જ્યારે બાપુ સાહેબે ભરી સભામાં ભગવાનનું અપમાન કર્યું ત્યારે શ્રીજીને ક્ષોભ ન થયો, ક્રોધ ન થયો અને પછી બાપુ સાહેબ નમ્રતાથી પગે લાગ્યા ત્યારે શ્રીજીને હર્ષ ન થયો, સદાય પ્રસન્ન ચિત્તે હૃદય આનંદથી છલકતું જ રહ્યું. ભગવાન છ ઉર્મીથી રહિત છે. છ ઉર્મી પર વિજય પ્રાપ્ત કરનારા છે.