પ્રાણ સ્નેહી ધરું આવો અબ પિયરા, (૪)

Submitted by swaminarayanworld on Fri, 18/03/2016 - 10:37pm

 

રાગ - ભૈરવી

 

પદ - ૧

પ્રાણ સ્નેહી ધરું આવો અબ પિયરા,

હીયરા ઘીર ધરત નહી મેરા. પ્રાણ૦ -ટેક.

દરશ વિના દિલદાહ ન બૂઝત, નહીં સુજત કછુકાજ અનેરા. પ્રાણ૦ ૧

રસિક પ્રિયા ઘનશ્યામ મનોહર, રજની દિવસ રહો દૃગનેરા. પ્રાણ૦૨

ચાતક નિરંતર ચિત્તમેં તલખત, નામ રટત હરિ  તેરા. પ્રાણ૦૩

બ્રહ્માનંદ ઊર નેહ વધારન, ભવજળ  તારન હો  તુમ બેરા. પ્રાણ૦૪

 

પદ - ૨

છેલ ચતુર ઘનશ્યામ સ્નેહી,

પ્રાણજીવન મેરે ભુવન પધારો. છેલ૦ ટેક.

દુર રહે દુઃખ હોત હે પ્રીતમ, નિકટ આયે તન તાપ નિવારો. છેલ૦૧

દીનબંધુ સુખસિન્ધુ સાંવરે, અશરણ શરણ હે નામ  તુમારો. છેલ૦ ૨

ખાન પાન ધનધામ ધરાદિક, તુમબીન સબસુખ લગત નકારો. છેલ૦૩

બ્રહ્માનંદ કહત હરિ મેરો, દરશ પરશ કરી જનમ સુધારો. છેલ૦ ૪

 

પદ - ૩

શ્યામ ચતુર બ્રજરાજ પધારો,

તુમ બિન વિરહ અગ્નિ  તનતાવે. શ્યામ૦ ટેક.

ઝંખી ભઈ હેરત પંથ અખીયાં, ભોજન પાન કછુ નવ ભાવે. શ્યામ૦ ૧

મીલન કાજ  તલખત મન મેરો, બીન દેખે અતિશય અકુલાવે. શ્યામ૦ ૨

જયું મચ્છી જલસેં હોય ન્યારી, પયહુસે કછુ શાન્તિ ન પાવે. શ્યામ૦ ૩

બ્રહ્માનંદ કહત હરિ  તુમબીન, અંતરકો દુઃખ કોન મીટાવે. શ્યામ૦ ૪

 

પદ - ૪

સુખ સાગર ઘનશ્યામ છબીલે,

તુમ જીયકે સાચે હિતકારી. સુખ૦ ટેક.

શરણ આયેકી હોત સહાઈ, ભવસંકટ મેટન ભયહારી. સુખ૦૧

નિજજનકે ગુનકે  તુમ ગ્રાહક, અવગુન સબવીધિ દેત બીસારી. સુખ૦૨

જઠર અગ્નિસેં જતનકિયે  તુમ, આજ હું અન્નજળ દેત સંભારે. સુખ૦૩

પ્રાનપ્રીયા  તેરી કરુણાકે પર, બ્રહ્માનંદ જાત બલહારી. સુખ૦૪

Facebook Comments