સર્વમંગલ નામાવલિ અર્થસહિત ૯૦૧-૧૦૦૦

Submitted by swaminarayanworld on Wed, 01/03/2017 - 7:45pm

૯૦૧.   ૐ શ્રી માનસર્પવિષત્રાત્રે નમઃ :- માનરૂપી સર્પના ઝેરથી રક્ષા કરનારા.

૯૦૨.   ૐ શ્રી કૃષ્ણૈકાન્તિકશંસનાય નમઃ :- કૃષ્ણ ભગવાનના એકાન્તિક ભક્તોની પ્રશંસા કરનારા.

૯૦૩.   ૐ શ્રી સદ્ધર્મજ્ઞાનવૈરાગ્યભકિતબોધનપટવે નમઃ :- ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, સહિત ભગવાનની ભક્તિ કરવી - આવો ઉપદેશ આપવામાં ચતુર.

૯૦૪.   ૐ શ્રીજ્ઞાનસ્વરૂપનિર્ણેત્રે નમઃ :- જ્ઞાનના સ્વરૂપનો નિર્ણય કરનારા.

૯૦૫.   ૐ શ્રી નિયન્ત્રે નમઃ :- પ્રકૃતિ, કાળ, વગેરે સર્વેના નિયંતા ભગવાન શ્રીકૃષ્ણ છે તેવો ઉપદેશ આપનારા.

૯૦૬.   ૐ શ્રી પુરુષાત્મકાય નમઃ :- અક્ષર પુરૂષરૂપે માયાના અધિષ્ઠાતા નિયંતા.

૯૦૭.   ૐ શ્રી પ્રકૃતીશાય નમઃ :- પ્રકૃતિના નિંયતા.

૯૦૮.   ૐ શ્રી મહાકાલાય નમઃ :- મહાકાળરૂપે રહેલા.

૯૦૯.   ૐ શ્રી માયેશાય નમઃ :- માયા-પ્રધાન. તેના નિયંતા.

૯૧૦.   ૐ શ્રી અવ્યાકૃતાત્મકાય નમઃ :- પ્રધાન અને પુરૂષોનું પ્રથમ કાર્ય તે ‘અવ્યાકૃત’ કે જે મહાત્તત્ત્વની પ્રાથમિક અવસ્થા છે. અને તે જગત સર્જનમાં આદિકાર્ય મનાય છે તે અવ્યાકૃત તે રૂપે રહેલા.

૯૧૧.   ૐ શ્રી હિરણ્યગર્ભાય નમઃ :- હિરણ્યમય બ્રહ્માંડ જેના ગર્ભમાં (ઉદરમાં) છે, તે વિરાટનારાયણ. વિરાટનારાયણરૂપે એટલા. (૨) હિરણ્ય પુરૂષના સ્વરૂપને સમજાવનારા. (૩) હિરણ્યમય એટલે શુદ્ધ સુવર્ણની સમાન મહાતેજોમય બ્રહ્મધામમાં નિવાસ કરીને રહેલા. (૪) હિતકારક, સુંદર સ્વરૂપવાળા. (૫) વિશુદ્ધ તેજોમય હૃદયાકાશમાં પુરૂષરૂપે રહેલા. (૬) સુવર્ણનિધિની સમાન અખૂટ સુખસ્વરૂપ.

૯૧૨.   ૐ શ્રી તત્ત્વાત્મને નમઃ :- મહત્તત્ત્વાદિ સ્વરૂપે રહેલા. તે તત્ત્વોને બ્રહ્માંડ સર્જન કરવાની શક્તિ આપનારા.

૯૧૩.   ૐ શ્રી તત્ત્વલક્ષણલક્ષકાય નમઃ :- સર્વતત્ત્વોનાં લક્ષણો યથાર્થ કહેનારા.

૯૧૪.   ૐ શ્રી વૈરાજાય નમઃ :- વૈરાટસ્વરૂપનું વર્ણન કરીને સમજાવનારા.

૯૧૫.   ૐ શ્રી અખિલવિશ્વાત્મને નમઃ :- સમગ્ર જગતના ધારક, પોષક, નિયંતા.

૯૧૬.   ૐ શ્રી બુદ્ધિપ્રેરકાય નમઃ :- બુદ્ધિપ્રેરક, અર્થાત્‌ સર્વના મનનો ભાવ જાણનારા.

૯૧૭.   ૐ શ્રી ઈશિત્રે નમઃ :- સદાય ઐશ્વર્ય સંપન્ન.

૯૧૮.   ૐ શ્રી જીવેશ્વરબ્રહ્મમાયારૂપયાથાર્થ્યબોધકાય નમઃ :- જીવ, ઇશ્વર, બ્રહ્મ અને માયા તેનાં સ્વરૂપનો યથાર્થ રીતે ઉપદેશ આપનારા.

૯૧૯.   ૐ શ્રી નિર્ગુણાય નમઃ :- માયાના સત્ત્વાદિ ગુણોથી રહિત. માયાના બંધન રહિત.

૯૨૦.   ૐ શ્રી ગુણવૃત્તિજ્ઞાય નમઃ :- સત્ત્વાદિગુણોની વૃત્તિ, તેના કાર્યોને જાણનારા.

૯૨૧.   ૐ શ્રી બદ્ધજીવવિમોચનાય નમઃ :- અનાદિ અજ્ઞાનરૂપી બંધનથી બંધાયેલા જીવોને આત્મજ્ઞાનનો ઉપદેશ આપીને અજ્ઞાનરૂપ બંધનથી મુક્ત કરનારા.

૯૨૨.   ૐ શ્રી ભક્ત્યારાધ્યાય નમઃ :- સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, સહિત ભગવાનની નિષ્કામ ભક્તિથી જ ભગવાન પ્રસન્ન થાય છે. તેવો બોધ આપનારા.

૯૨૩.   ૐ શ્રી મહાદેવાય નમઃ :- મોટા દેવ બ્રહ્માદિ દેવોના પણ દેવ.

૯૨૪.   ૐ શ્રીજ્ઞેયાય નમઃ :- જાણવા યોગ્ય.

૯૨૫.   ૐ શ્રી ધ્યેયાય નમઃ :- હૃદયકમળમાં ધ્યાન કરવા યોગ્ય.

૯૨૬.   ૐ શ્રી પ્રકાશકાય નમઃ :- સૂર્ય, અગ્નિ વગેરે સર્વના પ્રકાશક. ભક્તોને તેજોમય સાકાર સ્વરૂપે દર્શન આપનારા.

૯૨૭.   ૐ શ્રી શેષીકૃતાક્ષરપરશ્રીકૃષ્ણાય નમઃ :- જગતનો પ્રલય થાય તો પણ માયાથી પર બ્રહ્મધામમાં ભગવાન સાકાર સ્વરૂપે સદાય વિરાજમાન રહે છે એજ ભગવાન સર્વે મુક્તોના તથા સર્વ જગતના સ્વામી છે. તેવું શાસ્ત્રીય રીતે પ્રતિપાદન કરનારા.

૯૨૮.   ૐ શ્રી કાલકાલનાય નમઃ :- કાળના પણ કાળ.

૯૨૯.   ૐ શ્રી કૃષ્ણસેવાહીનમુક્તિચતુષ્કેચ્છાપહારકાય નમઃ :- ભગવાનશ્રી કૃષ્ણની સેવા જેમાં ન હોય તેવી ચાર પ્રકારની મુક્તિની ઇચ્છા ભગવાનના ભક્તોએ ક્યારેય ન રાખવી. માત્ર ભગવાનની સેવાની જ ઇચ્છા રાખવી. ભગવત્સેવા એ જ મુક્તિ છે એવા ઉપદેશ શિષ્યોને આપનારા.

૯૩૦.   ૐ શ્રી આદિષ્ટસાંખ્યસિદ્ધાંતાય નમઃ :- સેશ્વરસાંખ્ય શાસ્ત્રના સિદ્ધાન્તનો ઉપદેશ આપનારા.

૯૩૧.   ૐ શ્રી નિજજ્ઞાનફલપ્રદાય નમઃ :- પોતાના પ્રત્યક્ષ સ્વરૂપનું જ્ઞાન. (આ સહજાનંદ સ્વામી પરબ્રહ્મ પુરૂષોત્તમ છે. આવું જ્ઞાન) જેને જેને થયું છે. તે સર્વેને તે ભગવાનના બ્રહ્મધામની પ્રાપ્તિ થાય છે, તે બ્રહ્મધામની પ્રપ્તિરૂપ ફળ આપનારા. અને તેવા ભક્તોને બ્રહ્મધામમાં પોતાની સેવામાં રાખનારા.

૯૩૨.   ૐ શ્રી ઋૃષ્યાત્મકાય નમઃ :- ઋષિઓના આત્મા.

૯૩૩.   ૐ શ્રી ચતુર્વર્ણાશ્રમધર્મનિરૂપકાય નમઃ :- ચાર વર્ણો અને ચાર આશ્રમોના ધર્મોનો વિસ્તૃત ઉપદેશ આપનારા.

૯૩૪.   ૐ શ્રી ષટ્‌કર્મવિધિનિર્ણેત્રે નમઃ :- સ્નાન, સંધ્યા, જપ, સ્વાધ્યાય, પિતૃતર્પણ અને દેવપૂજન આ છ સત્કર્મો કોણે કરવા અને કેવી રીતે કરવા તેનો શાસ્ત્રીય રીતે નિર્ણય કરનારા. બ્રાહ્મણ, ક્ષત્રિય, અને વૈશ્ય આ ત્રણેય વર્ણ દ્વિજ કહેવાય છે. દ્વિજોએ ઉપર જણાવેલ છે સત્કર્મો હમેશાં કરવાં તેવો બોધ શિષ્યોને આપનારા.

૯૩૫.   ૐ શ્રી ગાયત્રીમન્ત્રદૈવત્યાય નમઃ :- યજુર્વેદ સંહિતામાં કહેલ અને ચોવીસ અક્ષરવાળો ગાયત્રી મંત્ર એ બ્રાહ્મણોનું પરમદૈવત છે. માટે બ્રાહ્મણોએ હમેશાં એ ગાયત્રી મંત્રનો જપ કરવો. તેવો બોધ શિષ્યોને આપનારા.

૯૩૬.   ૐ શ્રી સ્માર્તવક્ત્રે નમઃ :- સ્મૃતિ શાસ્ત્રોમાં કહેલ વૈશ્વોદેવ, સંધ્યા વંદન, વગેરે સત્કર્મોના વિધિનો શિષ્યોને ઉપદેશ આપનારા.

૯૩૭.   ૐ શ્રી શ્રૌતવક્ત્રે નમઃ :- વૈદિક કર્મ જે અગ્નિહોત્ર આદિક. તે પોતપોતાના અધિકાર પ્રમાણે દરેક અવશ્ય કરવાં જ તેવો બોધ આપનારા.

૯૩૮.   ૐ શ્રી વિપ્રધર્મવિશેષવિદે નમઃ :- ગૃહસ્થ બ્રાહ્મણોના જે વિશેષ ધર્મો તેનો વિગતવાર ઉપદેશ આપનારા.

૯૩૯.   ૐ શ્રી જીવિકાવૃત્તિનિર્ણેત્રે નમઃ :- શિલોંછ, શાલીન, આદિક તપસ્વીઓની જે જીવિકાવૃત્તિ છે. તથા તેઓએ આપત્કાળમાં કેવી રીતે જીવન નિર્વાહ કરવો. તેનો નિર્ણય કરનારા.

૯૪૦.   ૐ શ્રી હેયોપાદેયબોધકાય નમઃ :- શાસ્ત્રોમાં જેને ત્યાજ્ય કહેલ છે. અને શાસ્ત્રોમાં જેને ગ્રાહ્ય કહેલ છે. તે બન્નેનું વિવેચન કરીને સમજાવનારા.

૯૪૧.   ૐ શ્રી આશૌચનિર્ણયાય નમઃ :- જન્મ સંબંધી તથા મરણ સંબંધી સૂતક તેનો નિર્ણય શાસ્ત્રીય રીતે કરનારા.

૯૪૨.   ૐ શ્રી શ્રાદ્ધવિધિવક્ત્રે નમઃ :- ગૃહસ્થોને અવશ્ય કરવા યોગ્ય પિતૃસંબંધી શ્રાદ્ધો તેના પ્રકારો અને વિધિ વિગતવાર કહેનારા.

૯૪૩.   ૐ શ્રી વિધિપ્રિયાય નમઃ :- શાસ્ત્રોમાં કહેલા વિધિ પ્રમાણે જ શાસ્ત્રીય સતકર્મો કરવામાં પ્રીતિવાળા.

૯૪૪.   ૐ શ્રી કલિહેયાર્થનિર્ણેત્રે નમઃ :- કળિયુગમાં તજવા યોગ્ય વિધિઓ રિવાજો, તથા પદાર્થો તેનો શાસ્ત્રાનુસારે નિર્ણય કરનારા.

૯૪૫.   ૐ શ્રી રાજધર્મનિરુપકાય નમઃ :- રાજાના ધર્મોનું નિરુપણ કરનારા.

૯૪૬.   ૐ શ્રી પતિવ્રતાધર્મવક્ત્રે નમઃ :- પતિવ્રતા સ્ત્રીઓનાં ધર્મોનો ઉપદેશ આપનારા.

૯૪૭.   ૐ શ્રી વિધવાધર્મરક્ષકાય નમઃ :- વિધવા સ્ત્રીઓનાં ધર્મોનો ઉપદેશ આપીને સ્ત્રી ધર્મોની રક્ષા કરનારા.

૯૪૮.   ૐ શ્રી નાનાવ્રતસમારાધ્યાય નમઃ :- વિવિધ વ્રતો કરીને વિધવા સ્ત્રીઓએ ભગવાનને રાજી કરવા તેવો ઉપદેશ આપનારા.

૯૪૯.   ૐ શ્રી પૂજાવિધ્યુપદેશકાય નમઃ :- સ્ત્રીઓએ ભગવાનની પૂજા કેમ કરવી. તેની પદ્ધતિનો ઉપદેશ આપનારા.

૯૫૦.   ૐ શ્રી સ્પર્શનિર્ણયકૃતે નમઃ :- રજસ્વલા સ્ત્રીઓને અડવામાં થતા દોષો તથા તેની શુદ્ધિ વગેરેનો યથાશાસ્ત્ર નિર્ણય કરનારા.

૯૫૧.   ૐ શ્રી વાનપ્રસ્થધર્મપ્રદર્શકાય નમઃ :- વાન પ્રસ્થ આશ્રમ સંબંધી ધર્મોનું વિવેચન કરીને શિષ્યોને સમજાવનારા.

૯૫૨.   ૐ શ્રી સન્યાસધર્મગદિત્રે નમઃ :- સંન્યાસીઓના ધર્મોને કહેનારા.

૯૫૩.   ૐ શ્રી સાંગનિષ્કૃતિબોધકાય નમઃ :- અંગોએ સહિત પ્રાયશ્ચિત્ત વિધિનો બોધ આપનારા.

૯૫૪.   ૐ શ્રી જીર્ણદુર્ગસ્થાપિતશ્રીદ્વારિકેશાદયે નમઃ :- સં. ૧૮૮૪ ના વૈશાખ વદ ૨ ના દિવસે જૂનાગઢમાં શ્રી રણછોડરાય વગેરે શ્રીકૃષ્ણ ભગવાનની મૂર્તિઓ પધરાવનારા.

૯૫૫.   ૐ શ્રી આત્મદાય નમઃ :- પોતાના એકાન્તિક ભક્તોને પોતાના સ્વરૂપનું જ્ઞાન આપનારા.

૯૫૬.   ૐ શ્રી બ્રહ્મચારિધર્મવક્ત્રે નમઃ :- બ્રહ્મચારીઓને પાળવા યોગ્ય ધર્મોનો ઉપદેશ આપનારા.

૯૫૭.   ૐ શ્રી બૃહદ્ધર્મમહાદરાય નમઃ :- સ્વસંપ્રદાયમાં નિષ્કામ ધર્મની પ્રવૃત્તિ કરવામાં અને કરાવવામાં અત્યંત આદરવાળા.

૯૫૮.   ૐ શ્રી દુર્ગાલયસ્થાપિતશ્રીગોપીનાથાય નમઃ :- ગઢપુરમાં સં ૧૮૮૫ ના આસો સુદ ૧૨ ના દિવસે શ્રી ગોપીનાથ આદિ દેવની મૂર્તિઓ સ્થાપન કરનારા.

૯૫૯.   ૐ શ્રી અખિલાર્થદાય નમઃ :- ભક્તોના સર્વે મનોરથ પૂરા કરનારા.

૯૬૦.   ૐ શ્રી સહાંગયોગોપદેષ્ટ્રે નમઃ :- શતાનંદસ્વામીને ઉદ્દેશીને અંગોએ સહિત સંપૂર્ણ યોગશાસ્ત્રોનો ઉપદેશ આપનારા.

૯૬૧.   ૐ શ્રી પિંડબ્રહ્માંડનિર્ણયાય નમઃ :- જીવોનાં શરીરો અને ઇશ્વરનાં શરીરોનું વિગતવાર વર્ણન કરીને સમજાવનારા.

૯૬૨.   ૐ શ્રી ભૂતસ્વરૂપનિર્ણેત્રે નમઃ :- પૃથિવી આદિ પંચભૂતના સ્વરૂપનો નિર્ણય કરનારા.

૯૬૩.   ૐ શ્રી વાયુભેદનિરૂપકાય નમઃ :- પિંડ અને બ્રહ્માંડમાં રહેલા વાયુના ભેદો સમજાવનારા.

૯૬૪.   ૐ શ્રી કાલજ્ઞાનવદાય નમઃ :- યોગીઓને પોતાનું મૃત્યુ કેવા સમયે થશે તેનું જ્ઞાન કેવી રીતે થાય છે. તે સમજાવનારા.

૯૬૫.   ૐ શ્રી યોગસિદ્ધિહેતુપ્રદર્શકાય નમઃ :- યોગની સિદ્ધિનાં કારણો સમજાવનારા.

૯૬૬.   ૐ શ્રી શતાનંદસ્તુતાય નમઃ :- ‘શ્રી વાસુદેવ વિમલા’ પદથી શરૂ થતું ‘‘ધાર્મિક સ્તોત્ર’’ રચી શતાનંદ સ્વામી દ્વારા સ્તુતિ કરાયેલા.

૯૬૭.   ૐ શ્રી સ્તુત્યાય નમઃ :- બ્રાહ્મદિ દેવો, મુક્તો, ભક્તો, પોતાનાં ઇષ્ટકાર્યની સિદ્ધિ માટે હમેશાં જેમની સ્તુતિ કરે છે.

૯૬૮.   ૐ શ્રી ભક્તવાંછિતપૂરકાય નમઃ :- પોતાના એકાન્તિક ભક્ત - શતાનંદ સ્વામી તેમની ઇચ્છા પૂરી કરનારા.

૯૬૯.   ૐ શ્રી શિક્ષાપત્રીગ્રંથનકાય નમઃ :- પોતે લખેલી શિક્ષાપત્રીને શતાનંદ સ્વામીએ રચેલ સત્સંગીજીવન ગ્રંથમાં ગુથાવનારા. તે ગ્રંથમાં શિક્ષાપત્રીનો સમાવિષ્ટ કરાવનારા.

૯૭૦.   ૐ શ્રી શિક્ષાપત્રીવિધિપ્રવાચે નમઃ :- એકાન્ત સ્થળમાં બેસીને સ્વસ્થ ચિત્તે સ્પષ્ટ ઉચ્ચારથી શિક્ષાપત્રીનો નિત્યપાઠ કરવો. આવા ઉપદેશ આપનારા.

૯૭૧.   ૐ શ્રી શિક્ષાપત્ર્યર્થસંતુષ્ટાય નમઃ :- શ્રીહરિલિખિત શિક્ષાપત્રીના ગુજરાતી અર્થો નિત્યાનંદ સ્વામીએ લખ્યા. અને તે અર્થો સભામાં શ્રીહરિને વાંચી સંભળાવ્યા તે સાંભળીને શ્રીહરિ રાજી થયા.

૯૭૨.   ૐ શ્રી લીલાસંદર્ભકારકાય નમઃ :- શતાનંદ સ્વામી પાસે પોતાના ચરિત્રમય સત્સંગીજીવન નામે મહાગ્રંથ કરાવનારા.

૯૭૩.   ૐ શ્રી નિર્વાસનાય નમઃ :- વાસનાએ રહિત.

૯૭૪.   ૐ શ્રી તિરોધાનલીલાસંમોહિતાસુરાય નમઃ :- આ લોકમાંથી પોતે અંતર્ધાન થયા. આ ચરિત્ર દ્વારા અસુરોને મોહ પમાડનારા.

૯૭૫.   ૐ શ્રી વૈમાનિકાવૃતાય નમઃ :- દેવોથી વિંટાયેલા.

૯૭૬.   ૐ શ્રી હૃષ્ટદેવવૃંદસમર્ચિતાય નમઃ :- શ્રીહરિનાં દર્શન કરીને રાજી થયેલા દેવોએ હર્ષપૂર્વક પૂજેલા.

૯૭૭.   ૐ શ્રી સ્વર્ચાપ્રાદુષ્કૃતૈશ્વર્યાય નમઃ :- પોતે વેદવિધિથી પધરાવેલ નરનારાયણ લક્ષ્મીનારાયણ આદિક ભગવાનની મૂર્તિઓ દ્વારા અનેક ઐશ્વર્ય ચમત્કારો જણાવનારા.

૯૭૮.   ૐ શ્રી દત્તપ્રત્યક્ષદર્શનાય નમઃ :- પોતે અંતર્ધાન થયા પછી પણ કેટલાક ભક્તોને પોતાના દિવ્ય સ્વરૂપનું પ્રત્યક્ષ દર્શન આપનારા.

૯૭૯.   ૐ શ્રી ભક્તેક્ષાહસિતાય નમઃ :- પોતે પધરાવેલ ભગવાનની મૂર્તિઓના ભાવપૂર્વક દર્શન કરનાર ભક્તોની સામે તે મૂર્તિ દ્વારા અમૃત દૃષ્ટિથી જોઇને હસનારા.

૯૮૦.   ૐ શ્રી પુષ્પાદ્યુપાહર્ત્રે નમઃ :- ભક્તોએ પ્રેમથી અર્પણ કરેલ પત્ર, પુષ્પ આદિ વસ્તુઓ મૂર્તિ દ્વારા પ્રત્યક્ષ સ્વીકાર કરનારા

૯૮૧.   ૐ શ્રી અન્નભોજનાય નમઃ :- ભક્તોએ પ્રેમથી ધરાવેલ પકવાન્ન થાળને મૂર્તિઓ દ્વારા પ્રત્યક્ષ જમનારા.

૯૮૨.   ૐ શ્રી ક્ષીરપાય નમઃ :- ભક્તોએ મૂર્તિઓને ધરાવેલ દૂધનું પાન કરનારા.

૯૮૩.   ૐ શ્રી નીરપાય નમઃ :- ભક્તોએ ધરાવેલ જળનું પાન કરનારા.

૯૮૪.   ૐ શ્રી સ્વોપયાચકેષ્ટાશુસિદ્ધિદાય નમઃ :- પોતાની પૂજા કરનાર ભક્તોની ઇચ્છાઓને જલદીથી સિદ્ધ કરી આપનારા.

૯૮૫.   ૐ શ્રી પુત્રદાય નમઃ :- પુત્રની ઇચ્છાવાળા ભક્તને પુત્ર આપનારા.

૯૮૬.   ૐ શ્રી વિત્તદાય નમઃ :- પૈસાની ઇચ્છાવાળા ભક્તોને પૈસો આપનારા.

૯૮૭.   ૐ શ્રી વિદ્યાપ્રદાય નમઃ :- કેટલાક ભક્તોને વિદ્યાભ્યાસકર્યા વિના પણ વેદાદિ સત્શાસ્ત્રોનું જ્ઞાન આપનારા.

૯૮૮.   ૐ શ્રી વૈરિભયાપહાય નમઃ :- ભક્તોને શત્રુઓ તરફથી આવતા ભયને ટાળનારા.

૯૮૯.   ૐ શ્રી અપમૃત્યુહરાય નમઃ :- ભક્તોના અકાળ મૃત્યુને ટાળનારા.

૯૯૦.   ૐ શ્રી ભુક્તિપ્રદાય નમઃ :- પોતે પધરાવેલી મૂર્તિઓનું પૂજન કરનારા કે માનતા કરનારાઓનાં દુઃખ દારિદ્રો ટાળીને આલોકનું સર્વ સુખ આપનારા.

૯૯૧.   ૐ શ્રી મુક્તિપ્રદાય નમઃ :- પોતાને શરણે આવેલ પાપી જીવોનો પણ મોક્ષ કરનારા.

૯૯૨.   ૐ શ્રી આશ્રયાય નમઃ :- શરણાગત રક્ષક.

૯૯૩.   ૐ શ્રી ઐશ્વર્યદાય નમઃ :- ઐશ્વર્યના સિદ્ધિ આપનારા.

૯૯૪.   ૐ શ્રી રોગહરાય નમઃ :- રોગોને ટાળનારા.

૯૯૫.   ૐ શ્રીજ્ઞાનકૃતે નમઃ :- કેટલાક ભક્તોને ત્રિકાળ જ્ઞાનની સિદ્ધિ આપનારા.

૯૯૬.   ૐ શ્રી ભક્તિદાય નમઃ :- પોતાની એકાન્તિક ભક્તિની સિદ્ધિ આપનારા.

૯૯૭.   ૐ શ્રી અધિપાય નમઃ :- ભક્તોની સર્વ પ્રકારે રક્ષા કરનારા.

૯૯૮.   ૐ શ્રી સમાધિદાય નમઃ :- કેટલાક ભક્તોને સમાધિ સિદ્ધિ આપનારા.

૯૯૯.   ૐ શ્રી તમોહર્ત્રે નમઃ :- ભક્તોના અજ્ઞાનને નાશ કરનારા.

૧૦૦૦. ૐ શ્રી સર્વમંગલમંગલાય નમઃ :- સર્વમંગલોના પણ મંગલ.

ઇતિ શ્રી સર્વમંગલોક્તશ્રીહરિસહસ્રનામાવલિ સમાપ્તા ।