કોઉ કામ ન આવે, પ્રભુ વિના કોઉ કામ ન આવે, (૪)

Submitted by swaminarayanworld on Tue, 18/04/2017 - 8:44pm

રાગ : પૂરવ

 

પદ - ૧

કોઉ કામ ન આવે, પ્રભુ વિના કોઉ કામ ન આવે,

જબ ઘેરે જમ કિંકર જીવકું, મતલબકું સબ ધાવે. પ્રભુ- ટેક૧

માત પિતા જુવતિ સુત બંધુ, નિજનિજ સ્વારથ ગાવે,

અંત સમે હરિભજન ભુલાવત, આળ પંપાળ બતાવે. પ્રભુ૦ ૨

લોહ જંજીર જકડીકે જીવકું, જમપુરમેં લઇ જાવે,

ધર્મરાય જબ લેખાં માગે, તબ પ્રાણી પિસ્તાવે. પ્રભુ૦ ૩

ભયભંજન ભવાન ભજયા બિન, અબ યાં કોન છોડાવે,

મેં નહી માની સત્ય વારતા, યું હી શીશ ડોલાવે. પ્રભુ૦ ૪

જમરા જોરસેં મુદગર મારે, કાટી કાટી તન ખાવે,

મુક્તાનંદ વખતસર ચેતે, સો પ્રાણી સુખ પાવે. પ્રભુ૦ ૫

 

પદ - ૨

ભયભંજન ભગવાન, સુમર લ્યો ભયભંજન ભગવાન;

જીન સુમરે તિન મહાસુખ પાયો, ગાવત બેદ પુરાન. ટેક૦ ૧

ધ્રુવ અંબરિષ પ્રહલ્લાદ વિભિષણ, સુમરે સારંગપાન;

પ્રગટ પ્રતાપ ભયો આ ભવમેં, જાનત જાન અજાન. સુમ૦ ૨

મીરાં લોકલાજકું તજીકે, ભઇ હરિમેં એકતાન;

મતિ વિષકો પાન કરાયો, સો ભયો પિયૂષ સમાન. સુમ૦ ૩

બલિ ગુરુશિખ સુની નહીં શ્રવને, દીનો સરવસ દાન;

ઉલટે આય ભયે તાકે બસ, કરી નિજબચન પ્રમાણ. સુમ૦ ૪

અનંત બાતકી એક બાત હેં, સુનિ લેજો સબ કાન;

મુક્તાનંદ જીયકો જગમેં, નહીં હીતકારી આન. સુમ૦ ૫

 

પદ - ૩

અવસર ક્યું ન સુધારે, અમુલીક અવસર ક્યું ન સુધારે;

નરદેહી દેવનકું દુર્લભ, સો વૃથારે બિગારે. અ.૦ ૧

યા તન સબકો આદિ કારન, જીહાં જીહાંલુ મન ધારે;

સ્વર્ગ નરક અપવર્ગ આંહિ, નિગમ પુરાન પોકારે. અ.૦ ૨

યા તને મિલે પ્રગટ પુરૂષોત્તમ, જો અન્ય નેહ નિવારે;

હરિકે ચરનકમળ ઉર ધરીકે, કુળ એકોતેર તારે. અ.૦ ૩

સાચે સંત મિલે જબ જીવકું, તબ મોહ ફાંસિ ટારે;

મુક્તાનંદ મીલાવે હરિકું, જન્મ કોટી અઘ હારે. અ.૦ ૪

 

પદ - ૪

વિરથ ગયે પન તીન, ભજન બિના વિરથ ગયે પન તીન,

ના હરી ભજે ન ભવદુઃખ ભાંગે, રહ્યો રે વિષયમાં લીન. ભ. ટેક. ૧

મમતામેં માથાલગી ખુતો, મનમેં માને પ્રવીન,

હરિજન દેખિકે હાંસી કરતહે, મહા શઠમતિકો હીન. ભ૦ ૨

સ્વારથ કાજે શ્વાન જયું ડોલે, ઘરઘરમેં હોઇ દીના.

પરમારથકો રાહ ન પિછે, મનમેં અધિક મલિના. ભ૦ ૨

ના કરણી સો સબ કર બેઠો, કરણી કછુ નહિ કીના,

મુક્તાનંદકે’ ભજયા બિન મોહન, સબ વિધિ હો ગયો ખીન. ભ.૦૪

Facebook Comments