જયદેવ જયદેવ,જય અંતરજામી, જય અંતરજામી (૧)

Submitted by swaminarayanworld on Thu, 20/04/2017 - 6:07pm

જયદેવ જયદેવ,જય અંતરજામી, જય અંતરજામી;

વાસુદેવ જગવ્યાપક, (૨) નિરગુણ નિષ્કામી. જય. ટેક.

તેજોમય તનુધારી, શ્વેતદ્વિપ સ્વામી; (૨)

મુનિગણ મધ્ય બીરાજે, (૨) અતિ અગણિત નામી. જય. ૧

અનંત ચંદ્ર રવિ સરખા, મહા મુનિવર સંગે; (૨)

ચરણકમળ નિત્ય સેવે, (૨) અતિશે ઉમંગે. જય. ૨

નારાયણ પુરવાસી, અગણિત નરનારી; (૨)

પ્રેમ ઘણે કરી પૂજે, (૨) પ્રભુપદ સુખકારી. જય. ૩

બ્રહ્મા ભવ સનકાદિક, નિત્ય દરશન આવે; (૨)

શુક શારદ મુનિ નારદ (૨) નિશદિન ગુણ ગાવે. જય. ૪

પ્રગટ રૂપ પુરૂષોત્તમ, હરિ અજ અવતારી; (૨)

મુક્તાનંદ મહાપ્રભુ પર, (૨) જાએ બલિહારી; જય. ૫

Facebook Comments