૧૨૫. કાનમ દેશ તથા સુરત, મુંબઇના સત્સંગી બાઇભાઇનાં નામ.

Submitted by swaminarayanworld on Wed, 06/07/2011 - 5:09pm

પૂર્વછાયો- કહું જન કાનમનાં, વળી વિચારી મન ।

ભાગ્ય મોટાં એ ભક્તનાં, જેને મળ્યા જગજીવન ।।૧।।

જપ તપ જોગે કરી, વળી નાવે ધ્યાને નાથ ।

તેહ હરિ નયણાં ભરી, નિરખી થયાં સનાથ ।।૨।।

પળે પળે થાય પરચા, વળી આવે અંત્યે અવિનાશ ।

સરવે જન તે જાણતાં, થાય બ્રહ્મનગરે નિવાસ ।।૩।।

એવી કૃપા છે આજની, કરી તે કૃપાને ધામ ।

તેને જે જન અનુસર્યા, હવે લખું તેહનાં નામ ।।૪।।

ચોપાઇ- દ્વિજ ભક્ત એક કાશીરામ, કણબી ભક્ત નાગરદાસ નામ ।

ભક્ત જીજીભાઇ ભગવાન, શેખ માવજી ભીખો નિદાન ।।૫।।

એહઆદિ હરિજન જેહ, વસે ગામ દોરામાંહી તેહ ।

દ્વિજ ભક્ત એક નરસઇ, ભજે હરિ વલણમાં રઇ ।।૬।।

કણબી હરિજન છે જીભાઇ, પુરૂષોત્તમને સાચી સગાઇ ।

માળી ભક્ત ભૂધરદાસ જાણો, કૃષ્ણદાસ ભક્ત પરમાણો ।।૭।।

ક્ષત્રિ ભક્ત કહીએ દાદોભાઇ, એહ જન માંગરોળમાંઇ ।

કણબી ભક્ત નરોત્તમલાલ, બાપુ રાયજી ને ખુશિયાલ ।।૮।।

ધનો ઉધ્ધવ ને ધર્મદાસ, એહ આદિનો કરેણે વાસ ।

દ્વિજ ભક્ત પુરૂષોત્તમ ધન, માહેશ્વર જાગેશ્વર જન ।।૯।।

એહાદિ જન વસે ચોરંદે, મુખે સ્વામિનારાયણ વંદે ।

કણબી ભક્ત પુરૂષોત્તમ નામ, સારા જન સાદરણે ગામ ।।૧૦।।

દ્વિજ ભક્ત અંબારામ ભલો, રહે ગામ ગંધારે એકલો ।

કણબી ભક્ત છે ભગતિભાઇ, અવિચળદાસની ભલાઇ ।।૧૧।।

ભક્ત ગણેશ દુભાઇ નામ, દ્વિજ ભક્ત છે તુલજારામ ।

એહઆદિ બીજા બહુ જન, વસે વેમારડીમાં પાવન ।।૧૨।।

કણબી ભક્ત છે ભાઇબા જેહ, વ્રજભાઇ ત્રિકમદાસ તેહ ।

માધાભાઇ આદિ ભક્ત બહુ, કહીએ ગામ કંડારીમાં સહુ ।।૧૩।।

ભક્ત સુતાર છે કાશીદાસ, દુર્લભરામે ટાળ્યો જગત્રાસ ।

ભક્ત શેખ નામ લિંબોભાઇ, વસે ગામ કરજણમાંઇ ।।૧૪।।

કણબી ભક્ત દાદોભાઇ કહીએ, રૂડો ભક્ત રાયજી તે લહીએ ।

દ્વિજ ભાઇશંકર કાશીરામ, શેખ ભક્ત દાજીભાઇ નામ ।।૧૫।।

કણબી જન એક જીતબાઇ, એહાદિ જન વસે કુરાઇ ।

દ્વિજ એક ભવાનીશંકર, તેનું પણ પિંગલવાડે ઘર ।।૧૬।।

દ્વિજભક્ત કહીએ દયારામ, ભજે હરિ રહે આંટોદ ગામ ।

જોગી પ્રભાતગર પ્રસિધ્ધ, કયુર્ં નિજ કામ ભલી વિધ્ધ ।।૧૭।।

ગયો જગજીતી લાવો લઇ, ગામ ઠિકરીયે ઠીક રઇ ।

દ્વિજભક્ત છે લક્ષમીનાથ, દીનાનાથ રહે હરિ સાથ ।।૧૮।।

કાશીનાથ ગણપતરામ, જયાનંદ આદિ દ્વિજ નામ ।

ભક્ત વણિક હરજીવન, રહે આમોદે જન પાવન ।।૧૯।।

પટેલ ભક્ત કાનદાસ કહીયે, રૂગનાથ મોટાભાઇ લહીએ ।

એહ આદિ હરિજન બહુ, વસે ગામ બુવામાંહી સહુ ।।૨૦।।

શેખ વલીભાઇ ભલા ભક્ત, જેણે ભજયા હરિ તજયું જક્ત ।

વસતો ભગો જન ખુશાલ, થયા ભક્ત તજી કુળચાલ ।।૨૧।।

કણબી ભક્ત છે બેચરભાઇ, દ્વિજ બાઇ છે કેલોદમાંહી ।

કણબી ભક્ત છે લક્ષમીદાસ, હરિભાઇનો દેરોલે વાસ ।।૨૨।।

દ્વિજ ભક્ત ગંગા વિષ્ણુનામ, બાળમુકુન્દ ને રાજારામ ।

સારો ભક્ત છે રૂડો સુતાર, ભક્તજન નગીન ભાવસાર ।।૨૩।।

એહઆદિ હરિજન જેહ, વસે શહેર ભરૂચમાં તેહ ।

એહ નર્મદા તટના જન, હવે કહું તાપી તટે પાવન ।।૨૪।।

પૂર્વછાયો- સુંદર ભક્ત સુરતના, અતિ હોંશિલા હરિજન ।

સ્વામી સેવામાં સમર્પ્યાં, જેણે તન મન ને ધન ।।૨૫।।

તને કરી રહ્યા વચને, મને કયુર્ં મૂરતિ મનન ।

ધને કરીને જે કર્યું, તે કહું સાંભળજયો જન ।।૨૬।।

વેઢ વિંટિ કરમુદ્રિકા, પોંચી સાંકળા કડાં હાથ ।

કાજુ બાજુ બેરખા, કુંડળ મુગટ માથ ।।૨૭।।

માળા હાર માદળિયાં, અને તોડા કંદોરા તેહ ।

દુગદુગી ઉર ઉતરી, વળી કનક કંઠી એહ ।।૨૮।।

શિરપેચ ને સ્વર્ણ તોરો, વળી ધરી કલંગી શીશ ।

એહ આદિ આભૂષણે, જેણે પૂજયા શ્રીજગદીશ ।।૨૯।।

સુરવાલ સુંદર અતિ ઝિણો, જામો જરકશી અંગ ।

શાલ દુશાલ શોભતા, શિરપાગ સોનેરી સોરંગ ।।૩૦।।

છતર ચમર અબદાગરી, વળી કરાવ્યો સોનેરી સાજ ।

હેમમય કર્યો હાંસલો, લાવ્યા પાલખી પ્રભુકાજ ।।૩૧।।

ગાદી તકિયા ગાદલાં, ગાલમશુરિયાં અવલ ।

પલંગ વળી પાથરણાં, માનું ઓશિસાં મખમલ ।।૩૨।।

કુંકુમ કેશર કસ્તુરી, અત્તર ચંદન એહ ।

અગર કપુર આરતી, કરી પૂજયા હરિને સ્નેહ ।।૩૩।।

પુર્યા મનોરથ મનના, વળી થયા પૂરણકામ ।

એવા જન અનુપનાં, હવે લખું કાંયેક નામ ।।૩૪।।

ચોપાઇ- વડા જન છે વણિક માંઇ, ધન્ય ભક્ત ભાઇચંદ ભાઇ ।

ભક્ત ભિખારીદાસ છે એક, દોય ગોવિંદભાઇ ભાવિક ।।૩૫।।

જાદવજી ને જીવણદાસ, ગંગાદાસ ભજે અવિનાશ ।

મોતી મોરાર મનછારામ, લક્ષમીચંદ ને લલુ નામ ।।૩૬।।

નારાયણ ને નરસીદાસ, લલુ બીજે તજી જગ કાશ ।

રામદાસ ને સુરજ રામ, રૂપચંદ છે ભક્ત અકામ ।।૩૭।।

હરિકૃષ્ણ આદિ બહુ જન, કરે વણિક હરિભજન ।

મહાલક્ષમી જીવી જતન, એહાદિ શા બાઇયો હરિજન ।।૩૮।।

કાજુ ભક્ત કણબી ઉદાર, ભજે હરિ કરી બહુ પ્યાર ।

ભલા ભક્ત છે ગિરધરલાલ, ભજી હરિ નાગર નિહાલ ।।૩૯।।

ભક્ત ભગુ ને દુર્લભરામ, હરગોવિંદ ભગવાન નામ ।

લક્ષમીચંદ ને માણ્યકભાઇ, ભવાનીદાસ દોની ભલાઇ ।।૪૦।।

પુરૂષોત્તમ દો દયાળજી, દયારામ કુબેર કલ્યાણજી ।

જેઠો મીઠો ને મનછારામ, ત્રણ્ય નારણ નરસિરામ ।।૪૧।।

લખો લક્ષમીદાસ ને ભાણો, જેઠો ગોપાળજી જન જાણો ।

તાપીદાસ ને તુલજારામ, પીતાંબરાદિ ભક્ત અકામ ।।૪૨।।

એહ આદિ દઇ બહુ ભાઇ, બાઇ કસ્તુરી ને લાડુબાઇ ।

એહાદિ કહીએ કણબી જન, હવે કહું બ્રાહ્મણ પાવન ।।૪૩।।

દ્વિજભક્ત કહીએ અંબારામ, વેંકટેશ્વર સુંદર નામ ।

પ્રાણશંકર જગજીવન, સુરભાઇ તે ભક્ત પાવન ।।૪૪।।

મોરારજી ને ભટ્ટ ફકીર, એહાદિ દ્વિજ ભક્ત સુધીર ।

કાજુ ભક્ત કાયથમાં કહીએ, નરોત્તમ ઇચ્છારામ લહીએ ।।૪૫।।

સારા ભક્ત છે સુતારમાંઇ, અંબારામ ગોપાળજીભાઇ ।

ભક્ત ભાણો ભીખો વજેરામ, જન કાનો નારણજી નામ ।।૪૬।।

સોની ભક્ત કલ્યાણજી સારો, રૂડો રૂપચંદ છે કંસારો ।

ભક્ત સુઇ ધનજી નિદાન, આતમારામ ને ભગવાન ।।૪૭।।

હરિજન એક કુંવરબાઇ, એહાદિ ભક્ત કહીએ મેરાઇ ।

ખરા ભક્ત છે ખતરી માંઇ, ગંગારામ હેમચંદ્રભાઇ ।।૪૮।।

ભગવાનજી ને ધર્મદાસ, જેરામને મને વિશ્વાસ ।

હરિજન એક દેવબાઇ, એહ ભક્ત ખત્રી કુળમાંઇ ।।૪૯।।

ભક્ત પરશુરામજી શિલાટ, ભજી હરિ ને તજયો ઉચ્ચાટ ।

ભક્ત કાછિયા ભાણો ને નાનો, સખીદાસ સતસંગી માનો ।।૫૦।।

ભક્ત ગુલાલ તે ભાવસાર, હરિ ઇશુ આદિ છે અપાર ।

નાઇ હરખજી ને ગોવિંદ, ભક્ત પીતાંબર ને ઉમેદ ।।૫૧।।

એહઆદિ છે જન અપાર, ન થાય નામનો નિરધાર ।

કવિ કરવા અમાપનું માપ, એવો નથી એ સમર્થ આપ ।।૫૨।।

જે જે લખ્યાં ને લખાણાં જન, પ્રભુ મળ્યે છે સર્વે પાવન ।

એહ બેઠા લાભ મોટો લઇ, સરવે શહેર સુરતમાં રઇ ।।૫૩।।

ધન્ય જન ધરમપુરમાં, જેને હરિ વહાલાછે ઉરમાં ।

કુશળકુંવરબાઇ હરિજન, જેનું અતિ નિરમળ મન ।।૫૪।।

પ્રભુ મળવા કર્યો બહુ પ્રયાસ, વિના મળ્યે નાવ્યો વિશ્વાસ ।

જયારે મળિયા સુંદરશ્યામ, ત્યારે ઠરી બેઠું મન ઠામ ।।૫૫।।

પછી રાજ સાજ સરવે વિત્ત, સોંપી હરિને થયાં નચિંત ।

એમ કરી લીધું નિજકાજ, તન રાખ્યું નહિ કર્યું તાજ ।।૫૬।।

ધન્ય સૂરજકુંવર કહીએ, જેના પ્રેમનો પાર ન લહીએ ।

લાડુબાઇ સુત વજેદેવ, તેણે પણ કરી હરિ સેવ ।।૫૭।।

બાપુ આદિ ક્ષત્રિભક્ત જાણો, પ્રભુ ભક્ત દાજી પરમાણો ।

એહ આદિ બાઇ ભાઇ જેહ, વસે જન ધર્મપુર તેહ ।।૫૮।।

વડા ભક્ત વાંસદા મોઝાર, જેને ઘેર પધાર્યા મોરાર ।

બહુ પ્રેમે કરી પૂજયા હરિ, ક્ષત્રિ રાયસિંઘ માતુશરિ ।।૫૯।।

મોટા ભક્ત છે મુંબઇમાંઇ, ભક્ત સુતાર તે રૂડોભાઇ ।

સારા ભક્ત લુવારમાં લહીએ, રામો પુંજો ને આણંદ કહીએ ।।૬૦।।

ઉકા માંડણ દેવશી જીવો, ચેલો ભક્ત લુવારમાં લેવો ।

જગજીવન ભક્ત કંસારો, શેઠ કૃષ્ણજી છે જન સારો ।।૬૧।।

સઇ રૈયો મનજી પ્રાગજી, લીધો લાવો ભગવાન ભજી ।

શવજી ને ખટાઉ લુવાણો, એહાદિ જન મુંબઇયે જાણો ।।૬૨।।

પૂર્વછાયો- ધન્ય ધન્ય આ અવતારને, જેથી ઓધર્યા બહુ જન ।

તેને કહેતાં થાકે રસના, થાકે મનન કરતાં મન ।।૬૩।।

જેમ પીયૂષ પાનનો, ન હોય અંતરે અભાવ ।

તેમ જન ચિતવતાં, મારા મનમાં છે ઉત્સાવ ।।૬૪।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ-મુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે કાનમદેશ તથા સુરત મુંબઇના હરિજનનાં નામ કહ્યાં એ નામે એકસો ને પચિશમું પ્રકરણમ્ ।।૧૨૫।।