(૦૮) દ્રવ્યશુદ્ધિ પ્રકરણમ્

Submitted by swaminarayanworld on Mon, 18/01/2016 - 9:45pm

દ્રવ્યશુદ્ધિ પ્રકરણમ્ (૮)

 

સુવર્ણના અને ચાંદીના પાત્ર અને અબ્જ (જલોત્પન્ન વસ્તુ મુકતાફળ, સંખ શુકિત વગેરે), ઉર્ધ્વપાત્ર, યત્રિયપાત્ર, પાષાણ, શાક, રજજુ, મૂળ, વ્સત્ર, વાંસર્નિમિત, ચર્મપાત્ર તથા ચમસાદિકની શુદ્ધિ, જળ વડે થાય છે. ચરૂસ્થાલી, સુવા તથા ઘી વગેરેથી ચીકણાં થયેલ પાત્ર ઊષ્ણ જળથી શુદ્ધ થાય છે. ૧૮૨-૧૮૩

યજ્ઞવજ્ર, સૂપડું કૃષ્ણમૃદચર્મ, ધાન્ય, મૂસળ, ઊલૂખલ અને ગાડું વગેરેની સુદ્ધિ ઊષ્ણ જળથી ધોવા વડે થાય છે. ધાન્યની રાશિ અને અનેક વસ્ત્રો હોય તો જળનાં છાટાં નાખવાથી શુદ્ધ થાય છે. ૧૮૪

લાકડું, ભેંસ, વગેરેનાં શીંગડાં અને અસ્થિર્નિમિત પાત્રોની શુદ્ધિ છોલવાથી, ફળમાંથી બનાવેલ તુંબડા વગેરે પાત્રની શુદ્ધિ ગાયના કેશ ઘસવાથી અને યજ્ઞકર્મમાં વપરાત ‘સ્રુક્’ ‘સ્રુવા’ આદિક પાત્રોની શુદ્ધિ હાથ વડે સાફ કરવાથી થાય છે. ૧૮૫

કાંબળ વગેરે ઉનના અને કૌશિક (રેશમી) વસ્ત્રો ઊપર મૃત્તિકા સહિત જળ અને ગૌમૂત્ર વડે ધોવાથી શુદ્ધ થાય છે તથા શ્રીફળ સહિત જળ અને ગૌમૂત્રથી અંશુક (વલ્કલ) વસ્ત્ર સ્વચ્છ થાય છે. અને જંગલી ઘેંટાના રોમથી બનાવેલા કુતપ, દુશાલા વગેરે વસ્ત્રો અરિઠા, ગોમૂત્ર અને જળ વડે સ્વચ્છ થાય છે. ૧૮૬

ક્ષૌમવસ્ત્ર સર્ષપ સહિત ગોમૂત્ર અને જળથી માટીના વાસણની પુનઃ પકવવાથી શુદ્ધિ થાય છે. કારીગરનો હાથ વેચવાની વસ્તુ, ભિક્ષાન્ન અને સ્ત્રીનું મુખ પવિત્ર હોય છે. ૧૮૭

ભૂમિની શુદ્ધિ સાવરણી વડે વાળવાથી, કચરો વગેરે બાળવાથી,કાલાન્તરથી, ગાયના ભ્રમણથી, ગાયનું દુધ, મૂત્ર અથવા જળ છાંટવાથી, ખોદવાથી અને છાણ વગેરે વડે લીંપવાથી થાય છે. તેમજ ઘરની શુદ્ધિ વાળવાથી તથા લપવાથી થાય છે. ૧૮૮

ગાયોએ સૂંઘેલા તથા કેશ, માખ, કીડી વગેરેથી દૂષિત થયેલા અન્નની શુદ્ધિ માટે તેની ઊપર જળ, ભસ્મ કે માટી નાંખવાં જોઈએ. ૧૮૯

ત્રપુ, (ટીન) સીસું, અને તાંબુ, ખારા અથવા ખાટા જળથી શુદ્ધ થાય. કાંસાની અને લોખંડની શુદ્ધિ ભસ્મ અને જળથી કહી છે. અને ઘી અથવા તેલ જેવા દ્રવ્ય પદાર્થ જે પાત્રમાં હોય, તે પાત્રમાં તેજ દ્રવ્ય એટલું નાખવું કે પાત્ર ઊભરાઈને બહાર પડે, તેથી તે પદાર્થની શુદ્ધિ થાય છે. ૧૯૦

મળમૂત્ર વગેરેથી દૂષિત પાત્રની શુદ્ધિ માટી અને પાણી વડે દુર્ગંધ જાય ત્યાં સુધી ઘસવાથી થાય છે. શુદ્ધ કર્યા પછી પણ જો મનમાં સંદેહ રહે, તો બ્રાહ્મણ કહે ત્યારે શુદ્ધ સમજવા. પાણી છાંટવાથી શુદ્ધ થાય છે. જે પદાર્થની શુદ્ધિ અશુદ્ધિનો ખ્યાલ ન હોય તેવો પદાર્થ સદૈવ પવિત્ર હોય છે. ૧૯૧

એક ગાય તૃપ્ત થાય તેટલું ભૂમિ ઊપર પડેલું પ્રાકૃતિક સ્વચ્છ જળ શુદ્ધ હોય છે. અને શ્વાન, ચાંડાલ તથા માંસ ખાનાર પક્ષીએ પાડેલું માંસ પણ શુદ્ધ કહેવાય. ૧૯૨

સૂર્યાદિક કિરણ, રજકણ, છાયા, ઘોડો, ભૂમિ, પવન તથા ધૂમ્મસ બિન્દુ અને માખ સ્પર્શમાં પવિત્ર છે. અને વાછરડું, ગાયને દોહતી વખતે પવિત્ર છે. ૧૯૩

બકરી અને ઘોડાનું મુખ શુદ્ધ છે, જયારે ગાયનું મુખ અને મનુષ્યના મળ અશુદ્ધ કહ્યાં છે. ચાંડાલાદિકથી અપવિત્ર થયેલ માર્ગ, ચંદ્ર-સૂર્યના કિરણથી અને પવનથી શુદ્ધ થાય છે. ૧૯૪

મુખમાંથી નીકળેલા થૂંકના તથા આચમનના જળનાં બિંદુઓ શુદ્ધ હોય છે. (અર્થાત્ શરીર ઊપર ન પડ્યા હોય તો અશુદ્ધિ થતી નથી) દાઢી, મૂછ ઊપર રહેલા તથા મુખ અને દાંતમાં ભરાયેલા ઊચ્છિષ્ટ અન્નના કણ ધોવાથી શુદ્ધિ થાય છે. ૧૯૫

સ્નાન કરીને, પાણી પીને, છીંક આવ્યા પછી, શયન કરીને, ભોજન કરીને, અને રસ્તા ઊપર ચાલી આવ્યા પછી તથા વસ્ત્ર પહેર્યા પછી આચમન કરી પુનઃ આચમન કરવું અર્થાત્ બે વાર આચમન કરવું. ૧૯૬

રસ્તા ઊપર રહેલા કાદવ અને પાણિને ચાંડાલ, કુતરા, કાગડા વગેરે અડ્યા હોય, તો પણ વાયુના સ્પર્શથી શુદ્ધ થાય છે. તેમજ પાકી ઈંટથી બાંધેલા ઘર પણ વાયુના સ્પર્શથી શુદ્ધ થાય છે. ૧૯૭

ઈતિ દ્રવ્યશુદ્ધિ પ્રકરણમ્