રાગ : ઠુમરી
તાલ ત્રિકાલ
પદ - ૧
જીમત પીયા પ્રાન જીમાવતી પ્યારી રે; જીમા૦ ટેક
કંચન થાર પરોસી લાઈ, બિંજન વિવિધ સંવારી. જીમા૦ ૧
મોતીચુર જલેબી સુંદર, દુધપાક સુખકારી. જીમા૦ ૨
માનભોગ મીઠીપૂરી કચોરી, બરા દધીમહીં ડારી. જીમા૦ ૩
પ્રેમાનંદકું પ્યારો શીત પ્રસાદી, દેતહે પાસ બેસારી. જીમા૦ ૪
પદ ૨
લાડીલો લાલ જીમત પૂરી દૂધપાક; લાડી૦ ટેક.
વિધ વિધકે પકવાન મીઠાઈ, બહુત પ્રકારકે શાક. લાડી૦ ૧
જીમત મેવા શ્યામ મનોહર, કદલીફળ અરુ દ્રાક્ષ. લાડી૦ ૨
આસપાસ બેઠી સખા મંડળી, સબહીકું દેત ચાખ ચાખ. લાડી૦ ૩
પ્રેમાનંદ માગે જુંઠ પ્રસાદી, બહુત અંતર અભિલાસ. લાડી૦ ૪
પદ - ૩
શીરો પૂરીરે આરોગો અવિનાશી; શીરો૦ ટેક.
મોતીચુર જલેબી ઘેબર, પેંડા બરફી ખાસી. શીરો૦ ૧
મીઠો બીરંજ હરીસો સુંદર, દૂધપાક સુખરાશી. શીરો૦ ૨
ઓટ્યો દૂધ ભાત ઝીનવાકો, મીસરી માંહી મીલાસ. શીરો૦ ૩
કછુ એક જુંઠ પ્રસાદી માંગત, પ્રેમસખી નીજ દાસી. શીરો૦ ૪
પદ - ૪
લાલ વ્યારૂ કીજીએ મેં લાગું તોરે પૈર્યા; લાલ૦ ટેક
દુધપાક સંયાવ સુંવારી, સેવે સરસ બનૈયાં. લાલ૦ ૧
ઘૃત કંસાર લાપસી પ્યારે, સુખદા અતિ સુખદૈયાં. લાલ૦ ૨
બીરંજ બાસુદી સીખરન સુંદર, મિસરી દૂધ મલૈયા. લાલ૦ ૩
શ્રી ઘનશ્યામ બદન છબી ઉપર, પ્રેમસખી બલજૈયાં. લાલ૦ ૪