એવા સાચા સંતનો સમાગમ સારોજી, જેથી આવે જાણજો દુઃખનો આરોજી
પ્રભુ પામવાનો ન રહે ઉધારોજી, બીજાનો સંગ છે બહુ નઠારોજી
નઠારો સંગ નરસાતણો, કહું છું કોઈ કરશો નહિ ।।
નાગ વાઘ વિષ વહનિ, એ વિમુખથી સારાં સહિ ।। ર ।।
ગાળે હિમાળે બાળે વિજળી, વળી કૂવે પડે નર કોય ।।
શીશ કાપે આપે શૂળિયે, તોયે વિમુખ દુઃખસમ નોય ।। ૩ ।।
એથી મરવું એકવાર પડે, પછી પામીએ એહનો પાર ।।
પણ જનમ મરણ જીવને, વિમુખથી વારમવાર ।। ૪ ।।
ઢેઢ ઢેમર ઢોલવી મ્લેછ, પારાધી ગઉમાર ।।
એના સ્પર્શના પાપથી, વિમુખનું પાપ અપાર ।। પ ।।
પાપી વિમુખના સ્પર્શનું, કયાં જઈ ધુએ કિલબીષ૯ ।।
ટાળી ન ટળે કોઈની, જેમ ગળી મળીની મેષ ।। ૬ ।।
પૂરણ પાપે સ્પર્શ એનો, પામે કોઈ પ્રાણી મળી ।।
અનંત જનમનું સુકૃત સર્વે, વિમુખ સ્પર્શે જાયે બળી ।। ૭ ।।
એમ સરવે પ્રકારે સમજીને, તજવો તે સંગ વિમુખનો ।।
નિષ્કુળાનંદ કહે તો પામશો, સારો દિવસ સુખનો ।। ૮ ।।