પુલ્હાશ્રમ યાત્રા

Submitted by Parth Patel on Tue, 09/06/2009 - 9:00am


અનેક જીવનું આત્યંતિક ક્લ્યાણ કરવા પધારેલા ભગવાન શ્રી સ્વામિનારાયણ બાલપણમાં ઘનશ્યામ તરીકે જાણીતા થયા હતા. પહેલેથી જ વૈરાગ્યવૃત્તિ અને ધર્મભક્તિમાં ખૂબ આસ્થા હતી. તપતીર્થાટન કરવાની તીવ્ર ઇચ્છા હતી. માતાપિતાને દિવ્ય ગતી આપ્યા પછી 11 વર્ષની કુમળી વયે ગૃહત્યાગ કરી વનની વાટ લીધી. ઉત્તર દિશામાં આગળ જવાના લક્ષ્ય સાથે હિમાલયના પંથે આગળ વધ્યા. વચ્ચે વિકટ રસ્તો આવતાં કોઇ માર્ગ મળતો ન હતો ત્યારે હિમાલયે માનવરૂપે પ્રગટ થઇ આગળનો માર્ગ બતાવ્યો. આમ કઠીન પદયાત્રા કરતાં કરતાં નીલકંઠવર્ણી પુલ્હાશ્રમ પહોંચ્યા. તેનું સુંદર વર્ણન વૈરાગ્યમૂર્તિ નિષ્કુલાનંદ સ્વામીએ ભક્તચિંતામણિના 29મા પ્રકરણમાં કર્યું છે.

 

 

Facebook Comments