શ્રી હરિલીલામૃત ગ્રંથના પ્રત્યેક કળશના સંક્ષેપાર્થ મંગળ શ્લોકો
જન્મ્યા કૌશલ દેશ વેશ બટુનો લઈ તીર્થમાંહી ફર્યા,
રામાનંદ મળ્યા સ્વધર્મ ચલવ્યો યજ્ઞાદિ મોટા કર્યા;
મોટાં ધામ રચ્યાં રહ્યા ગઢપુરે બે દેશ ગાદી કરી,
અંતર્ધાન થયા લીલા હરિતણી સંક્ષેપમાં ઊચ્ચરી. ૧
વંદુ શ્રી હરિકૃષ્ણ ધર્મસદને જઈ જન્મ જેણે ધર્યો,
કૃત્યાનો વળી કાલીદત્ત ખળનો જેણે પરાજય કર્યો;
કીધાં બાળ ચરિત્ર અદ્રુત અતિ જઈને અયોધ્યા પ્રતિ,
માતાને પછી તાતને પણ દીધી દુર્લભ દિવ્યા ગતિ. ૨
વંદુ શ્રી વર્ણીન્દ્ર વેશ ધરીને જઈ તીર્થમાંહી ફર્યા,
દૈવી ને નિજ જ્ઞાન દાન દઈને દુષ્ટો વિનષ્ટો કર્યા;
હિમાદ્રી પુરુષોત્તમાખ્ય પુરી જઈ શ્રી સેતુબંધે ગયા,
કાંચીથી ગુજરાત પ્રાંત થઈને જે લોજમાં જઈ રહ્યા. ૩
વંદુ જે હરિ લોજમાંહી શિખવી અષ્ટાંગયોગી કળા,
રામાનંદ પ્રતિ સુપત્ર લખીયો જઈ પીપલાણે મળ્યા;
દેખાડ્યો ગુરુને પ્રતાપ નિજનો ને ત્યાંજ દીક્ષા લીધી,
સ્વામીએ ધૂર સંપ્રદાય તણી તો જઈ જેતપુરે દીધી. ૪
વંદુ જે હરિએ પ્રતાપ નિજનો સૌરાષ્ટ્ર દેશે ઘણો,
દેખાડ્યો કરી મગ્નિરામ જનને આશ્રિત પોતાતણો.
ધામો શુદ્ધ સમાધિમાં સુજનને દેખાડીયાં દ્રષ્ટિએ,
લાખો વિપ્ર જમાડિયા જન સુખી કીધાં કૃપા વૃષ્ટિએ. ૫
વંદુ જે હરિ દુર્ગપત્તન રહી ત્યાં ભુપના ધામમાં,
સ્થાપી ઊત્તમ વાસુદેવ પ્રતિમા રંગે રૂડા શ્યામમાં,
સૌરાષ્ટ્રાદિ વિશેષ દેશ ફરીને દુર્ગાખ્ય પુરે રહ્યા,
જેને આ જગ માંહી દુર્ગપુરના વાસી વિશેષે કહ્યા. ૬
જેણે જેતલપત્તને મખ કર્યો લાચાર લોલંગરો,
કીધો યજ્ઞ ડભાણમાં વળી ભલો વૌઠે સમૈયો કર્યો,
જઈને ધર્મપુરે સ્વધર્મ ચલવ્યો વૃત્તાલયે આવીને,
કીધા ઊત્સવ શ્રેષ્ઠ તેહ હરિને વંદુ દીલે લાવીને. ૭
જેણે સુંદર શ્રેષ્ઠ ધામ રચિયાં આચાર્યજો સ્થાપિયા,
શિક્ષાપત્રી રચી સ્વધર્મ સહુના જુદા કરી આપિયા,
કીધો સુરતમાં વિજયવળી ભલો વિવાહ રાજા તણો,
વંદુ તે પ્રભુને અખંડ ઊરમાં ઊત્સાહ આણી ઘણો. ૮
વૃત્તાલે કરી પુષ્પદોલ વિચર્યા ભાવાખ્ય પુરે હરિ,
ચૈત્રેથી ગઢડે રહ્યા વૃતપુરે જઈ કાર્તિકી ત્યાં કરી,
મુંબઈના પતિને મળ્યા નૃપગઢે આચાર્ય હર્સ્તે વળી,
સ્થાપ્યા શ્રી રણછોડજી વૃત્તપુરે તેને નમું છું લળી. ૯
આવ્યા અક્ષરમુક્ત ત્યાં સ્તવન તો કીધું હરિનું ઘણું,
ત્યારે ધામ વિષે સ્વયં વિચરવા લીધું ઊદાસીપણું,
દેહોત્સર્ગ કર્યો જણાય ન કર્યો પ્રત્યક્ષ દીઠા તદા,
લીલા અદભુતકારી કૃષ્ણ હરિને વંદુ સદા સર્વદા. ૧૦
Disqus
Facebook Comments