જયદેવ જયદેવ, જય ગોકુળચંદા, જય ગોકુળચંદા (૧)

Submitted by swaminarayanworld on Tue, 18/04/2017 - 10:16pm

આરતી

જયદેવ જયદેવ, જય ગોકુળચંદા, જય ગોકુળચંદા ;

બ્રજપતિ કુંજબિહારી બ્રજપતિ કુંજબિહારી, કેવળ સુખકંદા. જય 0

રાધાપતિ સુખરાશિ, નટવર નવરંગી, નટવર નવરંગી ;

મોર મુગટ મસ્તક ધરી, મોર મુગટ મસ્તક ધરી, છબી નૌતમચંગી.  જય૦૧

ગો ગોપી ગોકુળ હિત, કર ગિરિવર ધાર્યો, કર ગિરિવર ધાર્યો ;

સેનાસહિત સુરપતિકો, સેનાસહિત સુરપતિકો, અતિ મદ ઉતાર્યો.    જય૦ર

જમુના તટ જદુનંદન, રોકત મહિયારી, રોકત મહિયારી ;

બ્રજ જન મોદ બઢાવત, બ્રજ જન મોદ બઢાવત, ક્રીડા સુખકારી.    જય૦૩

રાધાની સંગ ઉભા, લઇ બંસી હાથે, લઇ બંસી હાથે ;

બ્રહ્માનંદ બલિહારી, બ્રહ્માનંદ બલિહારી, મોહન છબી માથે.           જય૦૪

Facebook Comments