વચનવિધિ કડવું - ૫૦

Submitted by swaminarayanworld on Thu, 22/06/2017 - 6:49pm

વિમુખ તે મરી થાશે વૈતાળજી, ક્ષુધા પિપાસા વધશે વિશાળજી
જળાશયે જાતાં રોકશે વરુણ રખવાળજી, ત્યારે સર્વ દુઃખનો મળશે તાળજી

તાલ મળશે તે જાણજો, પીવું પડશે પેશાબને ।।
તે વિના જળ નહિ મળે, જયારે હરિ લેશે હિશાબને ।। ર ।।

ભૂત પલિતને ભોજન કરવા, નથી વિષ્ટા વિના બીજું વળી ।।
એવાં સુખ છે વિમુખનાં, લીધાં છે શાસ્ત્રેથી સાંભળી ।। ૩ ।।

વ્યોમ  વસુંધરા  વચ્ચમાં, વસવા છે વાયુ ભૂતને ।।
ઘાટ  વાટ  ઊજડ  અગારે,  કહ્યું રે’વાનું કપૂતને ।। ૪ ।।

ઝાડ પા’ડ નિરજળ દેશે, વસશે વસમા સ્થાનમાં ।।
અશુદ્ધ જળ ઉતાર અન્નને, ખાઈ ખુશી રે’શે ખાન પાનમાં ।। પ ।।

એવાં દુઃખ ભોગવશે, વચન દ્રોહી વિમુખ જન જો ।।
ત્યાં નથી ઉધારો એહનો, તૈયાર છે મુકતા તન જો ।। ૬ ।।

હમણાં તો જાણે ખાટ્યા ખરા, વિમુખ થઈ રહ્યાં વેગળા ।।
પણ ખાધી મોટી ખોટ્યને, જયારે પ્રજળશે પાપની પળા૯ ।। ૭ ।।

આજ તો થયું છે અટપટું, વર્તતાં વા’લાના વચનમાં ।।
નિષ્કુળાનંદ કહે પછી વિમુખને, થાશે મૂંઝવણ્ય મનમાં ।। ૮ ।।