એકાદશી આજનો દિન સારો રે, ગાઈએ નટવર નંદ દુલારો (૪)?

Submitted by swaminarayanworld on Tue, 24/11/2015 - 6:54pm

રાગ - ગરબી

પદ - ૧

એકાદશી આજનો દિન સારો રે, ગાઈએ નટવર નંદ દુલારો. એકા૦

એના વ્રતનો મહિમા ભારી રે, જાણે બ્રહ્માદિક ત્રિપુરારી રે;

મળે પ્રગટ પ્રમાણ મુરારી. એકાદશી૦ ૧

વ્રત રાખીને હરિવર વરીએ રે, દઢ અંતર આંટી ધરીએ રે;

કોડે આનંદ ઊત્સવ કરીએ. એકાદશી૦ ૨

બ્રહ્માનંદ કહે એ વ્રત રહ્યા છે રે,  તે  તો પાર સંસાર થયા છે રે;

એમ ઊદ્ધવ કહી ગયા છે. એકાદશી૦ ૩

 

પદ - ૨

એકાદશી ઊત્સવનો દિન રૂડો રે, કોડે નીરખીએ છેલ કાનુડો . એકાદ૦

રસિયા સંગ રંગભર રમીએ રે, દેહ પ્રાણ ઈંદ્રિય મન દમીએ રે;

ત્યારે ગીરધરને મન ગમીએ. એકાદશી૦ ૧

નિત્ય પ્રેમ સુધારસ પીજે રે, કરી વ્રત નવ રાચીએ બીજે રે;

રસિયો નટનાગર રીઝે. એકાદશી૦ ૨

જેણે વચન થકી વ્રત કીધું રે,  તેનું સઘળું  તે કારજ સીધું રે;

બ્રહ્માનંદ કહે જન્મ ફળ લીધું. એકાદશી૦ ૩

 

પદ - ૩

એકાદશી ઊત્સવનો છે દ હા ડો રે ,

ખૂબ રમીએ  તે રંગ અખાડો. એકાદશી ૦

કરીએં વ્રત અતિ ઊછરંગે રે, પહેરી વસ્ત્ર આભૂષણ અંગે રે;

રમીએ શ્યામ સુંદરવર સંગે. એકાદશી૦ ૧

સખિ શ્યામચરણ ચિત્ત લઈએ રે, વિષરૂપ વિષય વિસરાઈએ રે;

ગિરીધર નટનાગર ગાઈએ. એકાદશી૦ ૨

એનો મહિમા કહ્યામાં ન આવે રે, મોટા મોટા મુનિવર ગાવેરે;

બ્રહ્માનંદ કહે હરિને મિલાવે. એકાદશી૦ ૩

 

પદ - ૪

એકાદશી પ્રગટ પ્રભુજીને પ્યા રી રે ,

સર્વે હરિજનને સુખકારી. એકાદશી૦

રહેશે વ્રત જે વચન પ્રમાણે રે, એમાં અસત્ય ભાવ નવ આણે રે;

તે  તો મોક્ષ મહાપદ માણે. એકાદશી૦ ૧

કાજુ સબ જગ મંગલકરણી રે, દુઃખ શોક સંતાપની હરણી રે;

સાચી મોક્ષ  તણી નીસરણી. એકાદશી૦ ૨

બ્રહ્માનંદ કહે ટળે ભવભીતિ રે, રહે વ્રત સનાતન રીતિ રે;

થાય પૂરણ હરિપદ પ્રીતિ. એકાદશી૦ ૩

Facebook Comments