મારા હરજી શું હેત ન દીસેસે રે, તેને ઘેર શીદ જઈએ;

Submitted by swaminarayanworld on Sat, 23/01/2016 - 12:26am

મારા હરજી શું હેત ન દીસેસે રે, તેને ઘેર શીદ જઈએ;

તેને સંગ શીદ રહીએ રે .ટકે ૦

હેત વિના હુંકારો ન દેવો, જેનું હરખે શું હૈડું ન હીસે રે;

આગળ જઈને વાત વિસ્તારે, જેની આંખ્યુંમાં પ્રેમ ન દીસેસે રે..તેને૦ ૧

ભક્તિ ભાવનો ભેદ ન જાણે, ભૂરાયો થઈને ભાળે રે;

લલિત લીલાને રંગે ન રાચે, પછી ઉલેચી અંધારૂં ટાળે રે .તેને ૨

નામ તણો વિશ્વાસ ન આવે, ઉડું તે ઉડું શોધે રે;

જાહ્નવી તીરે તરગં તજીને, પછી તટમાં જઈને કૂપ ખોદે રે .તેને ૩

પોતાના સરખી કરીને જાણે, પુરૂષોત્તમની કાયા રે;

નરસૈયાના સ્વામીની લીલા, ઓલ્યા મતિયાં કહે છે માયા રે..તેને૦ ૪

Facebook Comments