શ્રીમદ્ ભાગવત દશમ સ્કંદ

Submitted by swaminarayanworld on Mon, 05/12/2011 - 8:28pm

સર્વાવતારી સકળ મંગલગુણનિધાન અક્ષરધામાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ શ્રીસ્વામિનારાયણ ભગવાન અનંત જીવાત્માઓનાં કલ્યાણ કરવા માટે આ ભૂમંડળમાં ભારતમાં ઉત્તર કૌશલ દેશમાં સરયૂકીનારે અયોધ્યા પાસે છપૈયા ગામને અક્ષરધામરૂપ કરીને સરવરીયા બ્રાહ્મણ કુળમાં શ્રીધર્મ-ભક્તિને ભવન વિ. સં. ૧૮૩૭ ના ચૈત્રસુદિ ૯ તા. ૨-૪-૧૭૮૧ ને સોમવારે રાત્રે દશ વાગ્યે પ્રગટ થયા. માત-પિતાના મનોરથ પૂર્ણ કરવા હુલામણું નામ ઘનશ્યામ ધારીને અનેક બાળચેષ્ટાઓ કરીને માત-પિતા તથા બાળમિત્રોને અલૌકિક સુખો આપ્યાં, અયોધ્યામાં પણ અનેક લીલાઓ કરીને માત-પિતાને પોતાની અખંડ ચરણકમળની સેવા આપી વર્ણીવેષ ધારણ કરીને વનવિચરણ કરવા પધાર્યા. ત્યાં અનેક તીર્થોને તૈથિત્વપણું આપીને આ ભૂમિને પાવન કરી, સાત વર્ષ પછી ગુજરાત સૌરાષ્ટ્રમાં માંગરોળ બંદર પાસે લોજ ગામે પધાર્યા.

ત્યારપછી ઉદ્ધવાવતાર જગતગુરુ શ્રીરામાનંદ સ્વામી પાસે દિક્ષા લઇને શિષ્ય તરીકે સેવા કરી. ગુરુ રામાનંદ સ્વામીએ સ્થાપેલ ઉધ્ધવ સંપ્રદાયની ધુરા સર્વાવતારી શ્રીહરિને સોંપી ત્યારપછી શ્રીહરિએ ગુરુજીએ સ્થાપેલ સંપ્રદાય શ્રીરામાનુજાચાર્યનો જે વિશિષ્ટાદ્વૈતમતના સિધ્ધાંતાનુસાર પ્રમાણરૂપ સ્વીકાર્ય રાખ્યો. તેમજ પોતાને પ્રિય એવાં આઠ સચ્છાસ્ત્ર શિક્ષાપત્રી શ્લોક ૯૩-૯૫ તથા વચનામૃત વડતાલના ૧૮ માં જણાવ્યાં છે.

આપણા ઇષ્ટદેવને ઇષ્ટ એવાં સચ્છાસ્ત્ર આપણને પણ ઇષ્ટ હોય જ. તો આ આઠેય શાસ્ત્ર આપણી પાસે વસાવવાં જોઇએ. તેમાં કેટલાંક અપ્રાપ્ય હોવાથી છપાવીને પ્રસિધ્ધ થાય તો સત્સંગી ભક્તજનોને પ્રાપ્ત થઇ શકે. આ આઠશાસ્ત્ર મધ્યે શ્રીજીમહારાજને અતિ પ્રિય શાસ્ત્ર શ્રીમદ્ ભાગવતનો દશમસ્કંધ હતો. મહારાજે ગ.મ. ૨૮ માં કહ્યું છે કે શ્રીમદ્ ભાગવત જેવો કોઇ ગ્રંથ નથી. વળી શિક્ષાપત્રીના શ્લોક ૯૯ માં લખ્યું કે દશમસ્કંધ તે અમારું ભક્તિશાસ્ત્ર છે. કારણ કે એમાં ભગવાનના ભક્તને ગોપીઓના જેવી પ્રેમલક્ષણા ભક્તિ કરીને ભગવાનને વશ કરવા એવી ભક્તિ કહી છે. તેમજ આખા ભાગવતરૂપી શરીરનું હૃદય દશમસ્કંધ કહેલું છે. માટે દશમસ્કંધ અતિ શ્રેષ્ઠ છે. વળી મહારાજે શિક્ષાપત્રી શ્લોક ૧૧૭ માં આજ્ઞા આપી છે કે શ્રીમદ્ ભાગવતનો દશમસ્કંધ જેતે નિત્ય પ્રત્યે આદર થકી વર્ષોવર્ષ એકવાર તો અવશ્ય સાંભળવો અને ભણેલા હોય તેમણે નિત્ય પ્રત્યે વાંચવો અથવા વર્ષમાં એકવાર વાંચવો.

-: પૂર્વાર્ધ :-   અધ્યાય ૧ થી ૪૯

-: ઉતરાર્ધ :- અધ્યાય ૫૦ થી ૯૦