જોયા શ્રી ધર્મકુમાર ચતુરવર, જોયા શ્રીધર્મકુમાર (૧) ?

Submitted by swaminarayanworld on Fri, 08/04/2016 - 6:33pm

રાગ - ધનાશ્રી

 

જોયા શ્રી ધર્મકુમાર ચતુરવર, જોયા શ્રીધર્મકુમાર;

પ્રીતમ પ્રાણ આધાર ચતુરવર, જોયા શ્રીધર્મકુમાર. ટેક.

લક્ષ્મીબાગમાં વહાલો બિરાજે, સાથે મુક્ત અપાર. ચતુર૦ ૧

પાઘ ઝુકી વામભાગ પેચાળી, છોગું મુગટ અનુસાર. ચતુર૦ ૨

આંબાના વૃક્ષ નીચે શ્રીહરિ બેઠા, મુક્તસભા મોઝાર. ચતુર૦ ૩

જરકસી જામો સુંદર શોભે, શેલામાં સોનેરી  તાર. ચતુર૦ ૪

પહેર્યો સુંદર સુરવાળ સોનેરી, રૂપેરી બુટ્ટાદાર. ચતુર૦ ૫

રેશમી કરમાં રૂમાલ બિરાજે, કંઠે હજારી હાર. ચતુર૦ ૬

અંગોઅંગ આભૂષણ ઓપે, ભારે ભભકાદાર. ચતુર૦ ૭

વિશ્વવિહારીની છબી નિરખી, પૂરણ ઊપજે પ્યાર. ચતુર૦ ૮

Facebook Comments