આયેરી અલક જોગી, એક અવતારી (૪)

Submitted by swaminarayanworld on Mon, 18/04/2016 - 10:58pm

 

રાગ લાવણી

પદ - ૧

આયેરી અલક જોગી, એક અવતારી;

લોજનગરમાંહી, મહા સુખકારી. આયેરી.

વાવ્ય કે કિનારે, બેઠે ધ્યાન ધરી;

થકીત ભયે, નીરખી નરનારી. આયેરી. ૧

શીરપે જટા સોહે, મેખલા સારી;

કૌપીન પર પેરે, પટ ગીરધારી. આયેરી. ૨

દંડ કમંડલું , કરમ મોરારી ;

મૃગકે ચરમ માલા, ઊપવીતધારી. આયેરી. ૩

બાલ મુકુંદ વિષ્ણુ, લીને હે લારી;

શાસ્ત્ર કો સાર, ગોટકો ખભે ભારી. આયેરી. ૪

આયે તહાં સુખાનંદ, સ્નાન કે કારી;

કહે બદ્રિનાથ, દેખ્યા બ્રહ્મચારી. આયેરી. ૫

 

પદ - ૨

પૂછત સુખાનંદ, કહો સુખધામ;

કહાંસે યોગીરાજ, આયે એહિ ઠામ. પૂછત.

કુન રે માત પિતા, કૌન જોગી ગામા;

કૌન ગુરુ દ્વારો, કહો તેરા નામા. પૂછત. ૧

સોઈ માત તાત, સોઈ ગુરુ નામા;

જન્મ મરણ મીટી, પહુચાવે ધામા. પૂછત. ૨

સુની સુખાનંદ, કહત કર ભામા;

ચલો હો મંદિરમેં, કરો વિશ્રામા. પૂછત. ૩

હમારે ગુરુભાઈ, મુકુંદ અકામા;

તુમ જૈસે સંતકું, ઈચ્છત આઠુ જામા. પૂછત. ૪

કહે બદ્રિનાથ, મંદિર આયે શ્યામા;

ઊઠી મુક્તાનંદે, કીના પરણામા. પૂછત. ૫

 

પદ - ૩

નીરખી નીલકંઠ, મુકુંદ હુલાસે;

દોરી સબ સંત, આયે હરિ પાસે. નીરખી.

શ્યામકે શરીરમ, મુનિ મન મોહી;

મટકે રહિત રહે, સબ સંત જોઈ. નીરખી. ૧

ભાલ વિશાલમાં, તિલક બિરાજે;

વદન વિલોકી, મદન મન લાજે. નીરખી. ૨

નયન ભ્રકુટી, નાશા છબી ન્યારી;

ગોલ કપોલમાં, તીલ સુખકારી. નીરખી. ૩

અધર પ્રવાલ, લાલ સમ સોહે ;

દેખે દરશ છબી, મુનિ મન મોહે. નીરખી. ૪

કહે બદ્રિનાથ, નીરખી ભગવાના;

ગયે સબ સંત, ભૂલી તન ભાના. નીરખી. ૫

 

પદ - ૪

સંત સભા જોઈ, હરિ હરખાને;

દેખી ધર્મ નીમ, અતિ મનમાને. સંત.

દાસ મુકુંદ મહા, મુની જાની;

પ્રશ્ન પૂછત બોલી, અમૃત બાની. સંત. ૧

જીવ ઈશ્વર માયા, બ્રહ્મ પરિબ્રહ્મ;

ઈનકે સ્વરૂપ કહી, સમજાવો મર્મ. સંત. ૨

સુણી મુક્તાનંદ, જોડી દોઊ હાથ;

રૂપ યથારથ, કહી નામ્યું માથ. સંત. ૩

મુનીકે વચન સુની, સબ સુખકારી;

મનમે મગન ભયે, મોહન મોરારી. સંત. ૪

ક હે બદ્રિનાથ, અક્ષરધામધામી;

સોઈ લોજ ગામે, રહે બહુ નામી. સંત. ૫

Facebook Comments