આવો જયું બિરાજો કહાના મોરે નેના આગે (૪)

Submitted by swaminarayanworld on Sat, 23/04/2016 - 8:45pm

 

રાગ : વિભાસ

 

પદ - ૧

આવો જયું બિરાજો કહાના મોરે નેના આગે; આવો. ટેક૦

નિરખ કમળમુખ ઉપજત અતિસુખ;

દુઃખકે સમૂહ દેખી ઉરહુંસે ભાગે. આવો. ૧

રુપકી અનુપમતાઇ દેખી મન લાગ્યો ધાઇ;

નેનો તો અરુન લાલ કહો કહાં જાગે. આવો. ૨

બોલો તોતરીસી બાની રેનકી નિશાની જાની;

અધર અંજન કપોલન પીક દાગે. આવો. ૩

સાચી કહો શ્યામ અનુરાગે કોનઉકે ધામ;

એહી છબી રહો ઉર પ્રેમાનંદ માગે. આવો. ૪

 

પદ - ૨

વારી હું બિહારી કહો રેનહુંકી બાતે; વારી૦ ટેક

નેના તો રસાલહે ગુલાલઉતે આછે લાલ;

છૂટે પેચ પાઘઉંકે બેન તોતરાતે. વારી૦ ૧

શ્રમજળ ભીનો પટ મોતીમાળા સોહે તટ;

સેધિકી સુગંધ શ્યામ આવતહેં ગાતે. વારી૦ ૨

જીતેહો બીજેઈ જુધ નાહીં તનઉકી શુધ;

ઉર નખરેખ લાગી બિલસેંહો જાતે. વારી૦ ૩

પુછત સહેલી સાથ પ્રેમાનંદઉકે નાથ;

આયેહો સનેહિજુ તરત ઉઠી પ્રાતે. વારી૦ ૪

 

પદ - ૩

રાતી રાતી રેખેં દેખેં ઉપજત ચેન; રાતી૦ ટેક

ભોંહેતો કુટીલ વિલુલિત કચ સોહે લટ;

પ્રફુલિત પ્રાત દોઉં પંકજ નેન. રાતી૦ ૧

ચારુ ચિતવનીપર વારુ કોટિ કામ ફેર;

મીન રુ મધુપતે ચંચળ સુખદેન. રાતી૦ ૨

વિચમેં હે સ્યાહી કારી મોહિ યાસું વ્રજનારી;

યામેં સામ દામ ગુન રહતહેં એન. રાતી૦ ૩

કુશળ કટાક્ષજુતે ભીજ રહે નેહઉતે;

પ્રેમાનંદ વારી ચિતવત દિનરેન. રાતી૦ ૪

 

પદ - ૪

નિરખી બદન કરૂં પ્રાન કુરબાન; નિરખી૦ ટેક

આવો જયું બિહારિ લાલ સોહે ગજગતિ ચાલ;

ભાલ તો વિશાળ દેખી ભઇ ગુલતાન. નિરખી૦ ૧

બાંકે પેચ પાઘઉકે ભોંહપર આઇ ઝુકે;

મોતીકી અનુપ જયોતિ સોહતહે કહાન. નિરખી૦ ૨

બોલત મધુરિ બાની ચિતવતી મનમાની;

હસતહો મંદમંદ ચતુર સુજાન. નિરખી૦ ૩

નંદકે આનંદકંદ બાંધે ભુજ બાજુબંધ;

પ્રેમાનંદ વારી અંગ કોટી શશિ ભાન. નિરખી૦ ૪

Facebook Comments