વચનવિધિ કડવું - ૩૪

Submitted by swaminarayanworld on Thu, 22/06/2017 - 6:33pm

વળી વદે વિમુખ મનફરજી, ઘણે દુઃખે ભયુર્ં મૂકયું’તું ઘરજી
અંગને ન મળતું અન્ન ને અંબરજી, જાણ્યું સત્સંગમાં એ છે સભરજી

સભર છે સત્સંગમાં, ખાવા પીવા ખૂબ ખાસું મળે ।।
જૂનું અન્ન વસન જડે નહિ, એવું સાંભળ્યું’તું સઘળે ।। ર ।।

ગળી રસોયું ગામો ગામમાં, ઘણી આપશે ઘેરેઘેર ।।
જનમ ધરી જે જડી નથી, તે પામશું બહુ પેર ।। ૩ ।।

એવું સુણી હું આવ્યો હતો, સુણી સુખ સત્સંગ માંઈ ।।
ઇયાં તો આણ્યો આંકસમાં, મન ગમતું ન થાયે કાંઈ ।। ૪ ।।

પોષ ભરી પાણી નાંખવું, અમૃત સરિખા અન્નમાં ।।
ભેળું કરેલ ભાવે નહિ, અતિ મૂંઝવણ્ય થાય મનમાં ।। પ ।।

વળી માહાત્મ્ય દેખાડી મંદિરનું, ઉપડાવે ઈંટ પથરા ઘણું ।।
ત્યારે સંસાર મૂકીને શું કમાણા, જયારે રહ્યું એનું એ કૂટણું ।। ૬ ।।

જાણ્યું ખાશું પીશું ખૂબી કરશું, ફરશું નિત્ય નવા ગામમાં ।।
ત્યાં તો અટાટ નાખી આજ્ઞાતણો, કંઠ દબાવી જોડ્યો કામમાં ।। ૭ ।।

એમ બોલે અભાગિયા, હરિ સેવામાં શ્રદ્ધા ખોઈ ।।
નિષ્કુળાનંદ એવા નરનું, મુખ રખે જોતા કોઈ ।। ૮ ।।