ભવસંભવભીતિભેદનં ....... સહજાનંદગુરું ભજે સદા... પ્રવચન પુ. શ્રી હરિસ્વરુપદાસજી સ્વામી

Submitted by Dharmesh Patel on Mon, 11/01/2010 - 10:15am

રાત્રે ૯-૦૦ વાગ્યે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ મેમનગર અમદાવાદ - ગોપીનાથ યુવક મંડળની શુક્રવારની સભામાં દીનાનાથ ભટ્ટ રચિત સહજાનંદગુરું ભજે સદા....  અષ્ટક ઉપર પુરાણી શ્રી હરિસ્વરુપદાસજી સ્વામીનું વિવેચનાત્મક પ્રવચન.

---------------------------------------------------------------------------------------------
            આ પ્રસંગ સ્વામિનારાયણ ભગવાનએટલે કે શ્રીજી મહારાજ આ પૃથ્વી ઉપર આજ થી ૨૦૦ વર્ષ પહેલા મનુષ્ય દેહે વિચરણ કરતા હતા તે સમયનો છે.
આમોદ ગામમાં દિનાનાથ ભટ્ટ અતિ વિદ્વાન પંડિત હતા. દિનાનાથ ભટ્ટ શ્રીજી મહારાજના બહુ સારા નિષ્ઠાવાળા, વિચશ્રણ બુધ્ધીવાળા અને વિદ્વાન ભક્ત હતા. દિનાનાથ ભટ્ટને શ્રીમદ્ ભાગવતના ૧૮,૦૦૦ શ્ર્લોકો કંઠસ્થ હતા અને ભગવાનના ગુણની સંસ્કૃતમાં અઘરી રુચાઓ બનાવી જાણતા હતા. તેમની આ વિદ્વતાથી શ્રીજી મહારાજ ખુબ પ્રસન્ન હતા અને વિદ્વાનોની સભાઓમાં તેઓની પ્રંશસા પણ કરતા.
મયારામ ભટ્ટ રામાનંદ સ્વામીના આશ્રીત હતા અને રામાનંદ સ્વામીની તથા સત્સંગની બહુ સારી સેવા કરતા. શ્રીજી મહારાજના સત્સંગમાં આગમન બાદ તેઓને શ્રીજી મહારાજનો અનન્ય નિશ્ર્ચય થયો અને સમય જતા શ્રીજી મહારાજના બહુ નીષ્ઠાવાળા પાકા ભક્ત થયા. મયારામ ભટ્ટ રામાનંદ સ્વામીની જેમ શ્રીજી મહારાજની તથા સત્સંગની સેવા કરવા લાગ્યા. મયારામ ભટ્ટ સંસ્કૃત- વેદ-વિદ્યાના પંડિત ન હતા કેન હતા તજજ્ઞ કે ન હતા ઝાઝું ભણેલા, પરંતુ તેઓ શ્રીજી મહારાજના સંનિષ્ઠ સેવક હતા. શ્રીજી મહારાજના પત્ર-સંદેશા પહોચાડવાનું તથા બહારગામનું કામ તેઓએ અનન્ય નિષ્ઠાથી કરીને શ્રીજી મહારાજનો રાજીપો મેળવેલો.
સમય વિતતા શ્રીજી મહારાજે પોતાના આશ્રીત ભક્તજનોનાં આ લોક અને પરલોકનાં સુખને અર્થે શિક્ષાપત્રી નામે આચાર-સંહિતા નામના ગ્રંથની રચના શરુ કરી. આ શિક્ષાપત્રી ગ્રંથમાં શ્રીજી મહારાજે સર્વે ગૃહસ્થ હરિભક્તો વતી મયારામ ભટ્ટનું નામ લખ્યું. આ વાતની જયારે દિનાનાથ ભટ્ટને ખબર પડી એટલે એમને આ ન ગમ્યું અને તેમને થયું કે આ મયારામ ભટ્ટ કોઈ વિદ્વાન નથી અને હું તો મહા વિદ્વાન છું અને શ્રીજી મહારાજનો વ્હાલો છું છતા મારું નામ કેમ ના લખ્યું? આ ઘટના બાદ તેમને શ્રીજી મહારાજનો અભાવ અને  મયારામ ભટ્ટની ઇર્ષા આવી અને સત્સંગમાંથી બહાર નીકળી ગયા.
શ્રીજી મહારાજનો આશરો છુટી જતા દિનાનાથ ભટ્ટની દિકરીજમનાને બ્રહ્મ-રાક્ષસ વળગ્યો. દિનાનાથ ભટ્ટે બ્રહ્મ-રાક્ષસને કાઢવા માટે ઘણા પ્રયત્ન કર્યા પરંતુ તે ન ગયો. દિનાનાથ ભટ્ટ ભુત કાઢવા મંત્ર બોલે તો ભુત સામા મંત્ર બોલે પણ કોઇ રીતે કાબુમાં ન આવે કે ન જમનાનો દેહ છોડીને જાય. જમના બ્રહ્મ-રાક્ષસના પ્રભાવમાં પાગલ જેવી થઈ ગઇ. કયારેક ઘરમાં કપડા કાઢી નાખે તો વળી કયારેક મળ-મુત્ર ચુલામાં નાંખે અને આવી પરિસ્થીતિથી દિનાનાથ બહુ અકળાઇ ગયાં.
આ સમયમાં એક હરિભકત દિનાનાથને ઘરે આવ્યા અને દિનાનાથે તેમને પોતાના આ દુઃખની વાત કરી. હરિભકતે કીધુ કે “શ્રીજી મહારાજના આશ્રીતને આવું થાય જ નહી.” આ સાંભળ્યા બાદ દિનાનાથ ભટ્ટને સમજાયું કે મેં શ્રીજીનો આશરો છોડી દીધો એટલે મારા ઘરમાં ભુત આવ્યું.
પછી દિનાનાથ ભટ્ટ દિકરી જમનાને લઇને શ્રીજી મહારાજ પાસે આવ્યા અને શ્રીજી મહારાજના ચરણોમાં માથુ રાખીને રડી પડયા અને શ્રીજી મહારાજને દુઃખ દુર કરવા પ્રાર્થના કરી. શ્રીજી મહારાજે તેમને જેમની સાથે ઇર્ષા હતીતે મયારામ ભટ્ટની થાળીમાંથી એક કોળીયો અન્ન જમનાને જમાડવા કહ્યું. આ રીતે મયારામ ભટ્ટની થાળીમાંથી એક કોળીયો અન્ન જમતાની સાથે જ જમનાના દેહમાં રહેલું ભુત ભાગી ગયું.
આ પછી દિનાનાથ ભટ્ટે શ્રીજી મહારાજની સ્તુતી કરતુ ‘ભવસંભવભીતિભેદનં’ નામનું અષ્ટક રચ્યું અને મયારામ ભટ્ટની ઇર્ષાનો ત્યાગ કર્યો. આ રીતે શ્રીજી મહારાજે પોતાના આશ્રીતની ઇર્ષા અને દુઃખ દુર કર્યુ.
 
ભવસંભવભીતિભેદનં
  
ભવસંભવભીતિભેદનં સુખસંપત્ કરુણાનિકેતનમ્
વ્રતદાન તપઃ ક્રિયાફલં સહજાનંદગુરું ભજે સદા....૧
કરુણામયચારુલોચનં શરણાયાતજનાર્તિમોચનમ્
પતિતોધ્ધરણાય તત્પરં સહજાનંદગુરું ભજે સદા....૨
નિજતત્ત્વપથાવબોધનં જનતાયાઃ સ્વત એવ દુર્ગમમ્
ઈતિ ચિન્ત્ય ગ્રુહિતવિગ્રહં સહજાનંદગુરું ભજે સદા....3
વિધિશંભુમુખૈરનિગ્રહં ભવ પાથોધિપરિભ્રમાકુલમ્
અપિધાર્ય મનો નર પ્રભં સહજાનંદગુરું ભજે સદા....૪
નિજપાદ પયોજકીર્તનં સતતં સ્યાદ્ ભવ જીવગોચરમ્
ઈતિ યઃ કુરુતે ક્રતૂત્સવં સહજાનંદગુરું ભજે સદા....૫
બહિરીક્ષણલોક માનુષં નિજદત્તામ્બક દર્શિનાં હરિમ્
ભજનીયપદં જગદગુરું સહજાનંદગુરું ભજે સદા....૬
શરણાગતપાપપર્વતં ગણયિત્વા ન તદીય સદગુણમ્
અણુમપ્યતુલં હિ મન્યતે સહજાનંદગુરું ભજે સદા....૭
ભવવારિધિમોક્ષસાધનં ગુરુરાજપ્રકટસ્વસંગમમ્
પ્રકટીકૃતવાન્ કૃપાવશઃ સહજાનંદગુરું ભજે સદા....૮
ભગવન! કૃપયા ત્વયા કૃતં જનતાયામુપકારમીદ્શમ્
ક્ષમતેપ્રતિકર્તુમત્ર કઃ કુરુતેદીનજનસ્તતોન્જલિમ્.....૯
        (ઇતિ દીનાનાથભટ્ટક્રુતં શ્રીગુરૂભજનસ્તોત્રમ)
 
भवसंभवभीतिभेदनं सुखसंपत् करुणानिकेतनम्
व्रतदान तपः क्रियाफलं सहजानंदगुरुं भजे सदा....१
करुणामयचारुलोचनं शरणायातजनार्तिमोचनम्
पतितोध्धरणाय तत्परं सहजानंदगुरुं भजे सदा....२
निजतत्त्वपथावबोधनं जनतायाः स्वत एव दुर्गमम्
ईति चिन्त्य ग्रुहितविग्रहं सहजानंदगुरुं भजे सदा....3
विधिशंभुमुखैरनिग्रहं भव पाथोधिपरिभ्रमाकुलम्
अपिधार्य मनो नर प्रभं सहजानंदगुरुं भजे सदा....४
निजपाद पयोजकीर्तनं सततं स्याद् भव जीवगोचरम्
ईति यः कुरुते क्रतूत्सवं सहजानंदगुरुं भजे सदा....५
बहिरीक्षणलोक मानुषं निजदत्ताम्बक दर्शिनां हरिम्
भजनीयपदं जगदगुरुं सहजानंदगुरुं भजे सदा....६
शरणागतपापपर्वतं गणयित्वा न तदीय सदगुणम्
अणुमप्यतुलं हि मन्यते सहजानंदगुरुं भजे सदा....७
भववारिधिमोक्षसाधनं गुरुराजप्रकटस्वसंगमम्
प्रकटीकृतवान् कृपावशः सहजानंदगुरुं भजे सदा....८
भगवन! कृपया त्वया कृतं जनतायामुपकारमीद्शम्
क्षमतेप्रतिकर्तुमत्र कः कुरुतेदीनजनस्ततोन्जलिम्.....९
        (इति दीनानाथभट्टक्रुतं श्रीगुरूभजनस्तोत्रम)
 
  Raag – Vihoginivrutt
 
Bhav sambhav bhiti bhedanaam, sukh sampat karuna ni ketanam;
Vrat dan tapah kriya falam, Sahajanad gurum bhajae sada     …..1
Karuna may chaaru lochanam, sharanayat janarti mochanam;
Patito dhdharanay tatparam, Sahajanad gurum bhajae sada   …..2
Nij tattv pathav bodhanam, janatayah svatah eva durgamam;
Iti chintya gruhit vigraham, Sahajanad gurum bhajae sada      …..3
Vidhishambhu mukher nigrham, bhav pathodhi pari bhrama kulam;
Apidhary manonar prabham, Sahajanad gurum bhajae sada    …..4
Nij pad payoj kirtanam, satatam syat bhav jiv gocharam;
Iti yah kurute kratutsavam, Sahajanad gurum bhajae sada     …..5
Bahirikshan lok manusham, nij dattambak darshinam harim;
Bhajaniya padam jagad gurum, Sahajanad gurum bhajae sada…..6
Sharanagat paap pravatam, gan yitva na tadiy sadgunam;
Anu mapy tulam hi manyate, Sahajanad gurum bhajae sada  …..7
Bhavvaaridhi moksh sadhanam, gururaj pragat svasangamam;
Pragati krutavan krupa vashah, Sahajanad gurum bhajae sada…..8
Bhagavan krupaya tvaya krutam, janataya mupakar midrusham;
Kshamate prati kartu matrakah, kurute deen jan statonjalim  …..9
 
(Track - 01 Complete stotra gaan)
(Track - 40 shlok no 6 missing)
 
 sahajanand-gurum-bahaje-sada-
 
000-Bhavsambhav-Stotra.mp3 1.9 MB
001-Bhavsambhav.mp3 23.9 MB
002-Bhavsambhav.mp3 34.5 MB
003-Bhavsambhav.mp3 43.6 MB
004-Bhavsambhav.mp3 24.2 MB
005-Bhavsambhav.mp3 31.4 MB
006-Bhavsambhav.mp3 41.6 MB
007-Bhavsambhav.mp3 36.4 MB
008-Bhavsambhav.mp3 34.7 MB
009-Bhavsambhav.mp3 33.9 MB
010-Bhavsambhav.mp3 41.3 MB
011-Bhavsambhav.mp3 38.2 MB
012-Bhavsambhav.mp3 31.0 MB
013-Bhavsambhav.mp3 33.8 MB
014-Bhavsambhav.mp3 24.1 MB
015-Bhavsambhav.mp3 37.3 MB
016-Bhavsambhav.mp3 33.8 MB
017-Bhavsambhav.mp3 39.8 MB
018-Bhavsambhav.mp3 37.8 MB
019-Bhavsambhav.mp3 16.0 MB
020-Bhavsambhav.mp3 21.3 MB
021-Bhavsambhav.mp3 32.6 MB
022-Bhavsambhav.mp3 44.7 MB
023-Bhavsambhav.mp3 37.8 MB
024-Bhavsambhav.mp3 37.2 MB
025-Bhavsambhav.mp3 38.6 MB
026-Bhavsambhav.mp3 38.3 MB
027-Bhavsambhav.mp3 44.3 MB
028-Bhavsambhav.mp3 36.1 MB
029-Bhavsambhav.mp3 31.8 MB
030-Bhavsambhav.mp3 36.2 MB
031-Bhavsambhav.mp3 26.7 MB
032-Bhavsambhav.mp3 27.8 MB
033-Bhavsambhav.mp3 32.2 MB
034-Bhavsambhav.mp3 43.0 MB
035-Bhavsambhav.mp3 39.9 MB
036-Bhavsambhav.mp3 42.6 MB
037-Bhavsambhav.mp3 38.6 MB
038-Bhavsambhav.mp3 56.7 MB
Bhavsambhav-Bhiti.mp3 2.9 MB

 

Facebook Comments