જય કપિ બલવંતા ( આરતી - પ્રેમાનંદ સ્વામી) ?

Submitted by swaminarayanworld on Tue, 07/02/2012 - 10:27pm

 

શ્રીહનુમાનજીની આરતી

જય કપિ બલવંતા, પ્રભુ જય કપિ બલવંતા,

સુરનર મુનિજન વંદિત (૨) પદરજ હનુમંતા; જય કપિ બલવંતા-ટેક૦

પૌઢ પ્રતાપ પવનસુત, ત્રિભુવન જયકારી (૨)

અસુર રિપુમદગંજન, ભય સંકટહારી...જય૦ ૧

ભુતપિશાચ વિકટગ્રહ, પીડત નહિ જંપે (૨)

હનુમંત હાકસુણીને, થર થર થર કંપે...જય૦ ૨

રઘુવિર સહાય ઊલંઘ્યો, સાગર અતિ ભારી (૨)

સીતા શોધ લે આયે, કપી લંકા જારી...જય૦ ૩

રામચરણ રતિદાયક, શરણાગત ત્રાતા (૨)

પ્રેમાનંદ કહે હનુમંત, વાંછિત વરદાતા ....જય૦ ૪

 

જયદેવ જયદેવ  જય કપિ બલવંતા (૨),

સુરનર મુનિજન વંદિત (૨) પદરજ હનુમંતા; જય -ટેક૦

પૌઢ પ્રતાપ પવનસુત, ત્રિભુવન જયકારી (૨)

અસુર રિપુ મદમર્દન , ભવસંકટ હારી...જય૦ ૧

ભુત પિશાચ વિકટ ગ્રહ, પીડત નહિ જંપે (૨)

હનુમંત હાક સુંણી રજનીચર, થર થર થર કંપે...જય૦ ૨

રઘુવિર સહાય ઊલંઘે, સાગર અતિ ભારી (૨)

સીતા શોધ લે આયે, કપી લંકા જારી...જય૦ ૩

રામચરણ રતિદાયક, શરણાગત ત્રાતા (૨)

પ્રેમાનંદ કહે હનુમંત, વાંછિત વરદાતા ....જય૦ ૪

( શ્રી પ્રેમાનંદ કાવ્યમ , ભાગ - ૨ , ભુજ મંદિર પ્રકાશિત , બીજી આવૃતિ, ઈ સ ૧૯૯૫ )

Facebook Comments