મારા વાલાજી શું વાલપ દીસેસે રે, તેનો સંગ શીદ તજીએ;

Submitted by swaminarayanworld on Sat, 23/01/2016 - 12:24am

રાગ : મલાર

મારા વાલાજી શું વાલપ દીસેસે રે, તેનો સંગ શીદ તજીએ;

તે વિના કેને ભજીએ ... ટકે ૦

સન્મુખ જાતા શંકા ન કીજે, મર ભાલા તણા મે વરસે રે;

હંસ જઈ હરિજનને રે મળશે, કાચી તે કાયા પડશે રે..તેનો૦ ૧

શૂળી ઉપર શયન કરાવે, તોયે સાધુને સંગે રહીએ રે;

દુરિજન લાકે દુર્ભાષણ બોલે, તેનું સખુ દુ:ખ સર્વે સહીએ રે .તેનો ૨

અમૃતપે અતિ મીઠાં મુખથી, હરિનાં ચરિત્ર સુણાવે રે;

બહ્મ્રા ભવ સનકાદિક જેવા, જેનાં દર્શન કરવાને આવે રે .તેનો ૩

નરક કુંડથી નરસું લાગે, દુરિજનનું મુખ મનમાં રે;

મુક્તાનંદ મગન થઈ માંગે, વ્હાલા વાસ દેજો હરિજનમાં રે..તેનો૦ ૪

Facebook Comments