મંત્ર (૬૫) ૐ શ્રી બુદ્ધિદાત્રે નમઃ

Submitted by swaminarayanworld on Sun, 28/02/2016 - 5:39pm

મંત્ર (૬૫) ૐ શ્રી બુદ્ધિદાત્રે નમઃ

શતાનંદસ્વામી કહે છે પ્રભુ ! તમે બુદ્ધિદાતા છો, તમે બુદ્ધિ આપનારા છો. કેવી બુદ્ધિ આપો છો ? સદ્‌બુદ્ધિ આપો છો. જગતમાં જે કાંઇ જેની પાસે બુદ્ધિ છે, તેતમારી જ આપેલી છે. ભગવાન ગીતાજીમાં કહે છે.

તેષાં સતત યુકતાનાં ભજતાં પ્રીતિપૂર્વકમ્‌ । દદામિ બુદ્ધિયોગં તં યેન મામુપયાન્તિ તે ।।

પ્રેમપવૂત ક મારું ભજન કરે છે, તેને હું બિુદ્ધયાગે આપું છું, જેથી મને પહોંચવાને તે શક્તિમાન થાય છે. બુદ્ધિ એટલે ભગવાનને મારગે ચાલવાની સમજણ અને કુબુદ્ધિ એટલે ભગવાનના માર્ગથી ઊંધા ચાલે તે. ભગવાન લાકડી લઇને રક્ષા કરતા નથી, જેની રક્ષા કરવા ઇચ્છે છે તેને પ્રભુ સારી બુદ્ધિ આપે છે, સન્માર્ગે દોરે છે, તેથીતે સર્વેશ્વરના સ્વરૂપમાં ગરકાવ રહી શકે છે.

સુખના ત્રણ પ્રકાર છે, માણસો કહે છે અમે સુખિયા છીએ. પણ સાચું સુખ કોને કહેવાય, ખબર છે ? શરૂઆતમાં ઝેર જેવું લાગે, પણ પછીથી શાંતિ આપે એ સાચું સુખ કહેવાય, સાત્ત્વિક સુખ કહવે સાય. કોઇને પેટમાં ઘણાં દર્દ થયાં હાયે , શરીરમાં ગુમડાં થયા કરે એટલે વૈદ્ય કહે ‘‘ઇંદ્રજવની ફાકી ખાજો મટી જાશે.’’ ઇંદ્રજવ તો કડવાં ઝેર હોય, પણ છેવટે એનું પરિણામ બહુ સારું આવે છે ને રોગ મટી જાય છે.

આ જગત નાશવત છે. પંચવિષય શરૂઆતમાં બહુ સારા લાગે, પણ પરિણામે ઝેર જેવાં ફળ આપે છે. એ રાજસસુખ કહેવાય. પ્રમાદ આળસ અને નિદ્રામાં જેને સુખની ભ્રાંતિ થાય, આજ મજા આવી સૂવામાં એ તામસ કહેવાય.  ભગવાનને ભજે છે તેને પ્રભુ કુશાગ્ર બુદ્ધિ આપે છે. શ્રીજી મહારાજ વચનામૃતમાં કહે છે. કુશાગ્ર બુદ્ધિ વાળો કોણ કહેવાય ?
કલ્યાણનો પ્રયત્ન કરનારને કુશાગ્ર બુદ્ધિવાળો કહેવાય. જગત વ્યવહારમાં સાવધાન થાઇને મંડ્યો હોય, તેને જાડી બુધ્ધિવાળો કહેવાય. વડોદરાના નાથ ભગતને કુશાગ્ર બુધ્ધિવાળા કહ્યા છે, અને રાજાના દીવાનને જાડી બુધ્ધિવાળા કહ્યા છે.

-: અમને થપાટ મારો તો મજા આવે. :-

નાથભક્ત ચુસ્ત સત્સંગી પાટીદાર હતા. કપડાં વણવાનો ધંધો કરે. શ્રીજી મહારાજના પરમ એકાંતિક ભક્ત, ભણેલા નથી, પણ ગણેલા છે. એક વાત બરાબર સમજી લીધી હતી કે શ્રીજીમહારાજની આજ્ઞામાં રહેવું અને કોઇ દિવસ કોઇના ઉપર ક્રોધ કરવો નહિ. જેના ઉપર ક્રોધ ચડે તેને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા. અને રાત દિવસ શ્રીજી મહારાજનું ચિંતવન અને ધ્યાન કરવું. અખંડ ભગવાનનું નામ જપવું. આવું એનું પવિત્ર જીવન.

લોકો નાથભગતને ગાંડા સમજે. છોકરાઓ એની મશ્કરી કરે. એકવાર શ્રીજીમહારાજનાં દર્શન કરવા વડોદરાથી જેતલપુર જવા નીકળ્યા. રસ્તામાં યુવાન છોકરાઓનું ટોળું મળ્યું, તોફાન અને યુવાનીના કેફમાં મજાક કરી. નાથભક્ત ઉપર ધૂળ ઉડાડી મશ્કરી કરે, કોઇ નાથભક્તનું ધોતિયું ખેંચે, નાથભક્ત આનંદથી ભગવાનનાં કીર્તન ગાયા કરે. ત્યારે યુવાનિયાએ નાથભગતને પૂછ્યું, ‘‘કાકા ! તમે કેમ ખીજાતા નથી ? જરાક ખીજાઇને અમને થપાટ મારો તો મજા આવે.’’

ત્યારે નાથભકતે સરસ જવાબ આપ્યો. ‘‘કોના ઉપર ખીજાઉં.’’ છોકરાઓએ કહ્યું. ‘‘ અમારા ઉપર.’’ નાથભકતે કહ્યું. ‘‘મારું ખીજાવું તો બધું સ્વામિનારાયણ ભગવાને લઇ લીધું છે.’’ છોકરાઓ કહે. ‘‘ખીજાવું કેમ દેવાય ?’’ નાથભક્ત કહે.  ‘‘આમ દેવાય.’’ એમ કરતા તરત લાંબા થઇને ધરતી ઉપર સૂઇ ગયા. બધા છોકરાને નાથભગત પગે લાગ્યા, યુવાનિયા ચૂપ થઇ ગયા. હવે હદ થાય છે, આવા વૃદ્ધ બાપાને આપણે દુઃખી કરીએ છીએ, એ આપણી મુર્ખાઇ છે છોકરાઓએ કહ્યું, ‘‘બાપા બસ કરો,’’ બે હાથ ઝાલીને ઊભા કર્યા, યુવાનિયાઓ નાથભક્તને બાથમાં લઇને ભેટી પડ્યા અને કહ્યું. ‘‘બાપા અમને માફ કરજો અમે તમને હેરાન કર્યા, એ અમારી ભૂલ છે, હવે ભૂલ નહિં કરીએ, વડીલને આદર આપશું.’’

નાથભક્ત હસીને બોલ્યા, તમે મને ક્યાં હેરાન કરો છો ! મને બાથમાં લઇને મળો છો ! નાથભક્ત પ્રેમથી બોલ્યા,’’ દીકરાઓ, મને તો ઠીક જેમ કર્યું તેમ પણ હવે પ્રતિજ્ઞા લ્યો, કોઇ જીવને હેરાન નહિ કરીએ. મશ્કરી નહિ કરીએ, પણ મદદ કરીશું, બીજીની ભલાઇમાં આપણું ભલું સમાયેલું છે.’’ યુવાનિયા કહે, ‘‘આપણને એમ હતું કે, બાપા ગાંડા છે, બાપા ગાંડા નથી પણ જ્ઞાની છે, બીજાના જીવનનું ઘડતર કરે છે.’’ પથ્થર ઘડવો સહેલો પણ માનવની ઘડતર કરવી કઠિન છે, આવા ભગવાન બુધ્ધિદાતા છે, સદ્‌બુધ્ધિ આપનારા છે.

પ્રાગજી પુરાણી કાંઇ ભણ્યા નહોતા છતાં પણ વિદ્વાનોને વિચાર કરતા કરી દે એવી કથા કરે. હજુ સુધી ભગવાન એવી બુધ્ધિ આપે જ છે, આપણા સંતો બે ત્રણ ચોપડી ભણ્યા હોય પણ કથા એવી વાંચે કે જાણે વેદાંતાચાર્ય હોય એવી સરસ કથા વાંચે છે. આવી બુધ્ધિ કોણે આપી ? ભગવાને આપી.

ગોપીઓ ક્યાં ભણવા ગયાં હતાં ! છતાં શબ્દોમાં વેદ અને વેદાંત ઝરે. ભગવાનનો પરમ ભક્ત ઉધ્ધવજીને વિચાર કરતા કરી દીધા. જ્ઞાનનું ભાતું બંધાવ્યું, લાડુબા અને જીવુબા કઇ નિશાળમાં ભણવા ગયાં હતાં ? છતાંય એવું તત્ત્વજ્ઞાન એની વાણીમાંથી વહ્યું કે લાડુદાનજીને જ્ઞાનથી રંગી દીધા.

ભગવાન બુધ્ધિદાતા છે, બુધ્ધિ આપનારા છે. વચનામૃતમાં શ્રીજીમહારાજ કહે છે, અમને બુધ્ધિશાળી ગમે છે, ભગવાન સાથે મનથી, દેહથી, કર્મથી જે ભક્તજન જોડાયેલા હોય તેને બુધ્ધિશાળી કહેવાય છે.

બીકોમ ભણેલો હોય. આઇ. એસ. ભણેલો હોય, પણ જો નિજ જીવનનો જ્ઞાતા ન હોય, તપ ન હોય, સાધના ન હોય, જપ ન હોય તો ભાવ નહિ હોય, એના જીવનમાં. ભાવ ક્યારે પ્રગટે ? ભગવદ્‌ કથા દ્વારા આપણે પુણ્યથી યુક્ત થઇએ એટલે ભગવાનથી જોડાઇએ. પછી જપથી જોડાઓ કે કથા શ્રવણથી જોડાઓ કે તપ કરીને જોડાઓ કે ધ્યાન કરીને જોડાઓ, કે પ્રાર્થના કરીને જોડાઓ. આ બધાં સાધનાનાં કાર્ય છે. પણ જોડાઓ. યોગી બનો, યોગી એટલે જે ભગવાનથી જોડાયેલો છે તે !  ગીતાકાર કહે છે, જે ભગવાનથી જોડાયેલો છે તેજ બુધ્ધિમાન છે.

ભગવાનમાં જોડાયો નથી એવા માણસમાં બુધ્ધિ નથી. અને ભાવપણ નથી (ન ચાભાવયત: શાંતિ) તો શાંતિ ક્યાંથી, શાંતિ નથી તો એને સુખ ક્યાંથી, શાશ્વત સુખ જોતતું હોય તો ભગવાનથી જોડાઇ જાઓ.

માની લો તમે રાત દિવસ ભગવાનનું ભજન કરો છો, છતાંય મન ચંચળતા છોડતું નથી, વિષયમાં ભટક્યા કરે છે, તો પણ તમારે ચિંતા કરવી નહિ, અગર ઉદાસ કે નાહિંમત થવું નહિ, કોઇ પ્રકારની ખિન્નતા હૈયામાં આવવા દેવી નહિ, પ્રેમથી ભજન ભક્તિ કરતા રહેવું. ભગવાનને જ્યારે જણાશે કે તમે સાચા ભાવથી ભજન કરો છો, મનની ચંચળતાને કારણે કષ્ટમાં પડેલા છો. તેમની પ્રભુ સુધી પહોંચવાની શક્તિ નથી, ત્યારે આપો આપ આપણી અડચણો દૂર કરી દેશે. એવી સુદૃઢ બુધ્ધિનું પ્રદાન કરશે, કે તમારા મનને સ્થિર અને અચળ બનાવી દેશે, ત્યારે આપણે સ્થિર મનના અને નિશ્ચિતાત્મિકા બુધ્ધિવાળા થઇને અવશ્યમેવ ભગવાનને પ્રાપ્ત કરી લેશું, તાત્પર્ય એ છે કે, તમે ભક્તિ પંથમાં પ્રવેશ કરીને હતાશ થશો નહિ.

સારથી જેવો હોય તેવો રથ ચાલે, ગાડીનો ડ્રાઇવર જેવો હોય તેવી ગાડી ચાલે. કોઇક ડ્રાઇવર એવો હોય કે જંપ આવે વળાંક આવે, ત્યાં ખબર ન પડે તેમ વળાંક વાળી લે, કોઇક ડ્રાઇવર એવા હોય ગાડી ઉછળતી જાય, અંદર બધા હલવાતા જાય. તેમ બુધ્ધિરૂપી ડ્રાઇવર સારો હોય તો એવું મજાનું જીવન ચાલે, જરાય ચિંતા ન થાય, ઉદ્વેગ ન થાય. ને જો બુધ્ધિરૂપી ડ્રાઇવર ઉધ્ધત હોય તો કલેશ મટે નહિ, ઇર્ષા અદેખાઇમાં હલવાયા કરે, જરાય શાંતિ ન થાય.

ભગવાન પોતા પાસે રાખવા ધારે છે તેમારો બુધ્ધિયોગ આપે છે, જેથી તે સહેજે પ્રભુ ના ધામને પામી શકે. આપણે બધા ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે હે મહારાજ ! અમને એવો બુધ્ધિયોગ આપો કે સતત તમારા ચીંધેલા માર્ગ પર ચાલીએ.