પ્રભુ તમ વિના મારું કોણ છે, તમે જાણો છો હરિ હરિ (૧) ?

Submitted by swaminarayanworld on Fri, 18/03/2016 - 10:23pm

 

રાગ - ગરબી

 

પદ - ૧

પ્રભુ તમ વિના મારું કોણ છે, તમે જાણો છો હરિ હરિ. ટેક.

પરિવારમાં તમે સાર છો, સંસારના આધાર છો;

મારા પ્રાણતણા તમો પ્રાણ છો - તમે૦ ૧

આ લોકમાં તમે આપ છો, પરલોકમાં મા બાપ છો;

સર્વે જગતના પ્રતિપાળ છો - તમે૦ ૨

મારી આશ તણી તમે વાસ છો, અતિ કુડથી તમો દૂર છો;

મંજુકેશાનંદના નાથ છો - તમે૦ ૩

 

Facebook Comments