નમું પ્રેમવતીના પ્યારા, જયજીવન જગદાધારા (૧) ?

Submitted by swaminarayanworld on Wed, 06/04/2016 - 11:56am

રાગ - વણઝારો

પદ - ૧

નમું પ્રેમવતીના પ્યારા, જયજીવન જગદાધારા;

અતિ અકળ ગતી છે  તમારી, ત્યાં મતિ નહિ પહાચેં અમારી;

અમે સેવીયે ચરણ  તમારા. જય જીવન૦ ૧

પ્રભુ પ્રૌઢ  તમારો પ્રતાપ, છે અપાર ને અમાપ રે;

સઘળી સૃષ્ટિ સર્જનહારા. જય જીવન૦ ૨

માયા આદિક શક્તિ  તમારી, છે જીવને બંધનકારી રે;

તેના પ્રેરક  તે થકી ન્યારા. જય જીવન૦ ૩

છો કાળના કાળ કૃપાળ, શરણાગત જનપ્રતિ પાળ રે;

કોટી કારજના કરનારા. જય જીવન૦ ૪

થાકે વેદ વર્ણવી અનૂપ, એવું દિવ્યતમારું સ્વરૂપ રે;

તમને જાણે શું જીવ બિચારા. જય જીવ૦ ૫

તમે ભૂપર ધરી અવતાર, કર્યો વેદધર્મ વિર્સ્તાર રે;

માર્યા અસુર દુઃખ દેનારા. જય જીવન૦ ૬

કાઠી કોળી ક્રુર અપાર, કર્યો ઊદ્ધાર એનો આ વાર રે;

એવા છો  તમે અધ્ધમોધારા. જય જીવન૦ ૭

આણી અંતર કરુણા આજ, મળ્યા અમને શ્રીમહારાજ રે;

દીનબંધુ ધર્મ દુલારા. જય જીવન૦ ૮

જય જય જય વિશ્વવિહારી, અવતાર  તણા અવતારી રે;

છો ઇષ્ટ અભીષ્ટ અમારા. જય જીવન૦ ૯

Facebook Comments