અણીઆળી છે અલબેલા તારી આંખડી રે (૧)

Submitted by swaminarayanworld on Fri, 08/04/2016 - 5:34pm

રાગ સોરઠ

 

(રૂડા લાગો છો રાજેન્દ્ર મંદિર મારે આવતા રે. એ ઢાળ.)

અણીઆળી છે અલબેલા  તારી આંખડી રે. ટેક.

રસ ભરી રાતી રેખા નિરખી, કીકીને જોઈ હૈડે હરખી;

કોમળ દીશે જાણે કમળની પાંખડી રે. અણી૦ ૧

કામ કમાન સમાન બણીછે, ભ્રકુટી કામણગારી ઘણી છે;

વદન શશી પર શોભે કાજુ વાંકડી રે. અણી૦ ૨

હસતા હસતા જયારે આવો, લાડકડા મુજ મન લલચાવો;

રસિયાજી જોવાને થઈ છું રાંકડી રે. અણી૦ ૩

મનગમતા શણગાર ધરીને, મુજસંગ રમજો મહેર કરીને;

કર જોડીને હાજર રહેશું, ઘડી ઘડી રે. અણી૦ ૪

વાલાજી વાલા બહુ લાગો, ત્રિકમ દાસી ગણી નહિ ત્યાગો;

તમ સારુ  તજી લોકડીયાંની લાજડી રે. અણી૦ ૫

જીવનજી નિરખું છું જયારે, દુઃખ ટળી સુખ વધે છે ત્યારે;

નિતનિત નિરખું એવી ટેવ મુને પડી રે. અણી૦ ૬

વિશ્વવિહારી લાલજી આવો, બહુ બહુ હેત કરીને બોલાવો;

ચટ ચટ ચાલો ચરણે પહેરી ચાખડી રે. અણી૦ ૭

Facebook Comments