પ્રીતડી વાધી રે મારે પ્રીતડી વાધી, (૧)

Submitted by swaminarayanworld on Tue, 18/04/2017 - 8:27pm

રાગ : ગોડી

પ્રીતડી વાધી રે મારે પ્રીતડી વાધી,

સખી શામળિયા સંગાથે મારી પ્રીતડી, વાધી...પ્રીતડી૦

નંદકુંવર નવરંગી સંગે લાગી રંગઝડી,

મારે ગોવરધનધારી શું ગાંઠ, પ્રેમની પડી...પ્રીતડી૦

હૈડા કેરો હાર મોહન, નહિ મેલું ન્યારો,

મારા જીવલડા સંગાથે જડ્યો, નંદ દુલારો...પ્રીતડી૦

સુંદરવર સંગે મારું અંગ રહ્યું ફૂલી,

એને સુખે હું સંસાર કેરો મારગડો ભૂલી...પ્રીતડી૦

મુક્તાનંદના પ્યારે પ્રેમે, બાંહ્ય ગ્રહી મારી,

પ્રીતમને પરતાપે સે’જે થઈ રે જગન્યારી...પ્રીતડી૦

Facebook Comments