સત્સંગિજીવન

Submitted by swaminarayanworld on Sat, 24/06/2017 - 3:40pm

 

સત્સંગિજીવન 

રચયિતા - શતાનંદ સ્વામી

સંસ્કૃતમાં રચાયેલા અને પાંચ ભાગમાં ( જેને પ્રકરણ નામ અપાયા છે.) વહેંચાયેલા આ ગ્રંથનું સ્થાન સંપ્રદાયમાં પ્રથમ નંબરનું છે. “સંપ્રદાયનાં ધર્મશાસ્ત્ર” તરીકે આદર પામેલા આ ગ્રંથમાં ભગવાન શ્રી સ્વામિનારાયણના જીવન ચરિત્ર ઉપરાંત શિક્ષાપત્રી તથા સંપ્રદાયના મૂળભૂત સિદ્ધાંતોનો સમાવેશ થાય છે. વળી, આ ગ્રંથ ભગવાન શ્રી હરિએ પોતાની હયાતિ અને પોતાના માર્ગદર્શન હેઠળ લખાવેલ હોઇ તેની પ્રમાણભૂતતા વધુ વધી જાય છે.