પદ - ૧
સંત સમાગમ કીજે હો, નિશદિન સંત સમાગમ કીજે.
માન તજી સંતનકે મુખસે, પ્રેમ સુધારસ પીજે. હો નિશ૦ ૧
અંતર કપટ મેટકે અપના, લે ઊનકું મન દીજે. હો નિશ૦ ૨
ભવ દુઃખ ટળે બળે સબ દુષ્ક્રિત, સબવિધિ કારજ સીજે. હો નિશ૦ ૩
બ્રહ્માનંદ સંતનકી સોબત, જન્મ સુફળ કરી લીજે. હો નિશ૦ ૪
પદ - ૨
સંત પરમ હીતકારી, જગતમાંહી સંત પરમ હીતકારી,
પ્રભુપદ પ્રગટ કરાવત પ્રીતિ, ભરમ મીટાવત ભારી. જગત૦ ૧
પરમ કૃપાળુ સકળ જીવન પર, હરિસમ સબ દુઃખહારી. જગત૦ ૨
ત્રિગુણાતીત ફીરત તન ત્યાગી, રીત જગતસેં ન્યારી. જગત૦ ૩
બ્રહ્માનંદ સંતનકી સોબત, મીલત હે પ્રગટ મુરારી. જગત૦ ૪
પદ - ૩
હરિ ભજતા સુખ હોય, સમજ મન હરિ ભજતા સુખ હોય.
હરિ સમરન બિન મૂઢ અજ્ઞાની, ઊમર દીની ખોય. સમજ૦ ૧
માત પિતા જુવતી સુત બંધવ, સંગ ચલત નહિ કોય. સમજ૦ ૨
કયું અપને શિર લેત બુરાઈ, રહેના હૈ દીન દોય. સમજ૦ ૩
બ્રહ્માનંદ કહે હરિ ભજી લે, હિતકી કહત હું તોય. સમજ૦ ૪
પદ - ૪
યું હી જન્મ ગુમાત, ભજન બીન યું હી જન્મ ગુમાત.
સમજ સમજ નર મૂઢ અજ્ઞાની, કાળ નીકટ ચલી આત. ભજન૦ ૧
ભયોરી બેહાલ ફીરત હે નિશદીન, ગુન વિષયનકે ગાત. ભજન૦ ૨
પરમારથકો રાહ ન પ્રીછત, પાપ કરત દિન રાત. ભજન૦ ૩
બ્રહ્માનંદ કહે તેરી મૂરખ, આયુષ્ય વૃથાહી જાત. ભજન૦ ૪