રાગ - ગરબી
પદ - ૧
રે શ્યામ તમે સાચું નાણું, બીજું સર્વે દુઃખદાયક જાણું. રે શ્યામ૦ ૧
રે તમ વિના સુખસંપત કહાવે, તે તો સર્વે મહાદુઃખ ઊપજાવે;
અંતે એમાં કામ કોઈ ન આવે .રે શ્યામ૦ ૨
રે મૂરખ લોક મરે ભટકી, જૂઠા સંગે હારે શિર પટકી;
એથી મારી મન વૃત્તિ અટકી. રે શ્યામ૦ ૩
રે અખંડ અલૌકિક સુખ તારૂં, તે જોઇ જોઈ મન મોહ્યું મારૂં;
ધરા ધન તમ ઊપર વારૂં. રે શ્યામ૦ ૪
રે બ્રહ્માથી કીટ લગી જોયું, જુઠું સુખ જાણીને વગોવ્યું;
મુક્તાનંદ મન તમ સંગ મોહ્યું. રે શ્યામ૦ ૫
Disqus
Facebook Comments