સજની શ્રીજી મુજને સાંભર્યા રે, હૈડે હરખ રહ્યો ઊભરાય (૪)

Submitted by swaminarayanworld on Tue, 24/11/2015 - 7:24pm

રાગ - ગરબી

પદ - ૧

સજની શ્રીજી મુજને સાંભર્યા રે, હૈડે હરખ રહ્યો ઊભરાય. સજની૦

નેણે આંસુંની ધારા વહેરે, વિરહે મનડું વ્યાકુળ થાય. સજની૦ ૧

સુંદર મૂર્તિ શ્રી મહારાજનીરે, સુંદર કમળ સરીખાં નેણ. સજની૦ ૨

સુંદર કરતા લટકાં હાથનાંરે, સુંદર અમૃત સરીખાં વેણ. સજની૦ ૩

શી કહું શોભા અંગો અંગતણીરે, નીરખી લાજે કોટિક કામ. સજની૦ ૪

હસતા હસતા હેત વધારતા રે, એવા સુખનિધિ શ્રી ઘનશ્યામ. સજ૦ ૫

સદા શ્વેતાંબર શ્રીજી ધારતારે, અંબર જરકસિયા કોઈ વાર. સજ૦ ૬

ગુચ્છ કલંગી  તોરા ખોસતારે, ગજરા બાજુ ગુલાબી હાર. સજની૦ ૭

એ છબી જોવા  તલપે આંખડીરે, મધુરાં વચન સાંભળવા કાન. સજ૦ ૮

એ હરિ મળવાને હૈડું  તપે રે પ્રેમાનંદના જીવન પ્રાણ. સજની૦ ૯

 

પદ - ૨

મનડું મૂર્તિમાં વળગી રહ્યુંરે, ચિંતવન કરવા ચિત્ત આતુર. મનડું૦

તરૂણ મનોહર મૂર્તિ નાથનીરે, રાજીવ લોચન જોબન પુર. મનડું૦ ૧

સોળે ચિહ્ન સહિત અતિ શોભતીરે, સુંદર ચરણ કમળની જોડ. મનડું૦ ૨

હળવી રહીને હેતે ચાંપતીરે, કયારે હવે પુરશે મનના કોડ. મનડું૦ ૩

પડી જાનું નિત્યે નીરખતીરે, રૂડા સાથળ ચિહ્ન સહિત. મનડું૦ ૪

શ્યામ કટી જોઈ જાદવરાયનીરે, નિત્ય નિત્ય નૌતમ ઊપજે  પ્રીત.મનડું૦૫

ઉંડી નાભી કમળ સરીખડી રે, ત્રિવળી નીરખી ઊદરમાંય. મનડું૦ ૬

છાતી ઊપડતી અતિ ઓપતી રે, હવે કયારે ભુજ ગ્રહી બાથ ભરાય. મનડું

મુખની શોભા જોઈ મહારાજની રે, લાજે પંકજ પૂરણચંદ. મનડું૦ ૮

નાસા નેણ ભૃહ જોઈ ભાલનેરે, જાય બલિહારી પ્રેમાનંદ. મનડું૦ ૯

 

પદ - ૩

સજની નિમખ ન વિસરે નાથજીરે, નિત્ય નવા  તરુણપણાના ખેલ. સજ૦

આ ઓસરીએ આવી બેસતા રે, આ ઢોલીડે નટવર છેલ. સજની૦ ૧

આ  તકિયો  તે વાંસે મેલતારે, આ માળા ફેરવતા શ્યામ. સજની૦ ૨

ગાતા ગોઠીડાના સાથમાંરે, ઘેરે સાદે પૂરણ કામ. સજની૦ ૩

આ મોજડીયું વહાલો પહેરતારે, આ છડી લેતા કરવરમાંય. સજની૦ ૪

આ પાદુકા પહેરી આવતારે, મારે મંદિર મુનિના રાય. સજની૦ ૫

આ ફળીયાંમાં ઘોડી ફેરવતારે, માણકી મતવાલી મહારાજ. સજની૦૬

સંતની સભા કરી આંહી બેસતારે, શ્રીહરિ સુરનર મુનિ શિરતાજ. સજની૦

કીર્તન મુનિવરને ગવરાવતારે, ભેળા ગાતા શ્રીવ્રજચંદ. સજની૦ ૮

એવા ધર્મકુંવર હરિ ઊપરેરે,  તન મન વારી પ્રેમાનંદ. સજની૦ ૯

 

પદ - ૪

લટકાં લટકાળા ઘનશ્યામનાં રે, ખટકે ઉંડાં અંતરમાંય. લટકાં૦

પ્રીત કરી મુજને બોલાવતારે,  તે સંભાળી બહુ દુઃખ થાય. લટકાં૦ ૧

આ સજયા  તે શ્રી મહારાજનીરે, આ બાજોઠે બેસતા લાલ. લટકાં૦ ૨

આ ઠેકાણે જમવા બેસતા રે, જમતા વિધ વિધનાં પકવાન. લટકાં૦ ૪

સુંદર શાક કરી વૈતાકનાં રે, જમીને દેતા પ્રસાદી કાન. લટકાં૦ ૫

આ ખળખળીએ નાતા નાથજીરે, નાહીને હરિજન મુનિલઈ સાથ. લટકાં૦

આવતા માણેક ચોકમાં મલપતારે, પુરજન થાંતા જોઈ સનાથ. લટકાં૦૭

વાલો બેસતા જઈ ફુલ બાગમાં રે, પેરતા ગજરા ગુલાબી હાર. લટકાં૦૮

જેમ જેમ સાંભરે તેમ થાય વેદના રે, પ્રેમાનંદના પ્રાણ આધાર. લટકાં૦૯

Facebook Comments