મંત્ર (૫૭) ૐ શ્રી પ્રકાશરૂપાય નમઃ
શતાનંદસ્વામી કહે છે : ‘‘પ્રભુ ! તમે પ્રકાશરૂપ છો. પ્રકાશમય છો. તમારું રૂપ તેજસ્વી છે. જગતમાં જે જે પ્રકાશ છે તે તમારું જ તેજ છે. અગ્નિમાં જે પ્રકાશ છે તેજ છે. તમારા તેજે કરીને બધા તેજાયમાન છે. સમગ્ર તેજના તેજ તમે છો. આખી દુનિયામાં જે તેજર્સ્વિંતા છે તે પ્રભુ તમારી છે. તમે કેવા છો ? અજ્ઞાનરૂપી અંધારામાં અથડાતા જીવાત્માને જ્ઞાનરૂપી પ્રકાશ આપો છો. તમારા સ્વરૂપમાં દિવ્ય પ્રકાશ છે. તેનાં જે દર્શન કરે છે તેને તમે ભવથી પાર કરો છો. તમે અધર્મનું અંધારું ટાળવા માટે પધાર્યા છો !’’
પ્રેમે પ્રગટ્યા રે સૂરજ સહજાનંદ અધર્મ અંધારું ટાળિયું,
માયા રાત મુમુક્ષુની ટળી, થયું હરિ મળતાં પુરણ પ્રભાત... અધર્મ૦
મુકતાનંદ કહે મહા સુખ આવીયું, એને વારણે રે જાઉં વારંવાર.. અધર્મ૦
સૂર્યનારાયણનો ઉદય થાય ત્યારે આપોઆપ અંધારું નાશ પામે છે. આખા જગતમાં પ્રકાશ ફેલાત જાય છે. તેમ જેના જીવનમાં હરિ ધ્યાન અને હરિ સ્મરણ હોય તેના હૃદયમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાત જાય છે. આપણે આપણી આંખથી જોત શકીએ છીએ. પણ અંધારું હોય તો આંખ હોવા છતાં કાંઈ દેખાય નહિ. પ્રકાશ હોય તોજ દેખાય. તેમ આંખ તો છે પણ ભગવાનને જોવા માટે દષ્ટિ જોઈએને ! અત્યારે આપણે બધું જોત શકીએ છીએ. બધું દેખીએ છીએ. પણ એનો કોઈ મતલબ નથી.
સાચી હકીક્તમાં આપણે દેખતા કયારે થશું ? જ્યારે મોહ માયાનાં અંધારાં દૂર થશે ત્યારે સાચી હકીક્તમાં દેખતા કહેવાતશું.
મનરૂપી દર્પણ ઉપર ધૂળ હોય, તો આપણે બરાબર મોઢું જોત ન શકીએ. ધૂળ સાફ થાય તો ચહેરો બરાબર દેખાય કે હું કોણ છું ? કયાંથી આવ્યો છું ? મારો માલિક કોણ છે ? હું શું કરું છું ? અંતે મારે ક્યાં જવાનું છે મારા આત્માનો સગો કોણ છે.?
આવો પ્રકાશ તો થાય જો માયાની ધૂળ ધોવાત જાય. જેમ જેમ હરિની નજીક આપણે થતા જશું તેમ તેમ અજ્ઞાનનું અંધારું દૂર થતું જશે. અને જીવન પ્રકાશિત થશે.
ભગવાનનાં શ્રી અંગમાંથી પ્રકાશ નીકળે છે. પણ એના હસ્તાક્ષરમાંથી પણ પ્રકાશ નીકળે. ભગવાન નીલકંઠ વર્ણીએ ભુજમાં રામાનંદસ્વામી ઉપર કાગળ લખ્યો, મયારામ ભટ્ટે તે પત્ર રામાનંદસ્વામીને આપ્યો.
સ્વામિએ પત્ર લીધા બે હાથ, તરત ઉખેડ્યો છે બે સાથ; નીકળ્યો તેજનો તે અંબાર, નેત્રો અંજાત ગયાં તે વાર.
તેજ નીકળવાથી સ્વામીની આંખમાં પાણી આવી ગયું. સુંદરજી સુથાર વિગેરે ભકતોએ પૂછ્યું : ‘‘ગુરૂ મહારાજ ! તમારી આંખ્યુમાં આંસુ કેમ ? ’’ ત્યાં તો કરોડો સૂર્યના જેવો પ્રકાશ પથરાત ગયો.
કોટિ કોટિ રવિનો ઉજાસ, પત્રમાંથી થયો છે પ્રકાશ. એવું દેખી સહુ હરિજન, પામ્યા આશ્ચર્ય નિર્મળ મન.
જેના પત્રમાં આવો પ્રકાશ એ પોતે કેવા હશે ? બધા વિચારમાં પડી ગયા. જગદ્ગુરુ રામાનંદસ્વામીએ કહ્યું ‘‘હે ભક્તજનો ! જેને આપણે રાત દિવસ યાદ કરીએ છીએ. પૂજા કરીએ છીએ. તે સ્વયં પુરુષોત્તમ નારાયણ આવી ગયા છે.’’
ભગવાન સ્વામિનારાયણ ફરતા ફરતા કાળાતળાવ પધાર્યા, હરભમ ભગતને કહ્યું :-
‘‘કાંટા વાગ્યા છે મુજને પાય, તમે કાઢો કરો એ ઉપાય; તેની થાય છે પીડા અપાર, માટે સેવા બતાવી છે સાર.
કાંટા પગમાં ખૂંચે છે તે કાઢી દો તો સારું, હરભમ ભગત પ્રભુનો ચરણ ગોઠણ પર લીધો. પોતાના ભીના ખેસથી ચરણ સાફ કર્યા, ને નિરખી નિરખીને કાંટા જુએ છે. અઢાર કાંટા કાઢ્યા. ત્યાં પ્રકાશ છવાત ગયો.
એ જ ચરણમાંથી નિરધાર, પ્રકાશ પ્રગટ્યો છે તે વાર; અધો ઉદર્વ પ્રમાણે રહિત, જાણે અક્ષરધામ સહિત.
છેક અક્ષરધામ સુધી પ્રકાશના પુંજ છવાત ગયાં. તેમાં સોનાના સિંહાસનમાં બિરાજેલા ભગવાન સ્વામિનારયણનાં તેજોમય સ્વરૂપે દર્શન થયાં. અનત મુકતો પ્રભુની આગળ હાથ જોડોને ઊભા છે. એવા દિવ્ય અક્ષરધામનાં દર્શન થયાં, હરભમ સુથાર સ્થિર થઈ ગયા.
ભગવાન કહે છે :- ‘‘ભગત ! આ શું કરો છો ? કાંટા કાઢોને ?’’
‘‘મહારાજ ! કાંટા કેમ કાઢું ? પ્રકાશમાં અનેક રચના દેખાય છે. કાંટાને નિમિત્ત બનાવી મને અક્ષરધામનાં દર્શન કરાવ્યાં.’’
પ્રભુ પ્રકાશના દાતા છે. સૂર્યનારાયણ આખા બ્રહ્માંડને પ્રકાશિત કરે છે. તે પ્રકાશ પુરુષોત્તમ નારાયણનો જ છે. આપણે ભગવાન પાસે દીવો કરીએ છીએ, ભગવાનને દીવાની કોઈ જરૂર નથી. ભગવાન પ્રકાશના પણ પ્રકાશરૂપ છે.
આપણે દીવો ભગવાન આગળ એટલે કરીએ છીએ કે, આપણામાં રહેલું અજ્ઞાનરૂપી અંધારું દૂર થાય, ને આત્મજ્ઞાનનો પ્રકાશ પ્રગટે. અજ્ઞાનરૂપી અંધારામાં અટવાતા જીવને પ્રભુએ પ્રકાશ આપીને પાપથી અટકાવ્યો અને જીવનમાં પ્રકાશ લાવ્યા છે. એવા પ્રકાશરૂપ શ્રીજીમહારાજને વંદન કરી શતાનંદસ્વામી પ૮માં મંત્રનો ઉચ્ચાર કરે છે.