રાગ - મેવાડી
સહજાનંદ સુખકારી (૨) સહજાનંદ સુખકારી,
સલુણી છબી સહજાનંદ સુખકારી રે. ટેક.
વેદાંતી અરૂપી કે’છે, ન્યાય અનુમાની લે છે;
તે વહાલો સંતોમાં રે છે રે. સલુણી૦ ૧
નિગમ કહે અનુમાને, મુનિવરને નાવે ધ્યાને;
વહાલો તે આ ભીને વાને રે. સલુણી૦ ૨
સર્વ કરતાં સર્વાધારો, સર્વમાંહી સર્વથી ન્યારો;
પ્રગટ રૂપ તે આ પ્યારો રે. સલુણી૦ ૩
જગજીવન અંતરજામી, નામ સર્વનો છે નામી;
તે આ બ્રહ્માનંદનો સ્વામી રે. સલુણી૦ ૪
Disqus
Facebook Comments