રાગ - ચાબખો
આવું તારું ધનરે જોબન ધુળ થાશે;
કંચન જેવી કાયા તે રાખમાં રોળાશે.
ટાઢા ઊના રે તુંને તાવ જ આવશે, ને વસમું થઈને વિતાશે;
દાતણ પાણીને નાહ્યા વિના તારી, દેહ બધી ગંધાશે રે. આવું૦ ૧
બોલવા ચાલવા નહીં દીએ પ્રાણી, તારી જીભલડી ઝલાશે;
શ્વાસ ચડશેને આંખો ફરકશે, નાકની તે ડાંડી નમી જાશે રે. આવું૦ ૨
વૈદ તેડાવે એની નાડી જોવરાવે, કડવાં તે ઔષધ પાશે;
તૂટી એની બુટી નહીં મળે એના, જીવની શી ગતી થાશેરે. આવું૦ ૩
એક બીજા વિના ઘડીએ ન ચાલે, તે તારી ત્રિયા તો રંડાશે;
જૂગોરે જુગનું છેટું પડ્યું પ્રાણીતારા, નામનીતે ચૂડીઓ ભંગાશેરે. આ૦૪
ખોખરી દોણીમાં તારી આગજ કાઢશેને, મસાણે લાકડાં લેવાશે;
સઘળું કુટુંબ તને સળગાવી દઈ પછી, બારમાના કાગળો લખાશેરે.આ૦૫
દશ દિવસ તારું સુતક પાળશે, ને દાઢી ને મુચ્છ મુંડાશે;
સઘળું સુતક તારું કાઢી નાખીને પછી, બારમાના સુખળા ખવાશેરે. આ૦૬
દયા ધર્મ ને ભક્તિ વિના તારુ, સઘળું દ્રવ્ય લુંટાશે;
દેવાનંદ કહે હરિ ભજયા વિના જમ, છોટા મોટાને લઈ જાશેરે. આ૦ ૭