વારી જાઉં લીજીએ બીડી પાન, મારે રહે છે જી થારો ધ્યાન (૪)

Submitted by swaminarayanworld on Sun, 30/04/2017 - 5:54pm

રાગ : મારૂ

 

પદ-૧

વારી જાઉં લીજીએ બીડી પાન, મારે રહે છે જી થારો ધ્યાન. વારી૦

કાથો ચુનો લવીંગ સોપારી, નાગરવેલરા પાન. વારી૦ ૧

આછી ખૂબ નવીન એલચી, જાયફળ સુંદર વાન. વારી૦ ૨

કહાન કુંવર થારે ઉપર કીનો, ઘર સઘલો કુરબાન. વારી૦ ૩

બ્રહ્માનંદરા નાથજી દીજે, મુખ તંબોલરો દાન. વારી૦ ૪

 

પદ-૨

લીજે પના મારૂજી મુખવાસ, હું તો ઉભી કરૂં અરદાસ. લીજે૦

મન મોહન મુખવાસ લીયો તો, હોય મારે હૈયેમેં હુલ્લાસ. લીજે૦ ૧

માણીગર સિયાવર માનો, અરજ કરૂં થારે પાસ. લીજે૦ ૨

લાલ મનોહર બીડી લીજે, કીજે અધિક બિલાસ. લીજે૦ ૩

બ્રહ્માનંદરા નાથ તંબોલરી, અધિક મારે મન આશ. લીજે૦ ૪

 

પદ-૩

લીજે બીડી રસિક પિયા જદુરાય, મેં કીની તુરત બનાય. લીજે૦

બીડી સુંદર બેસ બનાઈ, ચાખીને ચિત્ત ચહાય. લીજે૦ ૧

પાન નવીન લવીંગ સોપારી, ચુનો નવલ લગાય. લીજે૦ ૨

તન મન રંજ એલાયચી તાજી, લે ઉભી એક પાય. લીજે૦ ૩

બ્રહ્માનંદ તંબોલરી આશા, લાગી રહી ઉરમાંય. લીજે૦ ૪

 

પદ-૪

લીજે બીડી શ્યામળીયા સરદાર, કીની તાજી તુરત  તૈયાર. લીજે૦

નાગરવેલરા પાન અનોપમ, લવીંગ સોપારી સાર. લીજે૦ ૧

હાથાહોથ લીયો હરિ બીડી, નટવર પ્રાણ આધાર. લીજે૦ ૨

લે મુખવાસ હસો કર લટકાં, આનંદ હોય છે અપાર. લીજે૦ ૩

જદુવર છબી દેખકર જાવે, બ્રહ્માનંદ બલીહાર. લીજે૦ ૪

Facebook Comments