મુને સ્વપ્ને ન ગમે રે સંસાર કો’ને કેમ કીજીએ (૧)

Submitted by swaminarayanworld on Wed, 06/04/2016 - 11:39am

રાગ - જંગલી

પદ - ૧

મુને સ્વપ્ને ન ગમે રે સંસાર કો’ને કેમ કીજીએ;

વમન થયું મન ઉતર્યું, એવો જાણ્યો રે સંસાર. કો’ને૦ ૧

સેજ પલંગ ને પોઢણાં કોઈ તળાંસે પાવ;

પતંગ પડ્યો  તે ઊપરે, માથે જમ કેરો દાવ. કો’ને૦ ૨

મૃગરાજના મુખમાં, જે કોઈ જાયે જરુર;

ખાનપાન સર્વે વિસરી, મરવું દેખે હજુર. કો’ને૦ ૩

સ્વાર્થે સહુ કોઈ મળી, વિધ વિધ કરે વાત;

અંતરમાં કેમ ઉતરે, નજરે દીઠેલ ઘાત. કો’ને૦ ૪

સમજી વિચારી જે કરો,  તજો ખલકની આશ;

નિષ્કુલાનંદ નિશ્ચે કર્યું, સુખ  તો સદ્ગુરુ પાસ. કો’ને૦ ૫

Facebook Comments