કૌશલ દેશ રળિયામણો ને વળી
રૂડું છપૈયા ધામ કે હોવે હોવે...રૂડું છપૈયા ધામ
કે સહજાનંદ પ્રગટ્યા છપૈયા ગામ...ટેક.
ધર્મ ભક્તિને ઘેર અવતરિયાને વળી
નામ પાડ્યું ઘનશ્યામ કે હોવે હોવે ઘનશ્યામ...૧
રામપ્રતાપ ઇચ્છારામના બંધુ,
વસે છે ઘનશ્યામ કે હોવે હોવે ઘનશ્યામ...૨
વનની વાટે પ્રભુ હાલિયાને પછી
આવ્યા છે લોજપુર ગામ કે હોવે હોવે ઘનશ્યામ...૩
ગાદી શોભાવી રૂડી સદ્ધર્મનીને વળી
રાખ્યું છે સહજાનંદ નામ કે હોવે હોવે ઘનશ્યામ...૪
મુક્તમુનિ જેવા સંતો લાવ્યાને વળી
લાવ્યા સત્સંગી સમાજ કે હોવે હોવે ઘનશ્યામ...૫
ઉત્સવ કર્યાંને વળી મંદિર બંધાવ્યાં વા’લે
સુખ દેવાને કાજ કે હોવે હોવે ઘનશ્યામ...૬
અક્ષરધામનું સુખ આપિયુંને વળી
ઝાલ્યો, શ્રીજીએ મારો, હાથ કે હોવે હોવે ઘનશ્યામ...૭
Disqus
Facebook Comments