જુવો વિચારી ઊડું અંતરમાં. જુવો વિચારી (૧)

Submitted by swaminarayanworld on Mon, 18/04/2016 - 10:21pm

 

રાગ ગરબી

પદ - ૧

જુવો વિચારી ઊડું અંતરમાં. જુવો વિચારી.

અંત સમે કોઈ કામ ન આવે. જુવો વિચારી.

મેડી મંદિરને માલ ખજીના, હાથી ઘોડાની ઝુડું રે

હાથી ઘોડાની ઝુંડું અંતરમાં. જુવો વિચારી. ૧

મેના માફો ને બાગ બગીચા, સખા સેવક ને લુંડું રે. જુવો. ૨

નારી રૂપાળી અતિ ધુતારી, હસી દેખાડશે મોઢું રે. જુવો. ૩

સગાં સંબંધી સર્વે તારું, ખાઈને બોલશે ભુંડું રે. જુવો. ૪

દુકાન માંડીને વેપાર ચલાવ્યો, ચલાવી દેશમાં હુંડી રે. જુવો. ૫

ભૂખે મરીને માયા મેળવી, મુખે બોલી બહુ કુડું રે. જુવો. ૬

કુડ કપટ તજી હરિ ભજો તો, બદ્રિનાથ કહે રૂડું રે. જુવો. ૭

Facebook Comments